Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
શ્રી અમીઝરા વાસુપૂજ્યસ્વામિને નમઃ શતાબ્દી મહોત્સવની સુવાસ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે? તે અપૂણમાનવ જાણી શકતો નથી. આજથી એકસો વર્ષ ઉપરાંતના સમયમાં જ્યારે સિંહાવલોકન કરીએ છીએ ત્યારે આંખ સમક્ષ ઝાલાવાડના પાટનગર સુરેન્દ્રનગરનો પ્રાચીન ઈતિહાસ રજૂ થાય છે.
ભારતમાં બ્રિટિશ સલ્તનતની હકુમત હતી ત્યારે કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં જૂના વઢવાણ કાંપ (સુરેન્દ્રનગર)ની સ્થાપના સંવત ૧૯૩૦માં થઈ. મોટાભાગના લોકો વ્યાપાર અર્થે સવારે વઢવાણ શહેરથી આવતાં અને સાંજે પાછાં જતાં, જે જૂજ શ્રાવકોના ઘર હતાં તેમણે દર્શન-પૂજન અને ભક્તિ માટે ઘર દેરાસરજી કરાવેલું હતુ. ત્યારબાદ સંવત ૧૯૩૮ના મહા સુદી ૧૪ બુધવાર તા-૧-૨-૧૮૮૨ના વઢવાણ સિવિલ સ્ટેશનના શ્રાવક સાધારણ ધર્માદાના મેનેજર શેઠ ઠાકરશી ડાહ્યાભાઈ તથા વોરા કપૂર ત્રિકમ તથા વકીલ મૂલચંદ ચતુરભાઈ તથા વકીલ જીવણલાલ ફૂલચંદે મિસ્ટર એન્ડરસનની કંપની પાસેથી પ્લોટ નં. ૨૮ ની કુલ જમીન વાર ૯૬૮૦ રૂા. ૧૦૦૦-૦૦ અંકે એક હજાર રોકડા આપીને અઘાટ વેચાણ દસ્તાવેજ નં-૯૪થી વેચાણ રાખેલ તે જમીન તે શ્રાવકોએ ઝાલાવાડ પ્રાંતના મહેરબાન ડેપ્યુટી આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ સાહેબની કોર્ટમાં પોતાના નામ ઉપરથી કાઢી સદરહુ જમીન પ્લોટ નં. ૨૮ કુલ વાર ૯૬૮૦ શ્રાવક લોકોના મંદિર ખાતાના નામ ઉપર ટ્રાન્સફર કરવા અરજી આપતાં આ. પો. એજન્ટ ઝાલાવાડ તા. ૧૮-૫-૧૮૮૨ના રોજ મંજૂર કરેલ છે.
આ જમીન ઉપર સંવત ૧૯૪૨માં જિનમંદિર બાંધવાની શરૂઆત થઈ સંવત ૧૯૪રના પોષ વદિ ૮ શનિવારના રોજ વઢવાણ શહેર નિવાસી નગરશેઠ ઠાકરશી ડાહ્યાભાઇએ દેરાસરજીનું ખાતમુહૂર્ત કર્યું હતું, દેરાસરજીનું બાંધકામ વકીલ મૂલચંદ ચતુરભાઈએ તથા વકીલ જીવણલાલ ફૂલચંદે એકનિષ્ઠાથી કર્યું હતું. જૂના વઢવાણ કાંપમાં