________________
માસ્તર હીરાલાલ રણછોડદાસ-માસ્તર નાનચંદ કપૂરચંદ પાસે વિ.સં. ૨૦૦૬માં તૈયાર કરાવેલ સુરત-જિનપ્રતિમા લેખસંગ્રહના પ્રકાશનની પૂર્વતૈયારી રૂપે છે.
પૂ. શાસનસમ્રાટું શ્રીના નામે હરહંમેશ શાસન માટે કશુંક કરવાની તૈયારી, પૂ. બન્ને મોટા મહારાજ (પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.-પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના સતત મળતા આશીર્વાદ, સહવર્તી સર્વે મુનિભગવંતોના સહકાર, સુંદર પ્રિન્ટિંગ કરી આપનાર ભરતભાઈનો પુરુષાર્થ, હંમેશ અમારી સાથે રહેનાર રાજુસાંતારામની મહેનત - આ બધાનો સરવાળો એટલે જ પ્રસ્તુત પ્રકાશન.
પં. શ્રી શ્રીચંદ્રવિજય ગણિ, મુનિ શ્રી શ્રુતચંદ્રવિજય તથા મુનિ શ્રી સુજશચંદ્રવિજયજીએ ખૂબ મહેનતપૂર્વક સોજીત્રાના લેખોનો સંગ્રહ કર્યો હતો એ પણ કેમ ભુલાય ?
અમારા આ પ્રકારના પ્રથમ પ્રયાસમાં અમારી ક્ષતિઓ તો રહી હશે તો એ તરફ અંગૂલિનિર્દેશ કરી વિદ્વવજનો યોગ્ય માર્ગદર્શન આપશે એ જ અમારી અપેક્ષા છે.
વધુ તો શું લખવું? अस्त्याधारोऽर्हत्प्रतिच्छन्द एषः, सौम्याकारो निर्विकारोऽद्वितीयः । सद्भावाप्तिर्दशनाद् यस्य पुंसां, संजायेत प्रायसो दोषनाशः ॥
(૩૫. શ્રી ક્ષેમકલ્યાણની કૃત નૈનતીર્થાવસ્તીવિંશિવI) સૌમ્ય-નિર્વકાર અને અદ્વિતીય સ્વરૂપવાળા આ જિનબિંબો ભવસમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને માટે આધાર સ્વરૂપ છે. જેમના દર્શનથી (જોવાથી) મનુષ્યને સદ્ભાવ (સમ્યગ્દર્શનની) પ્રાપ્તિ થાય છે અને દોષોનો નાશ થાય છે.
તે તે કાળે શાસનપ્રભાવક એવા મહાપુરુષો દ્વારા પ્રતિષ્ઠિત જિનબિંબોનું દર્શન-વંદન-પૂજન તમને અમને અને સહુને શાશ્વત સુખના ભાગી બનાવે એ જ અપેક્ષા સહ...
મહા સુદ-૫ (વસંતપંચમી) પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. (અશોકદાદા)ની ચોથી વાર્ષિક પુણ્યતિથિ
લિ. આ. સોમચંદ્રસૂરિ.