Book Title: Prastavana Sangraha Author(s): Yashodevsuri Publisher: Muktikamal Jain Mohanmala View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન અમારી મુક્તિકમલ મોહનમાળા સંસ્થા તરફથી આજસુધી લગભગ ૧૦૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ૭૫ વરસના ગાળામાં આટલાં બધાં પુસ્તકો પ્રકાશિત થયા તેનું અમે ગૌરવ અનુભવીએ છીએ. ચારેય અનુયોગને લગતાં પુસ્તકો બૃહતસંગ્રહણી, ક્ષેત્રસમાસ, નવતત્ત્વ સુમંગલા ટીકા, ભગવતી સૂત્રના પ્રવચનો, ભગવાન શ્રી મહાવીરસ્વામી ૪૮ ચિત્રોનું સંપુટ, ભગવાન શ્રી કે મહાવીરસ્વામીના ૨૭ ભવનું પુરતક, પાંચમો કર્મગ્રંથ, કલ્પસૂત્ર વગેરે વગેરે લોકોપયોગી પુસ્તકો પ્રકાશિત કર્યા છે, તેમાં ભગવતીસૂત્રના પ્રવચનો, બૃહતુસંગ્રહણી, સંવચ્છરી પ્રતિક્રમણ સચિત્ર વિધિ છે વગેરે પુસ્તકો તો લોકોને એટલા બધા ગમી ગયા કે તેની સતત માંગ રહેતી અને એ પુસ્તકોની અમો આવૃત્તિઓ કરતા રહ્યા. તેમાં આપણા જૈન સમાજવરિષ્ઠ સંઘસ્થવિર, સુદીર્ઘ સંયમ પર્યાયી, ગીતાર્થમૂર્ધન્ય સાહિત્યકલારત્ન, સાહિત્યસમ્રાટ આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના પ્રકાશિત થયેલાં પુસ્તકો લોકોમાં એટલા પ્રશંસનીય બન્યા છે કે લોકો એની સતત માંગ કરતા રહે છે, સાથે સાથે પૂજ્યશ્રી તરફથી કાંઈક નવીન બહાર પડે તેવી અપેક્ષા કરી રહ્યા હોય છે. પૂજ્યશ્રી પણ જૈન સમાજને કાંઈને કાંઈ નવું આપતા રહ્યા છે. આગમશાસ્ત્રો અને પોતાના લેખન અનુભવોમાંથી નવું નવું સર્જન કરી રહ્યા છે. નવું આપવાની ગણતરીએ આ પ્રસ્તાવના સંગ્રહ પુસ્તકનું સર્જન થયું અને ૮૦ પુસ્તકોના સારરૂપ એવું આ પુસ્તક પ્રગટ કરતાં અમો આનંદ છે અનુભવી રહ્યા છીએ. આ કાર્યમાં પૂજ્યશ્રીના વિનયી ભક્તિવંત શિષ્યરત્ન પૂ. પર્યાયસ્થવિર પંન્યાસ શ્રી ? વાચસ્પતિવિજયજી મ. સા. તથા પૂજ્યશ્રીની અવિરત ખડેપગે વૈયાવચ્ચ કરનાર પૂજ્યશ્રીના લાડીલા છે શિષ્યરત્ન પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા. તથા સરલ સ્વભાવી પૂ. સાધ્વીજી શ્રી ? પુષ્પયશાશ્રીજી મ. તથા તેઓશ્રીના ભક્તિવંતા શિષ્યા પૂફો તપાસવા વગેરેનું કાર્ય કરનાર પૂ. છે. સાધ્વીજી શ્રી પુનિતયશાશ્રીજીને પણ ખાસ યાદ કરીએ છીએ. પૂજ્યશ્રીના કાર્યમાં સહાયક થનાર સૌનો આભાર માની શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે કે પૂજ્યશ્રીને તંદુરસ્ત રાખી શાસનનાં સાહિત્યનાં ઘણાં કાર્યો કરાવે તેવી શુભકામના! ટ્રસ્ટીગણ છેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 850