Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia
View full book text
________________
( ૧૦ )
પ્રકાશની હડફેટમાં થાય છે. આર્તધ્યાનયુક્ત મૃત્યુ પામીને મરુભૂતિ વિધ્ય પર્વત ઉપર હાથી થાય છે. કમઠની પત્ની વરુણું કાલધર્મ પામીને એ ગજરાજની વલ્લભા (હાથી) થાય છે. રાજા અરવિન્દને આકાશમાં પથરાયેલા નદય મેઘને ક્ષણવારમાં છિન્નભિન્ન થતે જોઈ સંસારના અસાર અને નશ્વર પ્રપંચ ઉપરથી વૈરાગ્યભાવ પ્રાપ્ત થાય છે, અને આત્મભાવનાના ઉજજવલ બલે “અવધિજ્ઞાન પ્રકટ થાય છે. પછી એ ચારિત્રને અંગીકાર કરે છે. વિહરતા વિહરતા એ મુનિ સાગરદત્ત નામના સાર્થવાહના સાથે સાથે એક અટવીમાં આવે છે, જ્યાં એક સરવરના કિનારે એ સાર્થવાહ પડાવ નાંખે છે અને સાર્થક રસોઈપાણીના કામમાં લાગી જાય છે. મરુભૂતિને જીવ હાથી એ અટવીમાં વિહરતે હાથણીઓ સાથે એ તળાવે પાણી પીવા આવે છે. પાણી પી તળાવની પાળ ઉપર ચઢે છે અને વનવિસ્તારનું અવલોકન કરતાં પિલે સાર્થ જનસમૂહ એના જોવામાં આવે છે. માણસને જોતાં જ એને ક્રોધ ચઢે છે, અને એમની તરફ ગજેતે દેટ મૂકે છે. હાથીના ભયથી માણસો ભાગાભાગ કરવા લાગે છે. તે વખતે મુનિ અરવિન્દ ધ્યાનસ્થ બને છે. હાથી એ મહાત્માની પાસે આવતાં શાન્ત બને છે. પછી મુનિ એ પશુના કલ્યાણ માટે એને બધ આપતાં કહે છે :
હું રાજા અરવિન્દ! મારી ઓળખ પડે છે? જો ! તું ગયા ભવમાં મભૂતિ હતા. તે જન્મને યાદ કર. તે જન્મમાં તારી ધર્મભાવના કેવી હતી? યાદ કર અને પશુજાતિસુલભ મેહ, અજ્ઞાન અને અનાચરણને મૂકી દે. કલ્યાણસાધનાના માર્ગને યાદ કર. એ માર્ગ ઉપર પાછા આવી જા. જીવનને સુધાર અને કલ્યાણ સાધવાની દિશામાં તારા બળને ફેરવ.”
મુનિના તપઃપ્રભાવિત ઉપદેશના બળે હાથીના અંતઃકરણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com