Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ પ્રેમ ૧૫ ‘માજી આવ્યાં, મમ્મી આવ્યાં' કરી મૂકે. ત્યારે ચકલી એ બચ્ચાનાં મોઢામાં દાણા મૂકે. ‘એ દાણા કેટલાક રાખી મૂકતી હશે મહીં મોઢામાં ? અને કેવી રીતે એક-એક દાણો કાઢતી હશે ?” એ હું વિચારમાં પડેલો. તે ચારેય બચ્ચાંને એક-એક દાણો મોઢામાં મૂકી આપે. પ્રશ્નકર્તા : પણ એમનામાં આસક્તિ ક્યાંથી આવે ? એમનામાં બુદ્ધિ નથી ને ! દાદાશ્રી : હા, તે જ હું કહું છું ને ? એટલે આ તો એક જોવા માટે કહું છું. ખરેખર તો એ પ્રેમ ગણાય નહીં. પ્રેમ સમજણપૂર્વકનો હોવો જોઈએ. પણ એ ય પ્રેમ ગણાય નહીં. પણ છતાં ય આપણે આ બેનો ભેદ સમજવા દાખલો મૂકીએ છીએ. આપણા લોકો નથી કહેતા કે ભઈ, આ ગાયનો વાછરડા પર કેટલો ભાવ છે ? તમને સમજ પડી ને ? એની મહીં એ બદલાની આશા ના હોય ને ! બદલાતી આશા, ત્યાં આસક્તિ ! એટલે આસક્તિ ક્યાં હોય ? કે જ્યાં એની પાસે કંઈક બદલાની આશા હોય, ત્યાં આસક્તિ હોય અને બદલાની આશા વગરના કેટલા માણસો હશે હિન્દુસ્તાનમાં ? એક આંબો ઉછેરે છેને આપણા લોક, તે કંઈ આંબાને ઉછેરવા માટે ઉછેરે છે ? ‘શા સારુ ભઈ, આંબાની પાછળ આટલી બધી માથાકૂટ કરો છો ?’ ત્યારે એ કહે છે, ‘આંબો મોટો થશેને, તે મારા છોકરાનાં છોકરાં ખાશે અને પહેલાં તો હું ખાઈશ.' એટલે ફળની આશાથી આંબો ઉછેરે છે. તમને કેમ લાગે છે ? કે નિષ્કામ ઉછેરે છે ? નિષ્કામ કોઈ ઉછેરતા નહીં હોય ! એટલે બધાય પોતાની ચાકરી કરવા સારુ છોકરાં ઉછેરતાં હશે ને કે ભાખરી કરવા સારુ ! પ્રશ્નકર્તા : ચાકરી કરવા માટે. દાદાશ્રી : પણ અત્યારે તો ભાખરી થઈ જાય છે. મને એક જણ કહે છે, ‘મારો છોકરો ચાકરી નથી કરતો.' ત્યારે મેં કહ્યું, ‘ત્યારે ભાખરી ૧૬ પ્રેમ ના કરે તો શું કરે તે ? હવે કંઈ લાડવા થાય એવા છો નહીં, તે ભાખરી કરે એટલે ઉકેલ(!) આવી જશે.’ માતો પ્રેમ ! પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રમાં લખેલું છે કે મા-બાપને પોતાનાં બાળકો પ્રત્યે સરખો જ પ્રેમ હોય, એ બરાબર છે ? દાદાશ્રી : ના, મા-બાપ કંઈ ભગવાન નથી કે સરખો પ્રેમ રહે ! તે સરખો પ્રેમ તો ભગવાન રાખી શકે. બાકી, મા-બાપ કંઈ ભગવાન નથી બિચારાં, એ તો મા-બાપ છે. એ તો પક્ષપાતી હોય જ. સરખો પ્રેમ તો ભગવાન જ રાખી શકે, બીજું કોઈ રાખી શકે નહીં. આ મને અત્યારે સરખો પ્રેમ હોય બધાનાં ઉપર. બાકી, આ તો લૌકિક પ્રેમ છે. અમથા લોકો ‘પ્રેમ પ્રેમ’ ગાયા કરે છે. આ તો બૈરી જોડે ય પ્રેમ હોતો હશે ? આ બધા ય સ્વાર્થનાં સગાં છે અને આ મા છેને, તે તો મોહથી જ જીવે છે. પોતાના પેટે જન્મ્યું એટલે એને મોહ ઉત્પન્ન થાય છે અને ગાયને ય મોહ ઉત્પન્ન થાય છે પણ છ મહિના એનો મોહ રહે છે અને આ મધરને સાઠ વર્ષનો થાય તોય મોહ ના જાય. પ્રશ્નકર્તા : પણ માને બાળક ઉપર જ્યારે પ્રેમ હોય છે ત્યારે નિષ્કામ જ છે ને ? દાદાશ્રી : હોય એ નિષ્કામ પ્રેમ. માને બાળક ઉપર નિષ્કામ પ્રેમ ના હોય. એ તો છોકરો પછી મોટી ઉંમરનો થાય ત્યારે કહે કે, તમે તો મારા બાપની વહુ થાવ', તો ? તે ઘડીએ ખબર પડશે કે નિષ્કામ હતો કે નહીં ! જ્યારે છોકરો કહે, ‘તમે મારા ફાધરનાં વાઈફ છો.' તે દહાડે માનો મોહ ઊતરી જાય કે ‘તું મોઢું ના દેખાડીશ.' હવે ફાધરના વાઈફ એટલે મા નહીં ? ત્યારે મા કહે, ‘પણ આવું બોલ્યો કેમ ?” એને ય મીઠું જોઈએ છે. બધો મોહ છે. એટલે એ પ્રેમ પણ નિષ્કામ નથી. એ તો મોહની આસક્તિ છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37