Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
૧૨ ધર્માયતનો વિકસાવવામાં ભારે અનુકૂળતા સાંપડી. જિનમંદિરના નિર્માણ પછી સંવત ૧૯૪૯ માં ઉપાશ્રય બંધાયો. સંવત ૧૯પરમાં બહેનો માટેનો ઉપાશ્રય નિર્માણ થયો. આજુ-બાજુના શહેરો અને ગામડામાંથી શ્રાવક કુટુંબો આવીને વસવા લાગ્યા. બાળકોની ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક આચારો સંસ્કારો માટે પાઠશાળાની આવશ્યકતા જણાવા લાગતા સંવત ૧૯૫૪ માં પરમ પૂજય મુનિરાજશ્રી મુક્તિ-વિજયજી ગણિવરશ્રી (મૂલચંદજી મહારાજ)ના નામાભિધાન સાથે “શ્રી ગણિમુક્તિવિજયજી જૈન પાઠશાળા શરૂ કરવામાં આવી. સંવત ૧૯૬૭-૬૮ માં ભોજનશાળા બનાવવામાં આવી અને તે જ અરસામાં ધર્મશાળા પણ બની. સંવત ૧૯૭૧માં વકીલ મૂલચંદ ચતુરભાઈ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. * આજે આ જ્ઞાનમંદિરમાં તાડપત્ર પર પિસ્તાલીસ આગમ હસ્તલિખિત અને મુદ્રિત પિસ્તાલીસ આગમ પ્રાચીનપંચાંગી સુવર્ણ અક્ષરી અને રૌઢઅક્ષરી આગમગ્રંથો અને કલ્પસૂત્રો હજારો પ્રતો-ગ્રંથો, રાસાઓ-પુસ્તકો સુવ્યવસ્થિત રીતે સચવાઈ રહ્યા છે. ક્રમે ક્રમે સંઘની જરૂરીઆત મુજબ ઘણાં નાના મોટા મકાનો બન્યા. સંવત ૧૯૪૬ની પ્રતિષ્ઠા બાદ પૂજય મુનિ ભગવંતોના ચાર્તુમાસ આગમન અને સ્થિરતાથી શ્રી સંઘમાં અનેક પ્રકારની ધાર્મિક જાગૃતિ આવી. શ્રાવકગણની સંખ્યા વધી. પૂજા કરનારાઓની ભીડ વધતી ચાલી. આ જોઈ શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદ ફરતો ગઢ હતો તે તોડીને ત્રેવીસ દેવકુલિકાઓ અને પૂજા ભણાવવા માટેનો વિશાળ રંગમંડપ નિર્માણ કરવાનો શ્રી સંઘે સંકલ્પ કર્યો. સંવત ૨૦૦૩માં શ્રાદ્ધગુણરત્ન શ્રીયુત કેશવલાલ તારાચંદના વરદ્હસ્તે ખાતવિધિ કરવામાં આવી હતી. શિલ્પશાસ્ત્રના જ્ઞાતા કાબેલ શિલ્પીઓ દ્વારા, શાસનસમ્રાશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ. પૂ આચાર્યદેવશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબની સલાહ સૂચના મુજબ નિર્માણ કાર્ય ઓગળ વધતું રહ્યું. શ્રી સંઘના પરમ ભાગ્યોદયે સંવત