Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 7
________________ છેસંસ્કૃત-પાઠયગ્રંથો, શિલ્પકળા, સંસ્મરણો, ચિત્રપટ-આલ્બમ, વિચારણીય પ્રબો, ચિંતન છે છેમુખ્યત્વે આ અને આવા આવા વિષયની વિવેચના આ પ્રસ્તાવનાઓમાં કરવામાં આવી છે. 6 છે એથી લગભગ તો જૈન સાહિત્યના તમામ વિષયોને સ્પર્શતી આ પ્રસ્તાવનાઓ છે, એમ છે નિ:શંક કહી શકાય. આમાં શાસ્ત્રીય મર્યાદાઓને સાચવવાનો યથાશકય પ્રયત્ન થયો છે. જયાં પણ એવા કોઈ વિષયમાં અનુમાન કે કલ્પનાને અવકાશ અપાયો છે, ત્યાં સિદ્ધાંતની સીમા ઓળંગી ન જવાય એની પૂરતી સાવધાની રાખવાનો પ્રયાસ થયો છે. વિ. સં. ૨૦૨ની સાલમાં “અમર ઉપાધ્યાયજી' પુસ્તક દ્વારા પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવરના જીવનકવનને આલેખવાનો એક પ્રયાસ મારા દ્વારા થયો હતો, ત્યારથી પૂ. આચાર્યદેવની સાથે પત્ર દ્વારા સ્થપાયેલો પરોક્ષ-પરિચય પછીનાં વર્ષોમાં પ્રત્યક્ષપરિચયમાં પલટાયો અને પત્ર-પરિચય તો પછી પણ ચાલુ રહ્યો, એની જ ફળશ્રુતિ રૂપે ‘પ્રસ્તાવનાની પ્રસ્તાવના” નામક આ લખાણને ઓળખાવી શકાય. એ વખતે અમર ઉપાધ્યાયજી' પુસ્તકની પ્રસ્તાવના પૂ. આચાર્યદેવશ્રીએ લખી આપી હતી. ત્યારે કલ્પના પણ ન હતી કે ભવિષ્યમાં આ રીતે પૂજ્યશ્રીના પુસ્તકને પરિચય કરાવતા “પ્રસ્તાવના-લેખનનો છે જ મને લાભ મળશે. આજની આ પળે ભૂતકાળની આવી સ્મૃતિ થતાં જ રોમાંચિત બની જવાય છે છે એ સહજ છે. પ્રાન્ત પૂ. આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન સૌજન્યશીલ પૂ. પં. શ્રી હે વાચસ્પતિવિજયજી ગણિવરના સ્નેહ-સદ્ભાવનો સ્મરણોલ્લેખ કરીને “પ્રસ્તાવનાની આ પ્રસ્તાવના' પર પૂર્ણવિરામ મૂકું છું. પાલીતાણા, મહારાષ્ટ્ર ભવન આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ હું પોષ દશમી, તા. ૨૯-૧૨-૨૦૦૨ જ કોઈના હોઠોનું હાસ્ય ન બની શકો તો ચાલશે પણ કોઈની આંખના આંસુ તો ન જ બનશો. * હે જીવ! ભોજન અને ભાષણ પ્રસંગે તું પ્રમાણ સાચવ. કેમકે અતિ આહાર અને અતિ માન-પ્રમાણ વગરનું ભાષણ પ્રાણનો વિનાશ કરે છે માટે કહ્યું છે કે-“અલ્પ ખા અને ગમ ખા”

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 850