Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ . પ્રેમ સ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું ‘રફ દેખાય છે. જુઓને, અહીં પ્રેમસ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધાં કરે છે ! કદર માગે ત્યાં પ્રેમ કેવો ? બાકી, પ્રેમ જોવા નહીં મળે આ કાળમાં. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છેને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે, “આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે.” મેં કહ્યું, ‘ન્હોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.” પ્રશ્નકર્તા : આપ જે પ્રેમની વાત કરો છો, એમાં પ્રેમની અપેક્ષાઓ હોય ખરી ? દાદાશ્રી : અપેક્ષા ? પ્રેમમાં અપેક્ષા ના હોય. દારૂ પીતો હોય તેની પરેય પ્રેમ હોય ને દારૂ ના પીતો હોય તેની પરેય પ્રેમ હોય. પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમ સાપેક્ષ ના હોય. પ્રશ્નકર્તા : પણ દરેક માણસને મારે માટે બે શબ્દ સારા બોલે, એવી કદરની હંમેશાં ઇચ્છા હોય. કોઈને ગાળ સહન કરવી ગમતી નથી. દાદાશ્રી : એની કદર થાય એવી આશા રાખે એટલે એ પ્રેમ જ હોય. એ બધી આસક્તિ છે. આ બધો મોહ જ છે. લોકો પ્રેમની આશા રાખે એ મૂરખ છે બધાં, ‘ફૂલીશ’ છે. તમારું પુણ્ય હશે તો પ્રેમથી કોઈ બોલાવશે. એ પુણ્યથી પ્રેમ છે અને તમારા પાપનો ઉદય થયો એટલે તમારો ભઈ જ કહેશે, ‘નાલાયક છે તું, આમ છે ને તેમ છે.” ગમે તેટલા ઉપકાર કરો તો ય. આ પુણ્ય ને પાપનું પ્રદર્શન છે અને આપણે જાણીએ કે એ જ આવું કરે છે. એટલે આ તો પુણ્ય બોલી રહ્યું છે, માટે પ્રેમ તો હોય જ નહીં. ‘જ્ઞાની પુરુષ' પાસે જાય ત્યારે પ્રેમ જેવી વસ્તુ દેખાય. બાકી, પ્રેમ તો જગતમાં કોઈ જગ્યાએ ના હોય. અંદરતી સિલક સાચવો ! આ તો લોકો બહાર કંઈ ભાંજગડ પડી કે ભાઈબંધી છોડી નાખે. પહેલાં ભાઈબંધી હોય અને બહુ પ્રેમથી વર્તતા હોય તો બહારેય પ્રેમ અને અંદરેય પ્રેમ ! અને પછી જ્યારે ભાંજગડ પડે ત્યારે બહારેય ભાંજગડ અને અંદરેય ભાંજગડ, અંદર ભાંજગડ નહીં કરવાની. પેલો જાણે નહીં પણ અંદર પ્રેમ રહેવા દેવાનો. અંદર સિલક હશેને, ત્યાં સુધી મનુષ્યપણું નહીં જાય. અંદરની સિલક ગઈ એટલે મનુષ્યપણુંય જતું રહે. પ્રેમમાં સંકુચિતતા ના હોય ! મારામાં પ્રેમ હશે કે નહીં હોય ? કે તમે એકલા જ પ્રેમવાળા છો ? આ તમે તમારો પ્રેમ સંકુચિત કરેલો છે કે ‘આ વાઈફ ને આ છોકરાં.” જ્યારે મારો પ્રેમ વિસ્તારપૂર્વક છે. પ્રશ્નકર્તા : પ્રેમ એટલો સંકુચિત હોઈ શકે કે એક જ પાત્ર પ્રત્યે સીમિત જ રહે ? દાદાશ્રી : સંકુચિત હોય જ નહીં, એનું નામ પ્રેમ. સંકુચિત હોયને, કે આટલા ‘એરિયા' પૂરતું જ, તો તો આસક્તિ કહેવાય. તે સંકુચિત કેવું ? ચાર ભાઈઓ હોય અને ચારેયને ત્રણ-ત્રણ છોકરાં હોય અને ભેગા રહેતા હોય, તો ત્યાં સુધી બધા ઘરમાં ‘અમારું, અમારું બોલે. “અમારા પ્યાલા ફૂટ્યા” બધા એવું બોલે. પણ ચાર જ્યારે જુદા થાય તેને બીજે દહાડે, આજ બુધવારને દહાડે છૂટા થાય તો ગુરુવારને દહાડે એ જુદું જ બોલે ‘એ તમારું ને આ અમારું.’ આમ સંકુચિતતા આવતી જાય. એટલે આખા ઘરમાં પ્રેમ જે વિકાસ હતો, તે હવે આ જુદું થયું એટલે સંકુચિત થઈ ગયું. પછી આખી પોળ તરીકે, યુવકમંડળ તરીકે કરવો હોય, તો પાછો એનો પ્રેમ ભેગો હોય. બાકી પ્રેમ, ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય. રણ અને પ્રેમ પ્રશ્નકર્તા : તો પ્રેમ અને રાગ એ બન્ને શબ્દો સમજાવો.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37