________________
આવતી હશે અને લેખ લખવાનો વિચાર પણ એટલો વ્યાપક નહીં હોય. તેથી મૂર્તિનો પાછલો ભાગ એટલો વ્યવસ્થિત ન રહેતો. જેમ-જેમ તે કળા વિકસતી ગઈ તેમ-તેમ લેખ લખવાની વિચારણાનો પણ વિકાસ થતો ગયો. ફલતઃ એકલબીંબના સ્થાને ત્રણતીર્થી-પંચતીર્થી-ચોવીશી નિર્માણ પામી અને પાછળનો ભાગ પણ વ્યવસ્થિત થયો. xxx'
ટૂંકમાં સર્વે પ્રતિમાજીમાં પહેલા જગ્યાના અભાવે સંવત્ (વર્ષ)પ્રતિષ્ઠાકારક આચાર્યનું નામ-ગચ્છનું નામ વગેરે સીમિત હકીકતો જ લખાતી હતી. તે હકીકતો મૂર્તિકળાના વિકાસની સાથે પ્રતિષ્ઠાકારક આચાર્યની પરંપરા-ગ્રહસ્થોના નામ-જ્ઞાતિ-વંશાવલિ-નગર-પ્રતિષ્ઠાસ્થળ વગેરે બાબતોથી પુષ્ટ થવા લાગી.
લેખોના સંગ્રહનો પ્રારંભ :- મુસ્લિમ વગેરે અન્ય ધર્મિઓના આક્રમણમાં પત્થર (પાષાણ) વેલુ કે તેના જેવા દ્રવ્યથી બનેલ પ્રતિમાજીને ઘણું નુકશાન થયું હતું તે કાળે તેનાથી અપેક્ષાએ ઘણું ઓછું નુકશાન ધાતુની પ્રતિમાજીને થયું હશે તેથી હાલ પણ ૧૨મી થી ૧૮મી શતાબ્દિના સેંકડો ધાતુપ્રતિમા ઉજ્જવળ ઈતિહાસના પુરાવા રૂપે વિદ્યમાન છે.
પરંતુ જેમ-જેમ કાળ પસાર થતો ગયો તેમ-તેમ તે પ્રતિમાજીને પ્રક્ષાલ-પૂજન વગેરેથી ઘસારો પહોંચ્યો અને તે લેખો અસ્પષ્ટ (ઝાંખા) થવા લાગ્યા. તે કારણથી પૂ. બુદ્ધિસાગરસૂરિજી મ., પૂ. ધર્મસૂરિજી મ. (કાશીવાળા), પૂ. વિદ્યાવિજયજી મ., પૂ. જયંતવિજયજી મ., પૂ. કાંતિવિજયજી મ., પૂ. વિશાલવિજયજી મ. પૂ. કાંતિસાગરજી મ. જેવા વિદ્વાન ગુરુભગવંતો, વિદ્વદર્ય જિનવિજયજી, ડૉ. ભાડારકર, ડૉ. અત્રે, ડૉ. ગૌરીશંકર ઓઝા, ડૉ.નાથુરામ પ્રેમી, અગરચંદજી નાહટા, ભંવરલાલજી નાહટા, લક્ષ્મણભાઈ ભોજક, મધુસુદનભાઈ ઢાંકી, મહો. વિનયસાગરજી જેવા ભારતીય પ્રાચીન લીપિન્નો અને ડૉ. બહુલર, ડૉ. ગોરોનેટ, ડૉ. હેન્સી કાઉન્સેલ જેવા વિદેશીય વિદ્વાનોએ લેખોનો સંગ્રહ કરી ઈતિહાસની કડિઓને જોડવાનો ખૂબ પુરુષાર્થ કર્યો અને તેની સિદ્ધિ સ્વરૂપે અનેક પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ જિનમંદિરોની-ગચ્છોની-આચાર્યોની રાજાદિ- જનમા શ્રેષ્ઠીઓની-જ્ઞાતિઓની-શ્રાવકોની ઘણી અપ્રાપ્ય એવી માહિતી પ્રાપ્ત થઈ.