Book Title: Prastavana Sangraha Author(s): Yashodevsuri Publisher: Muktikamal Jain Mohanmala View full book textPage 6
________________ પ્રસ્તાવનાની પ્રસ્તાવના ચાતુર્માસના દિવસો દરમિયાન જ્યારે પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ વતી પૂ. પં. શ્રી વાચસ્પતિવિજયજી ગણિવર તરફથી પ્રસ્તુત દળદાર પ્રસ્તાવના-પુસ્તકની પ્રસ્તાવના લખી આપવાનું આમંત્રણ મળ્યું, ત્યારે આનંદ અને આશ્ચર્યની એકી સાથે અનુભૂતિ થઈ. આનંદ એ વાતનો થયો કે આ નિમિત્તે સીત્યોતેર જેટલી નાની-મોટી કૃતિઓનું સિંહાવલોકન કરવાનો લાભ મળશે. આશ્ચર્ય એ વાતનું થયું કે ‘પ્રસ્તાવના'ઓમાં તે વળી વિશેષ તત્વ શું વાંચવા મળવાનું? આપણે ત્યાં સામાન્ય રીતે પ્રસ્તાવનાઓ એ રીતે લખાતી હોય છે કે જેમાં લેખક દ્વારા લખાયેલી વાતોની જ લગભગ પ્રશસ્તિ હોય. પ્રસ્તાનામાં ખૂબીઓ અને ખામીઓના નિર્દેશપૂર્વક એ જ વિષયની વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હોય, આ જાતની પ્રસ્તાવનાઓ ઓછા પ્રમાણમાં લખાયેલી જોવા મળે છે, પરંતુ પ્રસ્તુત પ્રસ્તાવનાઓ વાંચતા એમ લાગ્યા વિના નથી રહેતું કે આ પ્રસ્તાવનાઓ પણ પુસ્તિકાની ગરજ સારે એવી છે. કેમકે આમાં વિવેચ્ય પુસ્તક ઉપરાંત એ વિષયને લગતી અન્ય ઠીક ઠીક માહિતી પૂરી પાડવામાં આવી છે, એથી આ પ્રસ્તાવનાઓ પણ પઠનીય બની જવા પામે એવી છે. એથી જ પ્રસ્તાવના વાંચીને પુસ્તકનું વાંચન થાય તો પુસ્તક વધુ બોધપ્રદ બની શકે અને પુસ્તકના વાંચન બાદ પ્રસ્તાવના વાંચવામાં આવે તો એ પ્રસ્તાવનાની ખૂબીઓ આપોઆપ સમજાયા વિના ન રહે. પ્રસ્તાવનાલેખક પાસે એ કળા હોવી જોઈએ કે એ લેખનની ખૂબીઓને ખુલ્લી કરે, ખામીઓ તરફ આંગળી-ચીંધણું કરે અને પુસ્તકમાં ખૂટતા તત્વજ્ઞાનની પૂર્તિ કરે! આવી કળાની કલમે જે પ્રસ્તાવના લખાય, એ જ સાચા અર્થમાં ‘પ્રસ્તાવના' ગણાય. પ્રસ્તુત પ્રસ્તાવનાઓ પર ઉપર ઉપરથી પણ નજર નાંખતા એનો સંતોષ અનુભવી શકાય કે ખરી પ્રસ્તાવના આવી જ હોવી જોઈએ. ૧૯૩૯થી આરંભીને ૨૦૦૦ સુધીનાં સમય-ગાળામાં નાની-મોટી લગભગ ૭૭ કૃતિઓ ઉપર લખાયેલી પ્રસ્તાવનાઓ આમાં સંગૃહીત છે. લગભગ ઘણી ખરી પ્રસ્તાવનાઓ સુવિસ્તૃત છે. ટૂંકી જણાતી પણ પ્રસ્તાવનાઓ અર્થગંભીર છે. પ્રસ્તાવના-લેખનની શરૂઆત ‘બૃહત્સંગ્રહણી' દ્વારા થઈ અને આગળ વધતો વધતો આ લેખન પ્રવાહ ‘સુવર્ણાક્ષરી બારસા'ને વટાવીને આગે બઢી રહેલો જોઈ શકાય છે. બૃહત્સંગ્રહણી અને બારસાસૂત્રની પ્રસ્તાવના પ્રમાણમાં વધુ મોટી અને ઘણી બધી માહિતીઓથી સમૃદ્ધ બનવા પામી છે. સામાન્ય રીતે આ પ્રસ્તાવનાઓનું વિભાગીકરણ કરવું હોય તો આ મુજબ કરી શકાય. આગમસૂત્રો, પ્રકરણો, સ્તુતિ-સ્તોત્રો, ઈતિહાસ, જીવનચરિત્ર, પ્રભુજીવન, પ્રતિક્રમણ, સંગીત-નાટય, પૂજા-પૂજન, જ્યોતિષ, કોશ, પ્રવચન, પત્ર-સંકલન, ઐતિહાસિક-સંશોધન,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 850