Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
૧૫ નદી આવેલી છે.) દૂર દૂર વસવાટ કરવા લાગ્યાં. આ શ્રાવકો શ્રદ્ધાવંત અને જિનભક્તિના રસિયા હતાં. તેમની માગણી ધ્યાનમાં લઈ શ્રી સંઘે શહેરની પૂર્વ દિશા, શહેરની ઉત્તર દિશા અને શહેરની પશ્ચિમ દિશામાં જિનમંદિરો નિર્માણ કર્યા. સંવત ૨૦૨૬ના જેઠ સુદિ ૩ અને જેઠ સુદિ ૪ના રોજ અનુક્રમે શ્રી સર્વોદય સોસાયટી મધ્યે ઉત્તર દિશા તરફ શ્રી કુંથુનાથસ્વામી ભગવંત આદિ ૧૧ જિનપ્રતિમાજીની પ્રતિષ્ઠા અને પૂર્વ દિશા તરફ શ્રી જયહિંદ સોસાયટી મધ્યે શ્રીમહાવીરસ્વામી ભગવંત આદિ ૧૧ જિનપ્રતિમાજીની પ્રતિષ્ઠા પ.પૂ. આચાર્ય દેવ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના વરદ્હસ્તે કરાવવામાં આવી. પશ્ચિમ દિશા તરફ શ્રી સરદાર સોસાયટી મધ્યે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવંત આદિ ત્રણ જિનબિંબોની પ્રતિષ્ઠા તથા શ્રી વાસુપુજ્યસ્વામિ પ્રાસાદે ત્રેવીસ દેવકુલિકા મધ્યે ૪૬ જિનબિંબોની પ્રતિષ્ઠા પ.પૂ. આચાર્ય દેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા.ના વરદ્હસ્તે સંવત ૨૦૩પના ફાગણ સુદિ ૨ અને સુદિ ૩ના રોજ કરાવવામાં આવી હતી.
શ્રાવકો જિનભક્તિના રસિયા હોય છે તેમ આરાધનાના પણ ખપી હોય છે એટલે-ધર્મસ્થાનકો નિર્માણની શ્રેણિ મંડાણી. સંવત ૨૦૧પમાં શ્રી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીયુત કેશવલાલ ધારસીભાઈના બાદશાહી દાનથી “શાહ કેશવલાલ ધારસીભાઈ વર્ધમાનખાતું” અને “શ્રીમતી ચંચળબેન કેશવલાલ આયંબિલ ભવન નિર્માણ થયાં. સંવત ૨૦૩૮માં શ્રીમતી વસુમતિબેન રસિકલાલ કેશવલાલ અતિથિગૃહ'નું નિર્માણ થયું. “સ્વ. સાધ્વીજી મણીશ્રીજી, રંજનશ્રીજી-રમણીકશ્રીજી શ્રાવિકા ઉપાશ્રય” નામ સંસ્કરણ થયું. ઉપાશ્રયની વીંગોને “શ્રીમતી રંભાબેન રતિલાલ શાહ શ્રાવિકા ઉપાશ્રય'તથા “શ્રીમતી ઝવેરીબેન ચુનીલાલ શ્રાવિકા ઉપાશ્રયના નામ સંસ્કરણ કરવામાં આવ્યું, તેમજ શ્રીમતી સુભદ્રાબેન ઉમેદચંદ વકીલ શ્રાવિકાપૌષધશાળા’ અને ‘વકીલ ચુનીલાલ ચત્રભુજ જૈન પાઠશાળા ભવન’નામ સંસ્કરણ થયાં. ઉત્તર તરફથી શ્રી કુંથુનાથસ્વામી પ્રાસાદે “શાહ જેઠાલાલ વીરજીભાઈ જૈન આરાધના ભુવન” અને “શ્રીમતી ચંચળબેન જેઠાલાલ જૈન પાંઠશાળા ભવન' પણ