Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
સંઘ હસ્તક નિર્માણ પામ્યા. તેવી જ રીતે પૂર્વ દિશામાં શ્રી મહાવીરસ્વામી પ્રાસાદે શ્રી પૂર્વ વિભાગ કમીટી નિર્મિત શાહ વ્રજલાલ ત્રિભોવનદાસ જાંબુવાલા જૈન ઉપાશ્રય નિર્માણ થયો. પશ્ચિમ તરફ શ્રી ચંદ્રપ્રભસ્વામિ પ્રસાદે આરાધના ભવનનિર્માણ થઇ રહેલ છે. પ્રકટ પ્રભાવી શ્રી વાસુપૂજયસ્વામિજીના જિનાલયમાં વરસોથી રાત્રે નિરવ શાંતિમાં દિવ્ય નાટ્યારંભ થતા અનેક લોકોએ સાંભળ્યા હતા. પરંતુ ૮૮માં વર્ષે વિ. સં. ૨૦૩૪માં પૂ. પંન્યાસજી શ્રી દાનવિજયજી ગણી મ.નું ચાતુર્માસથયું. જિનમંદિરની વર્ષગાઠ પ્રસંગે દાદાના શિખરે ધ્વજ લહેરાયા બાદ-કલાકો સુધી અમી ઝર્યા. કે જે હજારો જૈન-જૈન તરોએનજરે નિહાળ્યાં અને શ્રી અમીઝરા વાસુપૂજ્ય ઘોષિત થયાં. ત્યારે તેવો એક ભાવ પૂ. પંન્યાસજીને આવ્યો કે પ્રભુપ્રતિષ્ઠા શતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવા આજથી જ મંડાણ કરવા અને આ વાતને શ્રીસંઘે ઘણા ભાવથી વધાવી લીધી અને ૧૨-૧૨ વર્ષ સુધી સાંકળી અઠ્ઠમની સાધના શરૂ થઈ. - વિ. સં ૨૦૪૧- વિ. સં. ૨૦૪પના પંન્યાસજીના ચાતુર્માસમાં તથા વિ. સં. ૨૦૪૪ના પંન્યાસજી શ્રી પ્રમોદચંદ્રવિજયજી ગણી મ.ના ચાતુર્માસ દરમ્યાન પણ પ્રભુ પ્રતિષ્ઠા વરસગાંઠના દિવસે જિનબિંબાદિ સમગ્ર જિનમંદિરમાં અમીઝરણા-કેશર વષ જેવા થયા અને આમ એક શતાબ્દી મહોત્સવ ઉજવવાનાં મંગલાચરણ નિમિત્તે શુભમંડાણ જાગૃત અધિષ્ઠાયકે જ શરૂ કરી દીધા.
વિ. સં. ૨૦૪ના શતાબ્દી વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવાનો સર્વનો ઉત્સાહ અને પંન્યાસજી શ્રી દાનવિજયજી ગણી મ.ની ભાવનાથી શાસનસમ્રાટુ પ.પૂ. આચાર્ય શ્રી વિજયનેમિ -વિજ્ઞાન - કસ્તૂર સૂરીશ્વરજી મહારાજના પટ્ટધરો પ.પૂ. આચાર્ય મ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, તથા તેમના ગુબંધુ પ.પૂ. આચાર્ય મ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ તેમજ પ.પૂ. આચાર્ય શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પ.પૂ. પં. શ્રી દાનવિજય ગણી.મ., પ. પૂ. પં. શ્રી સ્યુલિભદ્રવિજયજી ગણી.મ., પ.પૂ. પં. શ્રી