Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ પ્રેમ ૩૯ આસક્તિથી મુક્તિનો માર્ગ... પ્રશ્નકર્તા : આસક્તિનું સૂક્ષ્મ સ્વરૂપ તમે સમજાવ્યું. હવે એ આસક્તિથી મુક્તિ કેમ મળે ? દાદાશ્રી : ‘હું અનાસક્ત છું’ એવું ‘એને’ ભાન થાય તો મુક્તિ મળી જાય. આસક્તિ કાઢવાની નથી, ‘અનાસક્ત છું’ એ ભાન કરવાનું છે. બાકી, આસક્તિ જાય નહીં. હવે તમે જલેબી ખાધા પછી ચા પીવો તો શું થાય ? પ્રશ્નકર્તા : ચા મોળી લાગે. દાદાશ્રી : હા, તેમ ‘પોતાનું સ્વરૂપ' પ્રાપ્ત થયા પછી આ સંસાર મોળો લાગે, આસક્તિ ઊડી જાય. ‘પોતાનું સ્વરૂપ' પ્રાપ્ત થયા પછી જો એને સાચવે, અમે કહીએ છીએ તે પ્રમાણે આજ્ઞાપૂર્વક રહે તો એને આ સંસાર મોળો લાગે. આસક્તિ કાઢયે જાય નહીં. કારણ કે આ લોહચુંબક અને ટાંકણી બેને આસક્તિ જે છે એ જાય નહીં. એવી રીતે આ મનુષ્યની આસક્તિ જાય નહીં. ઓછી થાય, પ્રમાણ ઓછું થાય પણ જાય નહીં. આસક્તિ જાય ક્યારે ? ‘પોતે’ અનાસક્ત થાય ત્યારે. ‘પોતે’ આસક્ત જ થયો છે. નામધારી એટલે આસક્ત ! નામ પર આસક્તિ, બધા ઉપર આસક્તિ ! ધણી થયો એટલે આસક્ત, બાપો થયો એટલે આસક્ત !! પ્રશ્નકર્તા ઃ તો સંજોગોની અસર ના થાય એ ખરી અનાસક્તિ ? દાદાશ્રી : ના, અહંકાર ખલાસ થયા પછી અનાસક્ત થાય એટલે અહંકાર ને મમતા બન્ને જાય ત્યારે અનાસક્તિ ! તે કોઈ એવો હોય નહીં. પ્રશ્નકર્તા : એટલે આ બધું કરીએ, પણ એમાં આસક્તિ ના હોવી જોઈએ, કર્મ લેપાયમાન ના થવાં જોઈએ.... દાદાશ્રી : પણ આસક્તિ લોકોને રહે જ, સ્વાભાવિક રીતે. કારણ કે એની પોતાની મૂળ ભૂલ નથી ગઈ. ‘રૂટ કોઝ’ જવું જોઈએ. ‘રૂટ કોઝ’ શું છે ? તો આ એને ‘હું ચંદુભાઈ છું’ એવી બિલિફ બેસી ગઈ છે. એટલે ४० પ્રેમ ચંદુભાઈને માટે કોઈ કહે ચંદુભાઈને આમ કરવામાં આવે છે, આમ નુકસાન કર્યું છે' આમ તેમ ચંદુભાઈ ઉપર આરોપ આપવામાં આવે તો ‘એ’ ગુસ્સે થઈ જાય, ‘એને’ પોતાની વિકનેસ ઊભી થઈ જાય. તો આ ‘રૂટ કોઝ’ છે, ભૂલ મોટી આ છે. બીજી બધી ભૂલ છે જ નહીં. ભૂલ મૂળમાં આ જ છે કે ‘તમે’ જે છો એ જાણતા નથી ને નથી તે આરોપ કરો છો. લોકોએ નામ આપ્યું એ તો ઓળખવાનું સાધન કે ભઈ, આ ચંદુભાઈ અને ઈન્કમટેક્ષ ઓફિસર.' એ બધું ઓળખવાનું સાધન. આ બઈના ધણી એય ઓળખવાનું સાધન. પણ ‘પોતે ખરેખર કોણ છે’ એ જાણતા નથી, તેની જ આ બધી મુશ્કેલી છે ને ? પ્રશ્નકર્તા : આખરી મુશ્કેલી તો ત્યાં જ છે ને ? દાદાશ્રી : એટલે આ ‘રૂટ કોઝ’ છે. એ ‘રૂટ કોઝ’ તોડવામાં આવે તો કામ થાય. આ સારું ખોટું એ બુદ્ધિના આધીન છે. હવે બુદ્ધિનો ધંધો શો છે ? જ્યાં જાય ત્યાં પ્રોફિટ એન્ડ લોસ જુએ. બુદ્ધિ વધારે કામ કરી શકતી નથી, પ્રોફિટ એન્ડ લોસ સિવાય. હવે એનાથી દૂર થાવ. અનાસક્ત યોગ રાખો. આત્માનો સ્વભાવ કેવો છે ? અનાસક્ત સ્વરૂપ છે. પોતાનો સ્વભાવ એવો છે. તું પણ સ્વભાવથી અનાસક્ત થઈ જા. હવે જેવો સ્વભાવ આત્માનો છે. એવો સ્વભાવ આપણે કરીએ એટલે એકાકાર થઈ જાય, પછી કંઈ એ જુદું છે જ નહીં. સ્વભાવ જ બદલવાનો છે. હવે આપણે આસક્તિ રાખીએ ને ભગવાન જેવા થાય એ શી રીતે બને ? એ અનાસક્ત અને આસક્તિની જોડે મેળ શી રીતે થાય ? આપણામાં ક્રોધ હોય ને પછી ભગવાનનો મેળાપ શી રીતે થાય ? ભગવાનમાં જે ધાતુ છે, એ ધાતુરૂપ તું થઈ જાય. જે સનાતન છે, એ જ મોક્ષ છે. સનાતન એટલે નિરંતર. નિરંતર રહે છે એ જ મોક્ષ છે. કરવા ગયો શું તે થઈ ગયું શું ! પ્રશ્નકર્તા : દાદા, તમે કેવી રીતે અનાસક્ત થયા ?

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37