________________
આડકતરી રીતે આ લેખોમાંથી ગચ્છની ઉત્પત્તિ-સ્થિતિકાળ, આચાર્યાદિનો સત્તાકાળ-વિહારક્ષેત્ર-શાસનપ્રભાવનાના કાર્યો, તેમના પ્રભાવક પૂર્વપુરુષો શિષ્યો-શ્રાવકોના જ્ઞાતિ-વંશસંબંધી માહિતી તેમજ જૈનોના રાજકીય-સામાજિક પ્રભુત્વ વિષયની માહિતી મળે છે. પ્રસ્તુત લેખસંગ્રહનું વૈશિશ્ય :
લેખ નં. ૧૨ :- આ પ્રતિમાજી જમનપુરના છે. તે અને લેખ નં. ૨૪૭-૨૪૮ ના ઊંઝા સ્થિત પ્રતિમાજી એક જ સ્થળે એક જ દિવસે-એકજ આચાર્ય મ. પાસે પ્રતિષ્ઠિત (પ્રાણ પ્રતિષ્ઠિત) થયા હશે. ત્રણે પરિકર-ગાદી એક જ શ્રાવકે પધરાવ્યા હશે.
લેખ નં. ૧૫૭ :- આ પ્રતિમાજી કલિકાલસર્વજ્ઞના હાથે પ્રતિષ્ઠિત (પ્રાણપ્રતિષ્ઠિત) થયા હશે. લેખની શરૂઆતમાં મૂકેલું ‘પ્રભુ શ્રી હેમચંદ્રસૂરિમિ:' પદ આ વાતની સાક્ષી પૂરે છે.
લેખ નં. ૧૮૭ :- કપૂરિયા ગચ્છ, લેખ નં. ૨૯૦-સોરઠગચ્છ, લેખ નં. ૨૦૩/૨૧૦ પલ્લિકીયગચ્છ, લેખ નં. ૩પ-પૈવગચ્છ-આ બધા ગચ્છો સંબંધી માહિતી ખૂબ અલ્પ મળે છે. ' લેખ નં. ૨૨૮ :- જે કાળે ગુરુમૂર્તિની સ્થાપના ઓછી થતી તે કાળની પ્રાચીન મૂર્તિ. લેખસંગ્રાહક પૂ. વિશાલવિજયજી મહારાજે પણ ટીપ્પણમાં તેનું વૈશિષ્ટય જણાવ્યું છે.
લેખ નં. ૨૨૯ :- સં. ૧૩૮૯ નો સમલીવિહારનો પટ્ટ. આ પટ્ટ ભરૂચના સમડીવિહારનો નથી, પરંતુ કાલિદ્રીના મહાવીરચૈત્યમાં અનશન કરી મૃત્યુ પામેલ જીવવિશેષનો છે. અહીં ‘સવની' શબ્દથી શું અભિપ્રેત છે પંખી કે વ્યક્તિ ? તેનો નિર્ણય પટ્ટ જોઈને જ થઈ શકે.
લેખ નં. ૨૫૧ :- લેખસંગ્રહ સંબંધી પુસ્તકોમાંથી પ્રાપ્ત લેખોના ' આધારે એટલું કહી શકાય કે લેખાંકિત યક્ષપ્રતિમાઓમાં પ્રાયઃ આ સૌથી પ્રાચીન યક્ષપ્રતિમા હશે.
લેખ નં. ૨૮૩ :- જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી મ.ની
મૂર્તિ.