Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ પ્રેમ પ્રેમ પ્રશ્નકર્તા : પ્રેમ અને મોહ, એમાં મોહમાં ન્યોછાવર થવામાં બદલાની આશા છે અને અહીં પ્રેમમાં બદલાની આશા નથી. તો પ્રેમમાં ન્યોછાવર થાય તો પૂર્ણપદને પ્રાપ્ત કરે ? - દાદાશ્રી : આ દુનિયામાં કોઈ પણ માણસ સત્ય પ્રેમની શરુઆત કરે તે ભગવાન થાય. સત્ય પ્રેમ નિર્ભેળ હોય. એ સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય. એવો નિર્ભેળ પ્રેમ એ ભગવાન બનાવે, સંપૂર્ણ બનાવે. રસ્તા તો બધા સહેલા છે, પણ એવું થવું મુશ્કેલ પ્રશ્નકર્તા : એવી જ રીતે કોઈ પણ મોહ પાછળ જીવન ન્યોછાવર કરવાની શક્તિ લે તો પરિણામે પૂર્ણતા આવે ? તો એ ધ્યેયની પૂર્ણતાને પ્રાપ્ત કરે ? દાદાશ્રી : જો મોહની પાછળ ન્યોછાવર કરે તો તો પછી મોહ જ પ્રાપ્ત કરે ને મોહ જ પ્રાપ્ત કર્યો છે ને લોકોએ ! પ્રશ્નકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે ? દાદાશ્રી : એકલો જ મોહ ! ઉપર મોટું રૂપાળું દેખાય છે એટલે પ્રેમ દેખાય. પણ એ પ્રેમ કહેવાય નહીં ને ! હમણે અહીં આગળ ગૂમડું થાયને તો પાસે જાય નહીં પછી. આ તો કેરી મહીંથી ચાખી જુએને તો ખબર પડે. મોટું બગડી જાય તો બગડી જાય, પણ મહિના સુધી ખાવાનું ના ભાવે. અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાયને તો મોટું ના જુએ, મોહ છૂટી જાય ને જયારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોઢું ચઢાવશે ત્યારે કહેશે, ‘આનું મોઢું જોવાનું મને નથી ગમતું.’ ‘ત્યારે અલ્યા, સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું ને હવે આવું નથી ગમતું ?” આ તો મીઠું બોલતા હોય એટલે ગમે. અને કડવું બોલે તો કહે, ‘મને તારા જોડે ગમતું જ નથી.” પ્રશ્નકર્તા : એ પણ આસક્તિ જ છે ને ? દાદાશ્રી : બધી આસક્તિ. ‘ગમ્યું હતું ને ના ગમ્યું, ગમ્યું હતું ને ના ગમ્યું એમ કકળાટ કર્યા કરે. એવા પ્રેમને શું કરવાનો ? મોહમાં દગો-ફટકો ! બહુ માર ખાય ત્યારે જે મોહ હતોને, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો. તેનો જ માર ખા ખા કર્યો. પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ આ બન્નેની ભેદરેખા શું છે ? દાદાશ્રી : આ ફૂદું છે ને, આ ફૂદું દીવાની પાછળ પડી અને યાહોમ થઈ જાય ને ? એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, એ મોહ ના હોય. મોહ એટલે ‘યુઝલેસ’ જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાંની પેઠ ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં ને ! એટલે આ બધા મોહ જ છે ને ! મોહ એટલે ઉઘાડા દગા-ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા. પ્રશ્નકર્તા : પણ આ મોહ છે ને આ પ્રેમ છે એવું સામાન્ય જનને કેવી રીતે ખબર પડે ? એક વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને કઈ રીતે ખબર પડે ? દાદાશ્રી : એ તો ટેડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચિડાઈ જાય એટલે જાણીએને કે આ યુઝલેસ છે ! પછી દશા શું થાય ? એના કરતાં પહેલેથી ખખડાવીએ. રૂપિયો ખખડાવી જોઈએ, કલદાર છે કે બહેરો છે એ તરત ખબર પડી જાય ને ? કંઈ બહાનું ખોળી કાઢી અને ખખડાવીએ. અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો ! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે. પણ એક દહાડો ખખડાવી જોઈએ તો ખબર પડે કે આ સાચો પ્રેમ છે કે નહીં ?

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37