Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
૧૧
મૂળનાયક ભગવાનની જમણી બાજુ શ્રી વાસુપૂજ્ય સ્વામી રૂ. ૧૭૫/ની બોલીથી શેઠ નેણશી કલ્યાણજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. મૂળનાયક ભગવાનની ડાબીબાજુ શ્રી ઋષભદેવસ્વામી ૩૧૭૫ની બોલીથી શેઠ જગજીવન સુરચંદે પ્રતિષ્ઠિત કર્યા હતાં. શ્રી શાન્તિનાથ સ્વામીની જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ સ્વામી રૂ. ૧૫૧/ની બોલીથી શેઠ સુંદરજી ઓધવજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. શ્રી શાન્તિનાથ સ્વામીની ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથસ્વામી રૂ. ૨૫૧ની બોલીથી શેઠ નથુભાઈ સુરચંદે પ્રતિષ્ઠિત કયાં હતાં. શ્રી સુવિધિનાથ સ્વામીની જમણી તરફ શ્રી કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી રૂા. ૫૧ની બોલીથી શેઠ માણેકચંદ કાનજીભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. શ્રી સુવિધિનાથ સ્વામીની ડાબી તરફ શ્રી કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી રૂ. ૨૫/ની બોલીથી વકીલ મૂલચંદ ચતુરભાઈએ પ્રતિષ્ઠત કર્યા હતાં. શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર ઠંડુ રૂા. ૨૫૧ની બોલીથી શેઠ સુંદરજી ઓધવજીએ ચડાવેલ
હતું.
શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર ધ્વજ. રૂ.૧૦૧ની બોલીથી શેઠ માનસંગ ઓધવજીએ ચડાવી
હતી.
પ્રતિષ્ઠા બાદ અકલ્પનીય રીતે શ્રી સંઘની આબાદી વધતી ગઈ, સાથે સાથે શહેર પણ સમૃદ્ધ અને આબાદ થતું ગયું. દીર્ધદષ્ટિ દોડાવી પૂર્વજોએ વિશાળ જમીન લઈ રાખી હતી, જેથી જુદા જુદા પ્રકારના