Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૩. શાહી આદિ તાડપત્રની કાળી શાહી–આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહી બનાવવાનું યથેષ્ટ સ્પષ્ટ વિધાન પણ મળતું નથી. તેમ છતાં કેટલાંક પરચૂરણ પાનાંઓમાં તેના વિધાનની જે જુદા જુદા પ્રકારની કાંઈક સ્પષ્ટ અને કાંઈક અસ્પષ્ટ એવી નોંધો મળે છે, તેનો ઉતારો જ માત્ર આ સ્થળે કરીશ. પ્રથમ પ્રકાર સવ-ભૂંડ રિહર્તા, વાસીસં નોદમેવ નીતી ઘા समकज्जलबोलयुता, भवति मषी ताडपत्राणाम् ॥१॥ व्याख्या-सहवरेति कांटासेहरीओ (धमासो) । भृङ्गेति भांगुरओ । त्रिफला प्रसिद्धैव । कासीसमिति कसीसम्, येन काष्ठादि रज्यते । लोहमिति लोहचूर्णम् । नीलिति गलीनिष्पादको वृक्षः तद्रसः । रसं विना सर्वेषां० उत्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवर्तितकज्जलबालयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमषी મવતીતિ છે” આમાં દરેકનું પ્રમાણ કેટલું એ સ્પષ્ટ થતું નથી. જો કે આમાં બધી વસ્તુઓને મેળવ્યા પછી કાંઈ કરવાનું લખ્યું નથી, તો પણ એટલું જાણવું જોઈએ કે તાંબાની કડાઈમાં નાંખી તેને ખૂબ ઘૂટવું, જેથી દરેક વસ્તુ એકરસ થઈ જાય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34