Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
View full book text
________________
પ્રાચીન સજઝાય મહેદીધ ભાગ-૧ એમ ચિંતી વસ્ત્ર આડું કરે, બેકડે ઉતરી જાવે રે; ઉતરે ત્યાં તેને આંસુ પડે, ત્યાં તે અણગાર તે આવે રે. આંસુ દેખી મુનિ હો પલકીયું, ચિંતે શેઠ તે આમ રે; એ મુનિ ત્રણ વેળા હસવું કરે, શું કામ એણે ઠામ રે એમ તિહાં શેઠ મનમાં ચિંતવી, ખાઈ પછી મુખવાસ રે, ઉઠી તિહાંથી પૌષધશાળામાં, જઈ બેઠે મુનિ પાસ રે. મુનિ ને પૂછે તમે હાસ્ય કર્યું, ત્રણવાર કાજે રે; તેનું કારણ આવી પૂછવા, કહે મહેર કરી મહારાજ રે. પહેલા ચિતારાને ભલામણ કરું, ત્યાં કરી તમે હાંસી રે; ઘરનું કામ રે કેણ કરતાં નથી, દેખી થયે નિરાશી રે. તેનું કારણ મુજને કીજીએ, જેમ મન રાજી થાય રે; મુનિ કહે તુજ પૂછશ્યને કામ નહિ, સુણ દેવાનુપ્રિય ભાઈ રે. તો પણ શેઠે લીધે હઠ આકર, મુનિ બોલ્યા તેણુ વાર રે સાત દિવસનું છે તુજ આઉખું, સાંઝે કરીશ તું કાળ રે. મહેલની ભલામણ તે જગમાં દીયે, કંઈ તારું ભાતું ન થાવે રે, તેહ થકી મને હસવું આવીયું, એ કારણું પરભાવે રે. શેઠે પૂછીચું વળી મુનિવર ભણી, સ્પે રેગે મુજ કાળ રે; મુનિ કહે શુળ થાશે કપાળમાં, આકર રોગ પ્રકાર છે. જીવ આ તિમ જાશે એકલ, પરભવ નહિ સથવારો રે; પુત્ર માતા પરિગ્રહ અસાર છે, કલત્રાદિક પરિવાર રે. વનમાં એક વટવૃક્ષ માટે હિતે, બહેની શાખા જેહની રે; પંખી ત્યાં આશરો લેતાં ઘણાં, શીતલ છાંયા તેહની રે. દવ તિહાં લાગ્યો માંડયા ઉડવા, રહે એકીલ તરૂ સાર રે; તેમ જીવ પરભવ જાતાં એકલો, પાપ છે દુઃખ દેનાર રે. જેમ કે શહેર રાજકુંવર હતું, એકલે ગયે પરદેશે રે; ભાતું ન લીધું રે મુંઝાણે ઘણે, તમ પરભવ દુઃખ સહશે રે. જેમ કે મહેમાન જ ઘેર આવી, તેને જાતા શી વાર રે, એમ ઉઠી ઓચિંતુ ચાલવું, જુએ ન નક્ષત્ર તીથી વાર રે. ઘરનાં કામ તે સર્વ અધવચ રહ્યાં, કેઈથી દુ:ખન વહેચાય રે; તું ભલામણ દેતે હતે મહેલની, પણ પરભવમાં શું થાય છે. વાલેસર વિના એકજ ઘડી, નવિ સેહાતું લગાર રે; તે વિના જન્મારો વહી ગયે, નહિ કાગળ સમાચારો રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org