________________
લેખની ભાષા :- લેખની ભાષા સંબંધે વાત કરવી હોય તો એટલું તો ચોક્કસ કહી શકાય કે શુદ્ધ પ્રાકૃતમાં પ્રાપ્ત લેખો ઓછા હશે. પ્રાકૃતમાં થતા વ્યંજન વ્યત્યયના કારણે લેખમાં કદાચ આચાર્ય-શ્રાવક-ગચ્છ વગેરેના સાચા નામ ઓળખવાની માથાકૂટ વધી જાય. આ જ કારણે કદાચ શુદ્ધ પ્રાકૃતમાં લેખો ઓછા લખાયા હશે.
વિદ્વાન સાધુ ભગવંતો કે શ્રાવકો દ્વારા લખાયા હોય તેથી પ્રૌઢ સંસ્કૃતમાં પ્રાપ્ત પ્રતિમાલેખોની સંખ્યા પ્રમાણમાં સારી છે.
છતાં એવું પણ ખરું કે ઘણા ખરા લેખો તો મિશ્ર સંસ્કૃતમાં (?) જોવા મળે છે. ક્યાંય વિભક્તિરહિતત્વ ક્યાંક પૂર્વા-પરસંબંધરહિતત્વ પણ હોય તેવું લાગે છે. અલબત્ત આ બધાની વચ્ચે પણ લેખો ભાવ કાઢી શકાય તેટલા તો સ્પષ્ટ હોય. આવા લેખો તે વખતે કોઈ મહાત્મા લખી આપતા હોય તેવું મન માનતું નથી. અમને તો એવું લાગે છે કે શ્રાવકો ગામના કોઈ શ્રાવક પાસે પ્રતિમાલેખો લખાવતા હશે કે પોતે મતિવિજ્ઞાનથી જાતે લેખો લખતા હશે.
લેખની શૈલી-પ્રાપ્તવ્ય :- વિક્રમના ૭-૮ સૈકાની પ્રતિમાજીઓ ઘણું કરીને લેખ વગરની મળે છે. પછીની કેટલીક લેખવાળી તો કેટલીક લેખ વગરની મળે છે.
ભટ્ટારક-મહંત-મંત્રી-વ્યવહાર-શ્રેષ્ઠી-શ્રાવક-સાધુ જેવા વિશેષણવાચક નામો માટે મ.-મહં-.-વ્ય.--શ્રી.-સી. જેવી સંજ્ઞાઓ પુત્ર-સુત-ભાર્યાભર્તુ જેવા સંબંધવાચક નામોના સ્થાને પુ.-સુ.મ.-X. જેવી સંજ્ઞાઓ જોવા મળે છે. તોશી-કોસી ના સ્થાનો તો. સોની ના સ્થાને સો. જોવા મળે છે. ઘણું કરીને લેખોમાં રિત:/ત/તા ના સ્થાને છે. અને પ્રતિષ્ઠિત-તન્તા ના સ્થાને પ્ર. હોય છે.
પ્રભુજીને ભરાવવાના - ‘માતૃપિતૃશ્રેયસે-ગાત્મયોર્થ-સ્વયુદ્દેવ શ્રેયસેગુરુભક્તિનિમિત્તે-સુય:સુક્વાર્થ” જેવા નિમિત્તો, ક્યાંક ક્યાંક ગુરુ ભગવંતો માટે ‘સુવિદિતમાપ્રકાશવ-અટ્ટાર-Tચ્છનીયા' જેવા વિશેષણો અને શ્રાવકો માટે ‘પરમસુશ્રાવક-શ્રાદ્ધ-ધર્મોદ્યોતર ઢસતિવ્રતધારસંધનાયક-ગુરુદ્વેવમા' જેવા વિશેષણો વાંચવા-જોવા મળે છે.