Book Title: Prakashni Hadfetma Andhakar tatha Suvarnabahu Rajano TapovanVihar
Author(s): Nyayavijay
Publisher: Chunilal Ghelachand Kapadia
View full book text
________________
એને આત્મા પુનઃ શમભાવની સ્થિતિમાં આવી જાય છે. કમઠ તાપસના શિલાપ્રહારથી મરણ પામતાં વેદનાજનિત આધ્યાનને ભેગ એ જરૂર બને છે, અને એના પરિણામે એ હાથીની ગતિમાં અવતરે છે; પણ એ ગતિમાં પશુસ્વભાવસુલભ અજ્ઞાન, મેહ, અનાચરણ હેવા છતાં એને મૃદુ તથા ભદ્ર આત્મા સત્સંગના યોગે ધમમાગ પર પુનઃ શીઘ આવી જાય છે, અને ધર્મ સંસ્કારને દઢપણે પષતે રહીને ઉત્તરોત્તર જન્મમાં ઉત્તરોત્તર આત્મવિકાસ અને કલ્યાણ-સાધન કરતે જાય છે. વૈરના સંસ્કાર એનામાં ન હોવાથી અને ધર્મભાવનાને પોષણ મળતું રહેવાથી એ આત્મા ઉત્તરોત્તર ઉચગતિમાં જાય છે અને આત્માગને વિકસ્વર બનાવતે જાય છે. એ આત્મા કમશઃ વધુ ને વધુ પ્રકાશરૂપ બનતું જાય છે, જ્યારે કમઠને છવ વૈરના સંસ્કારને કમઠના ભવથીજ સાથે વીંઢારતે હેઈ તે તે ભવમાં સાપ કે જંગલી માણસ થઈ એ મહાત્માની હડફેટમાં આવે છે, અને વગર કારણે એ સાને પ્રાણાન્તક દુઃખ આપે છે. ભવાન્તરપ્રવાહિત દુસંસ્કારના બલે કોવિકારને શિકાર થઈ એ પુણ્યતિ પુરુષને પીડતે જાય છે અને પિતાને વિનિપાત વધારતે જાય છે. અત્પાકારમૂત્તિ''પિતાની દુષ્ટતાને પર બતાવે છે, જ્યારે “પ્રકાશમતિ' એ અન્ધકારને જીવલેણ વળગાડને અસાધારણ શમભાવ અને ઉત્તમ મહાનુભાવતાથી સહન કરે છે. એકને દેદીપ્યમાન સમભાવ એને ઊર્ધ્વગામી બનાવે છે, જ્યારે અન્યનો જૂર કષાયભાવ એને અધોગતિમાં-દુખમયી દુર્ગતિમાં પટકે છે. પ્રકાશની હડકેટમાં અલ્પકાર આવે છે, અને છતાં પ્રકાશની દેદીપ્યમાન દીપ્તિ પ્રસરતી રહે છે. આ સંધર્ષનું પૂર્ણ વિરામ વાચક કથામાં જેશે.
અક્ષય-તૃતીયા, સં. ૨૦૦૩ પાટણ
ઈ
લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com