Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ ૧૩ ૧૪ પ્રેમ એ વિનાશને લાવશે. છતાંય છૂટકો નથી. તેને માટે હું તમને રસ્તો બતાવીશ. આસક્તિમાં પડ્યા વગરેય છૂટકો જ નથી ને ! ભગવત્ પ્રેમની પ્રાપ્તિ ! પ્રશ્નકર્તા : તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો છે ? પ્રશ્નકર્તા : હા, કરવો છે. છેવટે દરેક માનવનો ધ્યેય આ જ છે. ને ? મારો પ્રશ્ન અહીંયા જ છે કે ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવો કેવી રીતે ? દાદાશ્રી : પ્રેમ તો અહીં બધા લોકોને કરવો હોય, પણ મીઠો લાગે તો કરે ને ? એવું ઈશ્વર કોઈ જગ્યાએ મીઠો લાગ્યો એ મને દેખાડો ને ! પ્રશ્નકર્તા : કારણ કે આ જીવ છેલ્લી ક્ષણે જ્યારે દેહ છોડે છે, છતાં પણ ઈશ્વરનું નામ નથી લઈ શકતો. - દાદાશ્રી : શી રીતે ઈશ્વરનું નામ લઈ શકે ? એને જ્યાં રુચિ હોય ને તે નામ લઈ શકે. જ્યાં રુચિ ત્યાં એની પોતાની રમણતા હોય. ઈશ્વરમાં રુચિ જ નથી ને તેથી ઈશ્વરમાં રમણતા જ નથી. એ તો જ્યારે ભય લાગે ત્યારે ઈશ્વર સાંભરે છે. પ્રશ્નકર્તા : ઈશ્વરમાં રુચિ તો હોય. છતાં અમક આવરણ એવાં બંધાઈ જાય એટલે ઈશ્વરનું નામ નહીં લઈ શકતા હોય. દાદાશ્રી : પણ ઈશ્વર પર પ્રેમ આવ્યા વગર શેનો નામ તે ? ઈશ્વર પર પ્રેમ આવવો જોઈએ ને ! અને ઈશ્વરને બહુ પ્રેમ કરીએ એમાં શું ફાયદો ? મારું કહેવાનું કે આ કેરી હોય તે મીઠી લાગે તો પ્રેમ થાય ને કડવી લાગે કે ખાટી લાગે તો ? એવું ઈશ્વર ક્યાં આગળ મીઠો લાગ્યો, તે તમને પ્રેમ થાય ? એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે, કે જે ચેતન જગતના લક્ષમાં જ નથી અને ચેતન જે નથી તેને ચેતન માને છે. આ શરીરમાં જે ભાગ ચેતન નથી તેને ચેતન માને છે અને જે ચેતન છે એ એના લક્ષમાં જ નથી, ભાનમાં જ નથી. હવે એ શુદ્ધ ચેતન એટલે શુદ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે. એનું નામ ક્યારે યાદ આવે ? કે જયારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને ‘દાદા’ યાદ આવે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમને પ્રેમ છે તમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો ? કારણ કે ‘દાદા'એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને ! એ યાદ કરવાનું હોય જ નહીં. એટલે ભગવાન યાદ ક્યારે આવે ? કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે. એક માણસ મને કહે છે કે, ‘મને બૈરી વગર ગમતું જ નથી.' અલ્યા, શી રીતે ? બૈરી ના હોય તો શું થાય ? ત્યારે એ કહે છે, “તો તો મરી જઉં.' અલ્યા, પણ શાથી ? ત્યારે એ કહે છે, “એ બઈ તો સુખ આપે છે.’ અને સુખ ના આપતી હોય ને માર મારતી હોય તો ? તો ય એને પછી યાદ આવે. એટલે રાગ ને દ્વેષ બેઉમાં યાદ આવ્યા કરે. પશુ-પંખીઓમાં ય પ્રેમ ! એટલે વસ્તુ સમજવી પડે ને ! અત્યારે તમને એમ લાગે છે કે પ્રેમ જેવી વસ્તુ છે આ સંસારમાં ? પ્રશ્નકર્તા : અત્યારે તો, છોકરાં ઉપર વહાલ કરીએ એને જ પ્રેમ માનીએ છીએ ને ! દાદાશ્રી : એમ ? પ્રેમ તો આ ચકલીને એનાં બચ્ચાં પર હોય છે. એ ચકલી નિરાંતે દાણા લાવી અને માળામાં આવે, એટલે પેલાં બચ્ચાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37