Book Title: Prachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Author(s): Shah Indrachand Dhanraj Dhoka Adoni AP
Publisher: Shah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP

View full book text
Previous | Next

Page 559
________________ ૫on ] પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૧ સેના ચુડલો ગુજરીના ઘાટ, છલા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પહોંચી ને વાંક સેનેરી, ચંદન ચુડીની શોભા ભલેરી. કલાં સાંકળા ઉપર સિંહમોરા, મરક્ત બહુ મૂલા નંગ ભલેરા, તુલશી પાટીયાં જડાવ જોઈએ, કાલી કંઠીથી મનડું મહિએ. કાંઠલી સેહીએ ઘુઘરી ચાળી, મનડું લેભાયે જીમણું ભાળી, નવસેરો હાર મોતીની માળા, કોને ટટડા સેનીટી માળા. મેચકણિયા જોઈએ મૂલ્ય ઝાઝાનાં, ઝીણું મેતી પણ પાણ તાજાનાં, નીલવટ ટીલડી શેભે બહુ સારી, ઉપર દામણી મુલની ભારી. ચીર ચુંદડી ઘરાળાં સાડી, પાલી પટલી માંગશે દહાડી. બાંટ ચુંદડીઓ કસબી સોહિએ, દશેરા દિવાળી પહેરવા જોઈએ; મેઘાં મૂલનાં કમખાં કહેવાય, એવડું નેમથી પુરૂ કેમ થાય. માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પુરૂં શી રીતે થાય; ત્યારે લક્ષ્મીજી બેલ્યા પટરાણી, દીયરનાં મનની વાતો મેં જાણી. તમારૂં વયણ માથે ધરીશું, બેઉનું પુરૂ એમ કરીશું; માટે પરણેને અનુપમ નારી, તમારો ભાઈ દેવ મોરારી. બત્રીસ હજાર નારી છે જેહને, એકને પાડ ચડશે તેહને; માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરું ઘર અજવાળે. એવું સાંભળી નેમ ત્યાં હસિયા, ભાભીના બેલ રદયમાં વસીયા; ત્યાં કૃષ્ણને દીધી વઘાઈ, નિચે પરણશે તમારો ભાઈ. ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. નેમજી કેરો વિવાહ ત્યાં કીધા, શુભ લગ્નનો દિવસ લીધે; મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, નેમને નિત્ય ફુલેકાં થાય. પીઠી ચળે ને માનિની ગાય, ધવલ મંગળ અતિ વરતાય; તરીયા તોરણ બાંધ્યા છે બહાર, મળી ગાય છે સહાગણ નાર. જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મોરારી; વહુવારૂ વાત કરે છે છાને, નહિ રહિયે ઘેર ને જાઈશું જાને. છપ્પન કરોડ જાદવને સાથ, ભેળા કૃષ્ણ અને બળભદ્ર ભ્રાત; ચડીયા ઘાંડલે મ્યાના અસવાર, સુખ પાલ કેરો લાધે નહિ પાર. ગાડાવેલ ને બગીઓ બહુ જેડી, મ્યાના ગાડીએ જેતર્યા ધરી; બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સેવન મુગટ હીરલે જડિયા. કડા પોંચી બાજુ બંધ કશીયા, શાલ દુશાલ ઓઢે છે રસીયા; છપ્પન કરી તે બરોબરીયા જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું. ૪૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588