Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia
View full book text
________________
પ્રકાશની હડફેટમાં અંધકાર
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં “પિતનપુર નગર. “અરવિન્દ રાજા. એ રાજાને પુરોહિત “વિશ્વભૂતિ.” એ પુરોહિતને બે પુત્ર “કમઠ” અને “મભૂતિ.” કમઠની પત્ની “વરુણા” અને મરુભૂતિની “વસુધરા.” વિશ્વભૂતિના અવસાન પછી ગૃહકાર્યધુરધર કમઠ થયે. મરુભૂતિનું જીવન વૈરાગ્યવાસિત અને ધર્માચરણપરાયણ છે, અને કમઠ સ્વછન્દી તેમજ અનાચરણ છે. પતિને સંપર્ક ન મળવાને લીધે ખિન્ન અને વિષgણ રહેતી મરુભૂતિની નવયૌવના અને રૂપવતી પત્ની ઉપર કમઠ મેહિત થાય છે. પરિણામે એ બને અનાચારમાં પડે છે. કમઠની પત્ની વરુણને આ વાતની ખબર પડે છે, અને મરુભૂતિને જણાવે છે. મારુભૂતિને એ વાતની–એ અનાચરણની જ્યારે ખાતરી થાય છે ત્યારે એક રાજા અરવિન્દની આગળ એ વાત રજૂ કરે છે. રાજાની આજ્ઞાથી કમઠને તિરસ્કારપૂર્ણ રીતે શહેરમાંથી નિર્વાસિત કરવામાં આવે છે. જંગલમાં શિવ” નામા તાપસને આશ્રય લઈ કમઠ તપાસવી બને છે. કમઠનું–પિતાના મોટા સોદરનું ધિક્કારપૂર્ણ નિર્વાસન થવા ઉપર મરુભૂતિને ઘણે અનુતાપ થાય છે, અને એની પાસે માફી માગવા જાય છે. જંગલમાં જ્યાં કમઠ છે ત્યાં જઈ એના પગમાં પડે છે. તે વખતે કમઠને ક્રોધાગ્નિ ભભૂકે છે. એ એના ઉપર શિલાપ્રહાર કરે છે અને મરુભૂતિનું મૃત્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com