________________
૨૫
પ્રેમ
જે ઘરનાં બેઉ જણ સામસામી બહુ લડતાં હોય તો આપણે જાણીએ કે અહીંયાં આસક્તિ વધારે છે. એટલું સમજી જવાનું. એટલે પછી અમે નામ શું પાડીએ ? ‘વઢે છે” એવું ના કહીએ. તમાચા મારે સામાસામી, તોય અમે એને ‘વઢે છે” એવું ના કહીએ. અમે એને પોપટમસ્તી કહીએ. પોપટ આમ ચાંચ મારે, પેલો આમ ચાંચ મારે, ત્યારે બીજો પોપટ આમ મારે. પણ છેવટે લોહી ના કાઢે. હા, એ પોપટમસ્તી ! તમે નહીં જોયેલી પોપટમસ્તી ?
હવે આવી સાચી વાત સાંભળીએ ત્યારે આપણને આપણી ભૂલો ઉપર ને આપણી મૂર્ખાઈ ઉપર હસવું આવે. સાચી વાત સાંભળે ત્યારે માણસને વૈરાગ આવે કે આપણે આવી ભૂલો કરી ? અરે, ભૂલો જ નહીં, પણ માર હઉ બહુ ખાધા !
દોષ, આક્ષેપ ત્યાં પ્રેમ ક્યાંથી ? જગત આસક્તિ ને પ્રેમ ગણીને મુંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ, આ બધું કામથી જ ઊભું થયું છે. કામ ના થાય તો મહીં બધા બુમો પાડે, હલ્લો કરે. સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું જ નથી. પોતાનું કોઈ થાય નહીં. એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. એક કલાક છોકરાને આપણે ટેડકાવીએને ત્યારે ખબર પડે કે છોકરો આપણો છે કે પારકો છે. દાવો માંડવા હલ તૈયાર થઈ જાય. ત્યારે બાપેય શું કહે ? “મારી જાત કમાણી છે. તેને એક પાઈ નહીં આપું” કહેશે. ત્યારે છોકરો કહેશે, ‘હું તમને મારી ઠોકીને લઈશ” આમાં પોતાપણું હોતું હશે ? એક જ્ઞાની પુરુષ જ પોતાના થાય.
બાકી, આમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. આ સંસારમાં પ્રેમ ખોળશો નહીં. કોઈ જગ્યાએ પ્રેમ હોય નહીં. પ્રેમ તો “જ્ઞાની પુરુષ' પાસે હોય. બીજે બધે તો પ્રેમ ઊતરી જાય ને પછી વઢવાડ થાય પાછી. વઢવાડ થાય કે ના થાય ? એ પ્રેમ ના કહેવાય. એ આસક્તિ બધી. એને આપણાં જગતના લોકો પ્રેમ કહે છે. ઊંધું જ બોલવું એ ધંધો ! પ્રેમનું પરિણામ, ઝઘડો ના થાય. પ્રેમ એનું નામ કે કોઈને દોષ ના દેખાય.
પ્રેમમાં કોઈ દહાડો ય આખી જિંદગીમાં છોકરાનો દોષ ના દેખાય,
બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય ? ‘તું આવી ને તું એમ !' અલ્યા, પ્રેમ કહેતો હતો ને ? ક્યાં ગયો પ્રેમ ? એટલે જોય પ્રેમ. જગતમાં વળી પ્રેમ હોતો હશે? પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.
અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં, એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરેને કે, ‘તમે આવા છો ને તમે તેવા છો.’ ‘તમે આવા ને તું આવી’ એવું ના બોલો, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે ! એ આસક્તિને લીધે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં દોષ જ ના દેખાય.
સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામિન છે. ઝઘડો ના હોય તો તો વીતરાગ થવાય.
પ્રેમ તો વીતરાગોતો જ ! આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે, પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય. એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય.
આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રીસાઈને બેઠી હોય, ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી. મોઢું ચઢાવીને ફરતાં હોય, તેના પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : ક્યારેય પણે મોટું ના બગાડે એવો પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અમારી પાસે મળે.
ધણી ટૈડકાવે તોય પ્રેમ વધઘટ ના થાય એવો પ્રેમ જોઈએ. હીરાના કાપ લાવી આપે તે ઘડીએ પ્રેમ વધી જાય, તેય આસક્તિ. એટલે આ