Book Title: Prachin Lekhankala ane tena Sadhano Author(s): Punyavijay Publisher: L D Indology Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશકીય આપણા પ્રાચીન ગ્રંથો એ અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર સમાન છે. આપણી સંસ્કૃતિમાં જ્ઞાનનું અનેરું મહત્ત્વ હોવાને કારણે આ ગ્રંથો સચવાયા છે. આપણા દેશમાં દરેક પરંપરાએ યથાસંભવ ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. તેમાંય જૈનોએ વિશેષ જતન કરી જ્ઞાનભંડારો જાળવ્યા છે તેથી જ આજે જૈન જ્ઞાનભંડારોની સુવ્યવસ્થા આશ્ચર્ય પમાડે તેવી છે તેમજ અન્યોને પ્રેરણા આપનારી પણ છે. આની પાછળ અનેક સદીઓની સાધના પણ છે. ગ્રંથોનું લેખન, સંરક્ષણ અને સંમાર્જનની એક વિશિષ્ટ પરંપરા વિકસી હતી અને તે અનુસાર ગ્રંથોનું સંરક્ષણ થતું હતું. પરંતુ દુર્ભાગ્યે આજે તે પરંપરા અદશ્ય થઈ. રહી છે. લેખન કળા લુપ્ત થઈ રહી છે. આથી આપણી સહુની ફરજ બને છે કે આપણે લુપ્ત થતી કળાને બચાવી લઈએ ! આ માટે આવશ્યક છે આપણી પ્રાચીનકળાને જાણવાની. આ દિશામાં આગમપ્રભાકર મુનિરાજ શ્રીપુણ્યવિજયજીએ પાયાનું કામ કર્યું છે. તેમણે પાટણ, અમદાવાદ, ખંભાત અને જેસલમેર ના જ્ઞાનભંડારોનું અભૂતપૂર્વ રીતે સંરક્ષણ કરેલું. આ ઉપરાંત અન્ય અનેક ભંડારો સુવ્યવસ્થિત કર્યા હતાં. હસ્તપ્રત વિદ્યાના તેઓ નિષ્ણાત હતા. તેમણે સં. ૧૯૭૯માં એક સંક્ષિપ્ત છતાંય બધી જ માહિતીને આવરી લેતો લેખ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો લખેલો અને તે પુરાતત્ત્વ નામના ત્રૈમાસિકમાં છપાયો હતો. તે લેખ જ અહીં પુસ્તિકામાં પુનઃમુદ્રિત કરવામાં આવી રહ્યો છે. આશા છે કે હસ્તપ્રતવિદ્યાના રસિકોને આ લેખ ઉપયોગી થશે. એપ્રિલ - ૨૦૦૭ ત્તેિન્દ્ર બી. શાહ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34