Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia
View full book text
________________
( ૧૮ )
પ્રકાશની હડફેટમાં
આત્મા પશુ(હાથી)ના જીવનમાં પણ સર્પથી કરડાઈ મરવા વખતે સુન્દર શુભ ધ્યાનને જાળવી શકે છે. અધ્યવસાયનુ વૈચિત્ર્ય અદ્ભુત છે, અગમ છે, અકળ છે.
હવે, અધ્યાત્મયોગની અન્તિમ ભૂમિકા ઉપર પહેાંચીને પાર્શ્વ કેવલજ્ઞાની અને છે. અને ત્યારે યથાર્થ અર્જુન્ અને તીર્થંકર થાય છે. શ્રી પાર્શ્વદેવ જનતાની આગળ પવિત્ર જ્ઞાનના પ્રસાર કરે છે અને કલ્યાણુસાધન તથા તેના સદ્ભૂત માગ ઉપર પ્રકાશ નાંખે છે. ઉજ્જવલ જ્ઞાન, ઉજ્જવલ ચારિત્ર અને ઉજ્જવલ ઉપદેશવડે લેાકપ્રદીપસમા શ્રી પાર્શ્વદેવ પેાતાનુ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પરમ કૈવલ્યધામને પ્રાપ્ત કરે છે. એ પ્રભુના નિર્વાણ પછી મહાવીરદેવનું નિર્વાણુ અહી સેા વર્ષે થયું. મહાવીરદેવનું નિર્વાણ થયાને ૨૪૭૨ વર્ષ થયાં. આજે મહાવીરનિર્વાણુ-સંવત્ ૨૪૭૩ છે.
આ આખ્યાનમાં જણાવેલા દશ ભવા— પ્રથમ ભવમાં–મરુભૂતિ અને કમઠ ( સગા ભાઇએ ). ખીજા ભવમાં-હાથી અને સ.
ત્રીજા ભવમાં-દેવલાક અને નરકભૂમિ. ચેાથા ભવમાંરાજા કિરણવેગ અને સાપ, પાંચમા ભવમાં-દેવલાક અને નરકભૂમિ, છઠ્ઠા ભવમાં–રાજા વજ્રનાભ અને ભિલ્લ. સાતમા ભવમાં-દેવલાક અને નરકભૂમિ. આઠમા ભવમાં-ચક્રવર્તી સુવર્ણ માહુ અને સિંહ. નવમા ભવમાં દેવલાક અને નરકભૂમિ. દશમા ભવમાં અર્જુન્ પાર્શ્વ અને કઠ ( તાપસ ).
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com