Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia

View full book text
Previous | Next

Page 18
________________ (૧૪) પ્રકાશની હડફેટમાં સિંહના દારુણ આક્રમણથી મુનિનું મૃત્યુ થાય છે. સુવર્ણ બાહને સમાધિસ્થ આત્મા દશમા (પ્રાણત) દેવલોકમાં (વીશ સાગરોપમ આયુષ્યવાળો) દેવ થાય છે. અને મુનિવિદારક સિંહનો જીવ મરી ચેથી નરકભૂમિમાં (દશ સાગરોપમ આયુષ્યવાળો) નારક થાય છે. સુવર્ણબાહુને આત્મા દેવલોકમાંથી નીકળી “ કાશી”નરેશ “અશ્વસેન અને એમનાં ધર્મપત્ની “વામા દેવી એ મહાભાગ દંપતિને અહંન-તીર્થંકરના અવતારરૂપે પાર્થ” નામા પુત્ર થાય છે. રાજકુમારી શ્રીમતી “પ્રભાવતી” સાથે પાર્શ્વનાં લગ્ન થાય છે. કમઠને જીવ (સિંહને જીવ) થી નરકભૂમિમાંથી નીકળી ‘કઠ” નામા બ્રાહ્મણપુત્ર થાય છે. દરિદ્ર કઠ તાપસ બને છે, અને કાશીમાં આવે છે. જોકે એનાં પૂજન કરવા જાય છે. “પાર્થ” પણ તે સ્થળે પહોંચે છે, અને પંચાગ્નિતપ કરતા કઠને જુએ છે. આ (કઠ અને પાર્શ્વ) બને એક વખતના (કમઠ અને મરુભૂતિ નામના) સગા ભાઈઓ છે. કમઠનું તપ કષ્ટ-પંચાન્યાદિસાધનરૂપ તપશ્ચરણ લોકોને આકર્ષક બની રહ્યું છે. એ તપથી એ તાપસનાં માન-સમ્માન અને પૂજન પ્રસરી રહ્યાં છે. કુંડમાં બળતાં કાછો પૈકી એકની અન્દર સર્પ બળી રહ્યો છે એવું પાર્શ્વના જાણવામાં આવે છે. પાર્શ્વ એ લેકમાન્ય તપસ્વીને કહે છેઃ તપની સાથે દયાને સુયોગ ન હોય તે એ અજ્ઞાન ચેષ્ટા છે. ધર્મનાં પ્રાણ દયા છે. એ વગર ગમે તેટલું કણાનુષ્ઠાન વૃથા છે, વૃથા જ નહિ, પાપબન્ધક છે.” આ શિખામણ કઠને હિતકારક અથવા સન્તોષપ્રદ થવાને બદલે ક્રોધોત્પાદક બની. પોતાના તપસ્વી પદને એને અહંકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44