Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ પ્રેમ ૧૭ ૧૮ પ્રેમ જ્યાં મોહ હોય ને આસક્તિ હોય ત્યાં નિષ્કામતા હોય નહીં. નિષ્કામ તો મોહ, આસક્તિરહિત હોય. પ્રશ્નકર્તા : એ તમારી વાત સાચી. એ તો બાળક મોટું થાય પછી એવી આસક્તિ વધે. પણ જ્યારે બાળક છ મહિનાનું નાનું હોય ત્યારે ? દાદાશ્રી : તે ઘડીએય આસક્તિ જ છે. આખો દહાડોય આસક્તિ જ છે. જગત આસક્તિથી જ બંધાયેલું છે. જગતમાં પ્રેમ હોઈ શકે નહીં કોઈ જગ્યાએ. પ્રશ્નકર્તા : એવું બાપને હોય એવું માની શકું, પણ “મા”નું મગજમાં ઊતરતું નથી બરોબર હજી મને. દાદાશ્રી : એવું છે ને, બાપ સ્વાર્થી હોય. જ્યારે મા છોકરા તરફ સ્વાર્થી ના હોય. એટલે આટલો ફેર હોય. માને શું હોય ? એને બસ આસક્તિ જ ! મોહ !! બીજું બધું ભૂલી જાય, ભાન ભૂલ્લી જાય. એમાં નિષ્કામ એક ક્ષણવારે ય ના હોય. નિષ્કામ તો હોઈ શકે નહીં માણસ. નિષ્કામ તો ‘જ્ઞાની’ સિવાય કોઈ હોઈ શકે નહીં. અને આ જે બધા નિષ્કામ થઈને ફરે છેને, તે દુનિયાનો લાભ ઉઠાવે છે. નિષ્કામનો અર્થ તો હોવો જોઈએ ને ? ખખડાવ્યે ખબર પડે ! પ્રશ્નકર્તા : તો માતા-પિતાનો પ્રેમ જે છે, એ કેવો કહેવાય ? દાદાશ્રી : માતા-પિતાને એક દહાડો ગાળો ભાંડેને તો પછી એ સામા થઈ જાય. આ ‘વર્લ્ડલી’ પ્રેમ તો ટકે જ નહીં ને ! પાંચ વર્ષે, દસ વર્ષે પણ ઊડી જાય પાછો કોઈક દહાડો. સામો પ્રેમ હોવો જોઈએ, ચઢઊતર ના કરે એવો પ્રેમ હોવો જોઈએ. છતાં છોકરાની ઉપર બાપ કોઈ વખત જે ગુસ્સો કરે છે, એની મહીં હિંસકભાવ નથી. પ્રશ્નકર્તા : એ ખરેખર તો પ્રેમ છે ? દાદાશ્રી : એ પ્રેમ હોય જ નહીં. પ્રેમ હોય તો ગુસ્સો ના હોય. પણ હિંસકભાવ નથી એની પાછળ. એટલે એ ક્રોધ ના કહેવાય. ક્રોધ હિંસકભાવ સહિત હોય. વ્યવહારમાં માતો પ્રેમ ઉત્કૃષ્ટ ! ખરો પ્રેમ તો કોઈ પણ સંજોગોમાં તૂટવો ના જોઈએ. એટલે પ્રેમ એનું નામ કહેવાય કે તૂટે નહીં. આ તો પ્રેમની કસોટી છે. છતાં કંઈક પ્રેમ છે તે માતાનો પ્રેમ છે. પ્રશ્નકર્તા : આપે એમ કહ્યું કે માનો પ્રેમ હોઈ શકે, બાપને ન હોય. તો આમને ખોટું નહીં લાગે ? દાદાશ્રી : છતાં પણ માનો પ્રેમ છે, એની ખાતરી થાય છે. મા છોકરાને જુએ એટલે ખુશ. આનું કારણ શું છે ? કે ભઈએ આપણે ઘેર જ, આપણા શરીરમાં જ નવ મહિના મુકામ કર્યો હતો. એટલે માને એમ લાગે કે મારે પેટે જન્મ્યો છે અને પેલાને એમ લાગે કે માને પેટે હું જભ્યો છું. એટલી બધી એકતા થઈ ગઈ છે. માએ જે ખાધું તે જ એનું લોહી થાય છે. એટલે આ એકતાનો પ્રેમ છે એક જાતનો. છતાં ખરેખર ‘રિયલી અિંકિંગ' પ્રેમ નથી આ. ‘રિલેટિવલી સ્પિકિંગ' પ્રેમ છે. એટલે ફક્ત પ્રેમ કોઈ જગ્યાએ હોય તો માની સાથે હોય. ત્યાં પ્રેમ જેવી કંઈક નિશાની દેખાતી હોય. તેય પણ પૌગલિક પ્રેમ છે અને એ પ્રેમ છે તેમ કેટલા ભાગમાં ? કે જ્યારે મધરને ગમતી ચીજ હોય, તેની પર છોકરાની તરાપ પડે તો એ બે લડે, તો પ્રેમ ફ્રેકચર થઈ જાય. છોકરો જુદો રહેવા જતો રહે. કહેશે, “મા, તારી જોડે નહીં ફાવે.’ આ ‘રિલેટિવ' સગાઈ છે, રિયલ સગાઈ નથી. સાચો પ્રેમ હોય ને તો બાપ મરી ગયોને, તેની સાથે છોકરો વીસ વર્ષનો હોય તેય જોડે જાય. એનું નામ પ્રેમ કહેવાય. એવું જાય ખરો એકુય છોકરો ? પ્રશ્નકર્તા : કોઈ ગયો નથી. દાદાશ્રી : અપવાદ નહીં કોઈ ? બાપ મરી જાય એટલે છોકરાને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37