Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004575/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનો આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. : પ્રકાશક : લા. દ. ભારતીય સંસ્કૃતિ વિધામંદિર ગુજ. યુનિ. પાસે, નવરંગપુરા, અમદાવાદ - ૯. 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનો (આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો) આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. भारतीय कीय सरल : ૯ics = મજ पदाबाद લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગુજ. યુનિ. પાસે, નવરંગપુરા, અમદાવાદ-૯, 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનો આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. પ્રકાશક : લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગુજ. યુનિ. પાસે, નવરંગપુરા. અમદાવાદ-૯, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭ પ્રત : પOO કિંમત : રૂ. ૨૦/ 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આપણા પ્રાચીન ગ્રંથો એ અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર સમાન છે. આપણી સંસ્કૃતિમાં જ્ઞાનનું અનેરું મહત્ત્વ હોવાને કારણે આ ગ્રંથો સચવાયા છે. આપણા દેશમાં દરેક પરંપરાએ યથાસંભવ ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. તેમાંય જૈનોએ વિશેષ જતન કરી જ્ઞાનભંડારો જાળવ્યા છે તેથી જ આજે જૈન જ્ઞાનભંડારોની સુવ્યવસ્થા આશ્ચર્ય પમાડે તેવી છે તેમજ અન્યોને પ્રેરણા આપનારી પણ છે. આની પાછળ અનેક સદીઓની સાધના પણ છે. ગ્રંથોનું લેખન, સંરક્ષણ અને સંમાર્જનની એક વિશિષ્ટ પરંપરા વિકસી હતી અને તે અનુસાર ગ્રંથોનું સંરક્ષણ થતું હતું. પરંતુ દુર્ભાગ્યે આજે તે પરંપરા અદશ્ય થઈ. રહી છે. લેખન કળા લુપ્ત થઈ રહી છે. આથી આપણી સહુની ફરજ બને છે કે આપણે લુપ્ત થતી કળાને બચાવી લઈએ ! આ માટે આવશ્યક છે આપણી પ્રાચીનકળાને જાણવાની. આ દિશામાં આગમપ્રભાકર મુનિરાજ શ્રીપુણ્યવિજયજીએ પાયાનું કામ કર્યું છે. તેમણે પાટણ, અમદાવાદ, ખંભાત અને જેસલમેર ના જ્ઞાનભંડારોનું અભૂતપૂર્વ રીતે સંરક્ષણ કરેલું. આ ઉપરાંત અન્ય અનેક ભંડારો સુવ્યવસ્થિત કર્યા હતાં. હસ્તપ્રત વિદ્યાના તેઓ નિષ્ણાત હતા. તેમણે સં. ૧૯૭૯માં એક સંક્ષિપ્ત છતાંય બધી જ માહિતીને આવરી લેતો લેખ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો લખેલો અને તે પુરાતત્ત્વ નામના ત્રૈમાસિકમાં છપાયો હતો. તે લેખ જ અહીં પુસ્તિકામાં પુનઃમુદ્રિત કરવામાં આવી રહ્યો છે. આશા છે કે હસ્તપ્રતવિદ્યાના રસિકોને આ લેખ ઉપયોગી થશે. એપ્રિલ - ૨૦૦૭ ત્તેિન્દ્ર બી. શાહ 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનો પાશ્ચાત્ય યાંત્રિક આવિષ્કારના યુગમાં અનેક કળાઓને વિચાર્યા પછી તેના પુનરુદ્ધાર માટે અનેક પ્રયત્નો કરવા છતાં તેમાં આપણે સફળતા મેળવી શક્યા નથી, તેમ મુદ્રણકળાના પ્રભાવથી અદશ્ય થનારી લેખનકળાને માટે પણ બનવાનો પ્રસંગ આપણી નજર સામે આવવા લાગ્યો છે. આજથી પચીસ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં લહિયાઓના વંશો હતા, જેઓ પરંપરાથી પુસ્તક લખવાનો જ ધંધો કરતા હતા. પરંતુ મુદ્રણકળાના યુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનાર ઘટતાં તેઓએ પોતાની સંતતિને અન્ય ઉદ્યોગ તરફ વાળી. પરિણામ એ આવ્યું કે, જે લહિયાઓને એક હજાર શ્લોક લખવા માટે બે, ત્રણ અને સારામાં સારો લહિયો હોય તો, ચાર રૂપિયા આપવામાં આવતા હતા, અને તેઓ જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ–નકલ લખતા તેવા શુદ્ધ 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ સુંદર આદર્શ કરવા માટે અત્યારે આપણે દર હજારે દશથી પંદર રૂપિયા આપીએ તો પણ તેનો લેખક કોઈ વિરલ જ મળી શકે; અને તાડપત્રની પુરાતન પ્રતિ ઉપરથી નકલ કરનાર તો ભાગ્યે જ મળે અથવા ન પણ મળે. લહિયાઓના આ ભયંકર દુષ્કાળમાં લેખનકળા અને તેનાં સાધનોનો અભાવ અવશ્ય થશે એ સ્વાભાવિક છે. આ પ્રમાણે અનેક શતાબ્દીઓ પર્યત ભારતવર્ષ દ્વારા અને અંતિમ શતાબ્દીઓમાં જૈન મુનિઓના પ્રયાસ દ્વારા જીવન ધારી રહેલ લેખનકળા અત્યારે લગભગ નાશ પામવા આવી છે. આ લુપ્ત થી કળા વિશેની માહિતી પણ લુપ્ત થતી જાય છે. ઉ. તરીકે, તાડપત્ર પર લખવાની રીત લગભગ ભુલાઈ ગઈ છે. તાડપત્ર પર જે લીલાપણું તેમ જ ચળકાટ હોય છે કે જે શાહીને ટકવા દેતા નથી, તે કાઢી નાખવાનો વિધિ મળી શકતો નથી. આવી સ્થિતિમાં આ કળાનાં સાધનો વિશે જે કાંઈ માહિતી મળે તે નોંધી રાખવી જોઈએ. આ કળાના ભાવિ ઇતિહાસકારને ઉપયોગી થાય એ દૃષ્ટિથી મેં મને મળેલી હકીકતોનો આ લેખમાં સંગ્રહ કર્યો છે. વર્ણનની સુગમતા પડે માટે લેખનકળાનાં સાધનોનું હું નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં નિરૂપણ કરીશ : (૧) તાડપત્ર, કાગળ આદિ, (૨) કલમ, પીંછી, આદિ અને (૩) શાહિ આદિ. આ પછી પુસ્તકોના પ્રકાર, લહિયાઓના કેટલાક રિવાજ, ટેવો ઇત્યાદિની માહિતી આપી છે. 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. તાડપત્ર, કાગળ આદિ તાડપત્રતાડનાં ઝાડ બે પ્રકારનાં થાય છે : (૧) ખરતાડ, અને (૨) શ્રીતાડ. ગુજરાતી ભૂમિમાં જે તાડનાં વૃક્ષો અત્યારે વિદ્યમાન છે, તે ખરતાડ છે. આ વૃક્ષનાં પત્રો સ્થૂલ, લંબાઈ—પહોળાઈમાં ટૂંકાં તેમ જ નવાં હોય ત્યારે પણ સહેજ ટક્કર કે આંચકો લાગતાં તૂટી જાય તેવાં એટલે કે બરડ હોય છે. માટે પુસ્તક લખવાના કાર્યમાં તેનો ઉપયોગ કરાતો નથી. શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં થાય છે. તેનાં પાંદડાં (પત્રો) શ્લક્ષ્ણ, લાંબા, પહોળાં તેમ જ સુકુમાર હોવાથી ઘણા વાળવામાં આવે તો પણ ભાગવાનો ભય રહેતો નથી.૪ જો કે કેટલાંક તાડપત્રો શ્લક્ષણ તેમ જ લાંબાં—પહોળાં હોવા છતાં કાંઈક બરડ હોય છે, તથાપિ તેના ટકાઉપણા માટે અંદેશો રાખવા જેવું નથી રહેતું. આ શ્રીતાડનાં પત્રોનો જ પુસ્તક લખવા માટે ઉપયોગ કરાતો અને હજુ પણ તે તે દેશમાં પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ થાય છે. કાગળ—જેમ આજકાલ ભિન્ન-ભિન્ન પ્રદેશમાં ભિન્નભિન્ન જાતિના કાગળો બને છે, તેમ પુરાતનકાળમાં અને અત્યાર પર્યંત આપણા દેશના દરેક વિભાગમાં પોતપોતાની ખપત તેમ જ જરૂરિયાત પ્રમાણે ભૂંગળિયા, સાહેબખાની આદિ અનેક પ્રકારના કાગળો બનતા અને તેમાંથી જેને જે સારા તથા ટકાઉ લાગતા તેનો તે પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. પણ આજકાલ આપણા ગુજરાતમાં પુસ્તકો લખવા માટે અમદાવાદી 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ તેમ જ કાશ્મીરી કાગળનો જ ઉપયોગ કરાય છે. તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો મુખ્યતયા વાપરવામાં આવે છે, કારણ કે કાશમીરમાં જે સારા તેમ જ ટકાઉ કાગળો બને છે તેને ત્યાંના સ્ટેટ તરફથી પોતાના દતરી કામ માટે લઈ લેવામાં આવે છે. એટલે કોઈ ખાસ લાગવગ હોય તો પણ માત્ર અમુક ઘા કાગળ ત્યાંથી મેળવી શકાય છે. આ કાગળો રેશમના બનતા હોઈ એટલા બધા મજબૂત હોય છે કે તેને ઘણા જોરથી આંચકો મારવામાં આવે તો પણ એકાએક ફાટે નહિ. આ સ્થળે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ, કે પુસ્તક લખવા માટે જે કાગળો આવે છે તે ત્યાંથી ચૂંટાઈને જ આવે છે : તથાપિ તેને શરદીની હવા લાગવાથી તેનો ઘંટો ઊતરી જાય છે. ઘંટો ઊતરી ગયા પછી તેના ઉપર લખતાં અક્ષરો ફૂટી જાય છે, અથવા શાહી ટકી શકતી નથી. માટે તે કાગળોને ધોળી ફટકડીના પાણીમાં બોળી સુકાવવા પડે છે, અને કાંઈક લીલા– સૂકા જેવા થાય એટલે તેને અકીકના, કસોટીના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘૂંટાથી ઘૂંટી લેવા, જેથી તે દોષો દૂર થઈ જાય છે. વિલાયતી તેમ જ આપણા દેશમાં બનતા કેટલાક કાગળો જેવા કે જેનો માવો તેજાબ અથવા સ્પિરિટ દ્વારા સાફ કરાય છે, તે કાગળોનું સત્ત્વ પહેલેથી જ નષ્ટ થઈ જતું હોવાથી ચિરસ્થાયી નથી હોતા, માટે પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ કરાયો જ નથી. એવા અનેક જાતના વિલાયતી કાગળોનો આપણે અનુભવ કર્યો છે કે જે કાગળો આરંભમાં શ્વેત, મજબૂત 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ તેમ જ શ્લષ્ણ દેખાવા છતાં અમુક વર્ષ વીત્યા પછી તેને જોઈએ તો શ્યામ તથા વાળતાં જ તૂટી જાય તેવા થઈ જાય છે. આ દોષ આપણે દરેક જાતના વિલાયતી કાગળોને નથી આપી શકતા. કપડુંઘઉના આટાની ખેળ બનાવી તેને કપડા ઉપર લગાડવી. તે સુકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવાને લાયક બને છે. પાટણના સંઘના ભંડારમાં, કે જે વખતજીની શેરીમાં છે तभा संवत् १३५३ भाद्रवा सुदि १५ रवौ उपकेश गच्छीय पं० મહિવા ઉત્સવિતા પુછે એવા અંતિમ ઉલ્લેખવાળું કપડા ઉપર લખેલું એક પુસ્તક છે. કપડાનો ઉપયોગ પુસ્તક લખવા કરતાં મંત્ર, વિદ્યા આદિના પટો લખવા, ચીતરવા માટે વધારે કરાતો અને હજુ પણ કરાય છે. અત્યારે આનું સ્થાન ટ્રેસિંગ ક્લોથે લીધું છે. ભોજપત્ર—આનો ઉપયોગ પ્રધાનતયા કેટલાક મંત્રો લખવા માટે કરાતો અને હજુ પણ કરાય છે. “ભારતીય પ્રવીના લિપિમાલા' માં ભોજપત્ર પર લખાયેલ પુસ્તકની પણ નોંધ કરી છે. ઘણાખરા વિદ્યમાન પુસ્તક ભંડારો તરફ નજર કરતાં એટલું નિશ્ચિતપણે કહી શકાય, કે પુસ્તકો લખવા માટે તાડપત્ર તેમ જ કાગળનો જેટલો બહોળો ઉપયોગ કરાયો છે, તેટલો બીજી કોઈ પણ વસ્તુનો કરાયો નથી. તેમાં પણ વિક્રમની બારમી શતાબ્દી પર્વત તો પુસ્તક લખવા માટે તાડપત્રો જ વપરાયાં છે. 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨. કલમ આદિ કલમ–કલમ માટે અનેક પ્રકારના બરુ વપરાતાં અને વપરાય છે, જેમ કે તજિયાં બર, કળાં બર, વાંસનાં બરુ આદિ. આમાં તિજયાં બિરુ તજની માફક પોલાં હોય છે, માટે “તજિયાં એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોય છે, તથાપિ તેમાં એક ગુણ એ છે, માટે “તજિયાં' એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોય છે, તથાપિ તેમાં એક ગુણ એ છે, કે તેનાથી કેટલુંય લખીએ તો પણ તેની અણીમાં કૂચો પડતો નથી. આ અપેક્ષાએ કાળાં બરુ બીજે નંબરે ગણાય. વાંસના બરુ પણ ઠીક ગણી શકાય. લેખિનીના ગુણ-દોષ વિષયક નીચે પ્રમાણે દોહરો મળે છે : “માથે ગ્રંથી મત (મતિ) હરે, બીચ ગ્રંથ ધન ખાય; ચાર તસુની લેખણે, લખનારો કટ જાય.” ૧ "आद्यग्रन्थिहरेदायुः, मध्यग्रन्थिहरेद् धनम् ।। अन्त्यग्रन्थिहरेत् सौख्यं, निर्ग्रन्थिलेखिनी शुभा ॥१॥" પીંછી–આનો ઉપયોગ પુસ્તક શોધવા માટે કરાય છે. જેમ કે ૫ને ૫, વિનો વ, મને ન કરવો હોય, કોઈ અક્ષર કે પંક્તિ કાઢી નાખવી હોય અથવા એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો હોય, ત્યારે હરિતાલ કે સફેદાને તે નકામા ભાગ પર લગાડતાં જોઈ તો અક્ષર બની જાય છે. ૧૦ 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ જો કે આજકાલ અનેક પ્રકારની–ઝીણી, જાડી, નાની, મોટી જેવી જોઈએ તેવી–પીંછીઓ મળી શકે છે, એટલે તેનો પરિચય આપવા જેવું કાંઈ રહેતું નથી. તથાપિ એટલું જાણવું જોઈએ કે, આપણા પુસ્તક-શોધનમાં ખિસકોલીના પૂંછડાના વાળને કબૂતરના પીંછાના આગલા ભાગમાં પરોવીને બનાવેલી પીંછી વધારે સહાયક થાય છે, કારણ કે આ વાળ કુદરતે જ એવા ગોઠવેલા હોય છે કે, તેને આપણે ગોઠવવાની જરૂર રહેતી નથી, તેમ જ એકાએક સડી કે તૂટી પણ જતા નથી. આ વાળને કબૂતરના પીંછામાં પરોવવાની વિધિ પ્રત્યક્ષ જોવાથી સહજમાં સમજી શકાય તેવો છે. જબળ–કલમથી લીટીઓ દોરતાં થોડી વારમાં જ કલમ બુઠ્ઠી થઈ જાય, માટે લીટીઓ દોરવા આનો ઉપયોગ કરાતો. તેમ જ હજુ પણ મારવાડમાં કેટલેક ઠેકાણે તેનો ઉપયોગ કરાય છે. આ લોઢાનું હોય છે અને તેનો આકાર આગળથી ચીપિયા જેવો હોય છે. બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે પ્રદેશમાં તાડપત્રને ખોતરીને લખવાનો રિવાજ છે, ત્યાં કલમને બદલે લોઢાના અણીદાર સોયાના સળિયાનો ઉપયોગ કરાય છે. ૧૧ 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩. શાહી આદિ તાડપત્રની કાળી શાહી–આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહી બનાવવાનું યથેષ્ટ સ્પષ્ટ વિધાન પણ મળતું નથી. તેમ છતાં કેટલાંક પરચૂરણ પાનાંઓમાં તેના વિધાનની જે જુદા જુદા પ્રકારની કાંઈક સ્પષ્ટ અને કાંઈક અસ્પષ્ટ એવી નોંધો મળે છે, તેનો ઉતારો જ માત્ર આ સ્થળે કરીશ. પ્રથમ પ્રકાર સવ-ભૂંડ રિહર્તા, વાસીસં નોદમેવ નીતી ઘા समकज्जलबोलयुता, भवति मषी ताडपत्राणाम् ॥१॥ व्याख्या-सहवरेति कांटासेहरीओ (धमासो) । भृङ्गेति भांगुरओ । त्रिफला प्रसिद्धैव । कासीसमिति कसीसम्, येन काष्ठादि रज्यते । लोहमिति लोहचूर्णम् । नीलिति गलीनिष्पादको वृक्षः तद्रसः । रसं विना सर्वेषां० उत्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवर्तितकज्जलबालयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमषी મવતીતિ છે” આમાં દરેકનું પ્રમાણ કેટલું એ સ્પષ્ટ થતું નથી. જો કે આમાં બધી વસ્તુઓને મેળવ્યા પછી કાંઈ કરવાનું લખ્યું નથી, તો પણ એટલું જાણવું જોઈએ કે તાંબાની કડાઈમાં નાંખી તેને ખૂબ ઘૂટવું, જેથી દરેક વસ્તુ એકરસ થઈ જાય 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રકાર "कज्जलपाडग्गंबोलं, भुमिलया पारदस्स लेसं च । उसिणजलेण विधसिया, वडिया काऊण कुट्टिज्जा ॥१॥ तत्तजलेण व पुणओ, धोलिज्जंती दृढं मसी होइ । तेण विलिहिया पत्ता, वच्चह रयणीइ दिवसु व्व ॥२॥ " "कोरडए विसरावे, अंगुलिया कोरडम्मि कज्जलए । મદ્દ્દ સરાવતાં, નાવ પ્રિય ત્રિઘ્ન)નું મુઝફ્ ॥॥ पिचुमंदगुंदलेसं, खायरगुंदं ब बीयजलमिस्सं । भिज्जवि तोएण दृढं मद्दह जातं जलं सुसइ ॥४॥ इति ताडपत्रमष्याम्नायः ॥ " આ આર્યાઓનો જે પાના ઉપરથી મેં ઉતારો કર્યો છે, તેમાં આંકડા સળંગ રાખ્યા છે. તેનો અર્થ જોતાં પૂર્વની બે આર્યા એ એક પ્રકાર અને છેવટની બે આર્યા એ બીજો પ્રકાર હોય તેમ લાગે છે. સામાન્ય રીતે આ આર્યાઓનો અર્થ આપણે આ પ્રમાણે કરી શકીએ— “પ્નપ્રિયે!–કાજળ જેટલો (?) બોળ—હીરાબોળ અને ભૂમિલતા (?) તથા પારાનો કાંઈક અંશ, (આ બધી વસ્તુઓને) ગરમ પાણીમાં (મેળવી સાત દિવસ અગર તેથી પણ વધારે દિવસો સુધી) ઘૂંટવી. (પછી) વડીઓ કરી (સૂકવવી. સુકાયા બાદ) ફૂટવી—ભૂકો કરવો. ૧. (જ્યારે જરૂરત પડે ત્યારે તે ભૂકાને) ગરમ પાણીમાં ખૂબ ઘૂંટવાથી તે ૧૩ 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ (લખવા લાયક) શાહી બને છે. તે શાહીથી લખેલ પાનાંઓને (અક્ષરોને) રાત્રિમાં (પણ) દિવસની માફક વાંચો. ૨.” “કોરા કાજળને કોરા માટીના શરાવમાં નાખી જ્યાં સુધી તેની ચીકાશ મુકાય—દૂર થાય, ત્યાં સુધી આંગળીઓ વડે શરાવમાં લાગે તેવી રીતે તેનું મર્દન કરવું—ઘૂંટવું. (આ પ્રમાણે કરવાથી કાજળની ચીકાશ શરાવ ચૂસી લેશે.) ૩. (કાજળને અને) લીંબડા કે ખેરના ગુંદરને બિયાજન—બિયારસના પાણીમાં મિશ્ર કરી, ભીંજાવી, ખૂબ ઘૂંટવી; તે ત્યાં સુધી કે તેમાં નાખેલ પાણી લગભગ સુકાઈ જાય. (પછી વડીઓ કરી સૂકવવી આદિ ઉપર પ્રમાણે જાણવું.) ૪.” ત્રીજો પ્રકાર "निर्यासात् पिचुमन्दजाद् द्विगुणितो बोलस्ततः कज्जलं संजातं तिलतैलतो हुतवहे तीव्र तपे मर्दितम् । पात्रे शूल्वमये तथा शन ( ? ) जलैलाक्षारसैर्भाषितः सद्भल्लातकभृङ्गराजरसयुक् संयुक्त सोऽयं मषी ॥१॥ “લીંબડાના “નિર્યાત્" એટલે કવાથથી અથવા ગુંદરથી બમણો બીજાબોળ લેવો. તેનાથી બમણું તલના તેલનું પાડેલું કાજળ લેવું. (આ સર્વને) તાંબાના પાત્રમાં નાખી તેને સખ઼ અગ્નિ ઉપર ચડાવી તેમાં ધીરે ધીરે લાક્ષારસ નાખતાં જવું અને તાંબાની ખોળી ચડાવેલ લૂંટા વડે લૂંટતાં જવું. પછી ગૌમૂત્રમાં ભીંજાવી રાખેલ ભીલામાના ગર્ભને ઘૂંટાની નીચે ૧૪ 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ લગાડી શાહીને ઘૂંટવી. તેમાં ભાંગારાનો રસ પણ મળે તો નાખવો. એટલે (તાડપત્ર ઉપર લખવાલાયક)મષી—શાહી તૈયાર થશે.”૭ ધ્યાનમાં રાખવું કે આમાં લાક્ષારસ પડે છે માટે કાજળને ગૌમૂત્રમાં ભીંજાવવું નહિ. નહિ તો લાક્ષારસ ફાટતાં શાહી નકામી થઈ જાય. - બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે દેશમાં તાડપત્રને કોતરીને લખવાનો રિવાજ છે, ત્યાં શાહીના સ્થાનમાં નાળિયેરની ઉપરની કાચલી કે બદામનાં ઉપરનાં છોતરાંને બાળી તેની મેષને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. એટલે કે તેઓ કોતરીને લખેલા તાડપત્રના ઉપર તે મેષને ચોપડી તેને કપડાથી સાફ કરી નાખે છે; ત્યારે કોતરેલો ભાગ કાળો થઈ આખું પાનું જેવું હોય તેવું થઈ જાય છે. કાગળ પર લખવાની શાહી– ૧. “જિનતા કાજળ બોળ, તેથી દૂણા ગુંદ ઝકોળ; જો રસભાંગરાનો ભળે, અક્ષરે અક્ષરે દીવા બળે. ૧. ૨. “ગર્ભે ક્ષિા સલુન્દ્ર, મુન્દ્રાર્ધ વોત્તમેવ વ સાક્ષા–વીય–રસેનોવૈર્વયે તાપ્રધાનને III ૩. “બીઆ બોલ અનઈ લકખારસ, કન્જલ વજ્જલ (?) નઈ અંબારસ. ભોજરાજ મિસિ નીપાઈ, પાનલ ફાટઈ મિસિ નવિ જાઈ. ૧” ૧૫ 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪. “કાજલ ટાંક ૬, બીજાબોલ ટાંક ૧૨, ખેરનો ગુંદ ટાંક ૩૬, અફણ ટાંક , અલતા પોથી ટાંક ૩, ફટકડી કાચી ટાંક olી, નિંબના ઘોટાસુ દિન સાત ત્રાંબના પાત્રમાં ઘૂંટવી.” ૫. “કાથાના પાણીને કાજળમાં નાખી તેને ખૂબ ઘૂંટવું. કાથો નાંદોદી, જે કાળો આવે છે, તે સમજવો.” ૬. “હરડાં અને બહેડાનું પાણી કરી તેમાં હીરાકસી નાખવાથી કાળી શાહી થાય છે.” કાગળની શાહીના આ છ પ્રકારો પૈકી પુસ્તકોને ચિરાયુષ્ક બનાવવા માટે પ્રથમ પ્રકાર જ સર્વોત્તમ તેમ જ આદરણીય છે. તે પછીના ત્રણ (૨-૩-૪) એ મધ્યમ પ્રકાર છે. જો કે આ ત્રણ પ્રકારથી બનેલી શાહી પહેલા પ્રકાર કરતાં પાકી અવશ્ય છે; તથાપિ તે પુસ્તકને ત્રણ શતાબ્દીમાં મૃતવત્ કરી નાખે છે, અર્થાત્ પુસ્તકને ખાઈ જાય છે; એટલે તેને આદર ન જ આપવો એ વધારે ઠીક ગણાય અને અંતિમ બે પ્રકાર (૫-૬) એ તો કનિષ્ઠ તેમ જ વર્જનીય પણ છે, કારણ કે આ પ્રયોગથી બનાવેલ શાહીથી લખાયેલું પુસ્તક એક શતાબ્દીની અંદર જ યમરાજનું અતિથિ બની જાય છે. પણ જો થોડા વખતમાં જ રદ કરીને ફેંકી દેવા જેવું કાંઈ લખવું હોય, તો આ બે પ્રકાર (પ-૬) જેવો સરળ તેમ જ સસ્તો ઉપાય એકે નથી. 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણાની શાહી— "बोलस्य द्विगुणो गुन्दो, गुन्दस्य द्विगुणा मषी । मर्दयेत् यामयुग्मं तु, मषी वज्रसभा भवेत् ॥ १ ॥” કાળી શાહી માટે ધ્યાન રાખવા જેવી બાબતો— “નૈતમત્ર તિતતતતઃ સંગાત પ્રાદ્યમ્ ।'' " गुन्दोऽत्र निम्बसत्कः खदिरसत्को बव्वूलसत्को वा ग्राह्यः । धवसत्कस्तु सर्वथा त्याज्यः मषीविनाशकारित्वात् ।" " मषीमध्ये महाराष्ट्रभाषया 'डैरली' इति प्रसिद्धस्य रिङ्गणीवृक्षस्य वनस्पतिविशेषस्य फलरसस्य प्रक्षेपे सति सतेजस्कमक्षिकाभावादयो गुणा भवन्ति ।" આ સિવાય શાહીના પ્રયોગમાં જ્યાં જ્યાં ગુંદરનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ત્યાં તે ખેરના ગુંદરનું જાણવું. જો બાવળ કે લીંબડાનો ગુંદર નાખવો હોય તો તેથી પોણે હિસ્સે નાખવો, કેમ કે ખેરના ગુંદર કરતાં તેમાં ચીકાશનો ભાગ વધારે હોય છે. તથા લાખ, કાથો કે હીરાકસી જેમાં પડી હોય તેવી કોઈ પણ શાહીનો ઉપયોગ પુસ્તક લખવા માટે કરવો નહિ. આ લેખમાં આપેલા ઉતારાઓમાં ક્વચિત્ દૃષ્ટિગોચર થતી ભાષાની અશુદ્ધિ તરફ વાચકો ખ્યાલ ન કરે એટલી ખાસ ભલામણ છે. સોનેરી–રૂપેરી શાહી—પહેલાં સાફ એટલે કોઈપણ જાતના કચરા વિનાના ધવના ગુંદરનું પાણી કરવું. પછી તેને કાચની અથવા બીજી કોઈ સારી રકાબીમાં ચોપડતાં જવું અને ૧૭ 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ સોનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેનો વક લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવો, અને આંગળીથી તેને ઘૂંટવો. આ પ્રમાણે કરવાથી થોડીવારમાં જ તે સોનાના કે ચાંદીના વરકનો ભૂકો થઈ જશે. તદનંતર પુનઃ પણ ગુંદર લગાડી વરક લગાડતાં જવું અને ઘૂંટતાં જવું. આ રીતે તૈયા૨ થયેલ ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવો. જ્યારે ભૂકો ઠરી નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢી નાખવું. આમ ત્રણચાર વાર કરવાથી જે સોનાચાંદીનો ભૂકો રહે એ જ આપણી તૈયાર શાહી સમજવી. આમાં સાકરનું પાણી નાખવાથી ગુંદરની ચીકાશનો નાશ થાય છે, અને સોના-ચાંદીના તેજનો હ્રાસ થતો નથી. જો એકીસાથે વધારે પ્રમાણમાં સોનાચાંદીની શાહી તૈયાર કરવી હોય, તો ગુંદરના પાણીને અને વરકને ખરલમાં નાખતાં જવું અને ઘૂંટતાં જવું. પછી સાકરનું પાણી નાખી સાફ કરવાનો વિધિ ઉપર પ્રમાણે જ સમજવો. ધ્યાન રાખવું કે ખરલ સારો હોવો જોઈએ. જો ઘૂંટતી વખતે ખરલ પોતે ઘસાય તેવો હશે તો તેમાંની કાંકરી શાહીમાં ભળતાં શાહી દૂષિત બનશે. હિંગળો—કાચો હિંગળોક, જે ગાંગડા જેવો હોય છે અને એમાંથી વૈદ્યો પારો કાઢે છે, તેને ખરલમાં નાખી તેમાં સાકરનું પાણી નાખી ખૂબ ઘૂંટવો. પછી તેને ઠરવા દઈ તેના ઉપ૨ જે પીળાશ પડતું પાણી હોય તેને બહાર કાઢી નાખવું. ત્યાર બાદ પુનઃ તેમાં સાકરનું પાણી નાખી તેને ખૂબ ઘૂંટવો, ૧૮ 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ અને ઠર્યા પછી ઉપર આવેલ પીળાશ પડતા પાણીને પૂર્વવત્ બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશનો ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રાખવું કે આ બે-પાંચ વખત કરવાથી જ નથી થતું, પણ વીસ-પચીસ વખત આ પ્રમાણે હિંગળોકને ધોવાથી શુદ્ધ-લાલ સુરખ જેવો હિંગળોક થાય છે અને મોટો ઘાણ હોય તો તેથી વધારે વખત પણ ધોવો પડે છે. તે શુદ્ધ હિંગળોકમાં સાકરનું પાણી અને ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પ્રમાણ વધારે ન થાય, તે માટે વચમાં વચમાં ખાતરી કરતાં રહેવું, એટલે કે એક પાના ઉપર તે હિંગળોકના આંગળી વડે ટીકા કરી તે પાનાને હવાવાળી જગામાં (પાણિયારામાં અગર હવાવાળા ઘડામાં) બેવડું વાળી મૂકવું. જો તે પાનું ન ચોટે તો ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને નખથી ખોતરતાં સહજમાં ઊખડી જાય તો ગુંદર નાખવાની જરૂર છે એમ જાણવું. સાકરનું પાણી એક-બે વખત જ નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલા હિંગળોકનો ઉપયોગ લાલ શાહીરૂપે કરાય છે. હરિતાલ–દગડી અને વરગી એ બે પ્રકારની હરિતાલ પૈકી આપણા પુસ્તક સંશોધનમાં વરગી હરિલાલ ઉપયોગી છે. આને ભાંગતાં વચમાં સોનેરી વરકના જેવી પત્રીઓ દેખાય છે માટે તેને વરગી હરિતાલ એ નામથી ઓળખવામાં આવે છે. આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી અને તેને ૧૯ 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ જાડા કપડામાં—જેમાંથી ઘણી જ મહેનતે છણી શકાય તેવા કપડામાંચાળવી. ત્યાર પછી ફરીથી ખરલમાં નાખી ખૂબ લસોટવી. પછી તેમાં ગુંદરનું પાણી નાખતાં જવું અને ઘૂંટતાં જવું. ગુંદરનો ભાગ વધારે પડતો ન થાય માટે વચમાં વચમાં હિંગળોકની પેઠે ખાતરી કરતાં રહેવું. સફેદો—રંગવાને માટે જે સૂકો સફેદો આવે છે, તેમાં ગુંદરનું પાણી નાખી ખૂબ ઘૂંટવાથી તૈયાર થતાં તેનો પુસ્તક સંશોધન માટે ઉપયોગ કરાય છે. અષ્ટગંધ—મંત્રાક્ષરો લખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં—૧. અગર, ૨. તગર, ૩. ગોરોચન, ૪. કસ્તૂરી, ૫. રક્તચંદન, ૬. ચંદન, ૭. સિંદૂર અને ૮. કેસરી—આ આઠ દ્રવ્યોનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ કહેવાય છે. યક્ષકર્દમઆનો ઉપયોગ પણ મંત્રો લખવા માટે કરાય છે. ૧. ચંદન, ૨. કેસર, ૩. અગ૨, ૪. બરાસ, ૫. કસ્તૂરી, ૬. મરચકંકોલ, ૭. ગોરોચન, ૮. હિંગળોક, ૯. રતંજણી, ૧૦. સોનાના વરક, અને ૧૧. અંબર–આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી બને છે. ઉપર બતાવ્યા પ્રમાણેના વિધિથી તૈયાર થયેલી શાહી હિંગળોક, હરિતાલ, સફેદા આદિને એક થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી દેવી. સુકાયા પછી જ્યારે જરૂર પડે ત્યારે તેમાં માત્ર પાણી નાખવાથી જ તે કામમાં આવી શકશે. ૨૦ 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ સોનેરી–રૂપેરી શાહીથી લખવાનું વિધાન–સોનેરી અગર રૂપેરી શાહીથી લખવાનાં પાનાંઓને કાળા, બ્લ્યુ, લાલ, જામલી આદિ રંગથી રંગી ઘૂંટવા. પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલ૧૧ અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરો લખી તેના ઉપર સોનાચાંદીની શાહીને પછી વડે પૂરવી (હરિતાલ–સદાના અક્ષરો લીલા હોય ત્યારે જ તેના ઉપર સોનરી–રૂપેરી શાહી ફેરવવી.) સુકાયા બાદ તે પાનાંને અકીક કે કસોટીના ઘૂંટા વડે ઘૂંટવાથી તે અક્ષરો ઓપ ચડાવેલ સોના-રૂપના ઘરેણાની માફક તેજવાળા દેખાશે. પરચૂરણ : પુસ્તકના પ્રકારો–યાકિની મહારાસૂનુ શ્રીમાન હરિભદ્રસૂરિએ દશવૈકાલિકસૂત્રની પ્રથમ ગાથાની ટીકામાં સંગમ પદની વ્યાખ્યા કરતાં પાંચ પ્રકારનાં પુસ્તકોની ૩$ વ કરી નોંધ લીધી છે– गंडी कच्छवी मुट्ठी, संपुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपणयं, वक्खाणमिणं भवे तस्स ॥१॥ बाहल्लपुहत्तेहिं, गंडीपत्थो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुओ, मझे पिहुलो मुणेयव्वो ॥२॥ चउरंगुलदीहो वा, वट्टागिइ मुट्ठिपुत्थगो अहवा । चउरंगुलदीहो च्चिय, चउरंसो होइ विन्नेओ ॥३॥ ૨૧ 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ संपुडगो दुगमाई, फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेंति ॥४॥ दीहो वा हस्सो वा, जी पिहुलो होइ अप्पबाहल्लो । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणंती ह ॥५॥ શબ્દાર્થ ૧. ગંડી, ૨. કચ્છપી, ૩. મુષ્ટિ, ૪. સંપુટફલક, તથા ૫. સૃપાટિ—પુસ્તક પંચક. તેનું વ્યાખ્યાન આ થાય ઃ ૧. જે બાહલ્સ એટલે જાડાઈ અને પૃથુકત્વ એટલે પહોળાઈમાં તુલ્ય હોઈ દીર્ઘલાંબું હોય તે ગંડી પુસ્તક. ૨. જે અંતમાં તનુ—સાંકડું અને મધ્યમાં પહોળું હોય તે કચ્છપિ પુસ્તક જાણવું. ૩. જે ચાર આંગળ લાંબું અને ગોળ હોય તે મુષ્ટિપુસ્તક. અથવા જે આર આંગળ દીર્ઘચતુરસ્ર હોય તે (મુષ્ટિપુસ્તક) જાણવું. ૪. બે આદિ ફલક (?) હોય તે સંપુષ્ટ ફલક. હવે સૃપાટિને કહીશ–વખાણીશ. તનુપત્ર—નાનાં પાનાં અને ઊંચું હોય તેને પંડિતો રૃપાટિ પુસ્તક કહે છે. ૫. જે લાંબું કે ટૂંકું હોઈ પહોળું થોડું હોય તેને (પણ) આગમરહસ્યજ્ઞો સૃપાટિ પુસ્તક કહે છે. ત્રિપાટ—જે પુસ્તકના મધ્યભાગમાં મોટા અક્ષરથી મૂળસૂત્ર કે શ્લોક લખી નાના અક્ષરોથી ઉપર તથા નીચે ટીકા લખવામાં આવે છે, તે પુસ્તક વચમાં મૂળ અને ઉપર નીચે ટીકા એમ ત્રણ વિભાગે લખવામાં આવતું હોવાથી ત્રિપાટ એ નામથી ઓળખાય છે. પંચપાટ—જે પુસ્તકના મધ્યમાં મોટા અક્ષરે મૂળસૂત્ર કે ૨૨ 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્લોક લખી નાના અક્ષરોથી ઉપર, નીચે તેના બંને તરફના માર્જિનમાં ટીકા લખવામાં આવે છે, તે પુસ્તક વચમાં મૂળ, ઉપર-નીચે તેમ જ બંને તરફના માર્જિનમાં ટીકા એમ પાંચ વિભાગે લખાતું હોવાથી પંચપાટ કહેવાય છે. સૂઢજે પુસ્તક હાથીની સૂંઢની પેઠે સળંગ–કોઈ પણ પ્રકારના વિભાગ સિવાય–લખાયેલું હોય તે સૂઢ કહેવાય. ત્રિપાટ–પંચપાટ પુસ્તક તે જ લખાય કે જે સટીક ગ્રંથ હોય. આપણાં પુરાતન પુસ્તકો સૂઢ જ લખતાં. ત્રિપાટપંચપાટ પુસ્તક લખવાનો રિવાજ વિક્રમની પંદરમી શતાબ્દીમાં આરંભાયો હોવો જોઈએ, એમ વિદ્યમાન પુસ્તક ભંડારો જોતાં કહી શકાય. લહીયાઓનો કેટલાક અક્ષરો પ્રત્યે અણગમોલહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક ખતત માટે બંધ કરવું હોય તો “સ્વરો, ક–ખર્ગ –– – – –ઝ–6–૮–ણ–થ-દ–ધન-ફ-ભ-મ-ય-૨-ખ-સહ-ક્ષ-શા” અક્ષરો ઉપર અટકાતા નથી, કારણ કે તેઓ આ પ્રમાણે માને છે–“ક કટ જાવે, ખ ખા જાવે, ગ ગરમ હોવે, ચ ચલ જાવે, છ છટક જાવે, જ જોખમ દિખાવે, ઠ ઠામ ન બેસે, ઢ ઢળી પડે, ણ હાણ કરે, થ થીરતા કરે, દ દામ ન દેખે, ધ ધન છાંડે, ન નઠારો, ફ ફટકારે, ભ ભમાવે, મ માઠો, ય ફેર ન લીખે, ૨ રોવે, ષ ખાંચાળો, સ સંદેહ ધરે, હ હીણો, ક્ષ ક્ષય કરે, જ્ઞ જ્ઞાન નહિ.” અર્થાત્ “ઘ––––ત–પ–બલ—વ–શ” અક્ષરો ઉપર ૨૩ 2010_03 WWW.jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ અટકે છે, કેમ કે “ઘ ઘસડી લાવે, ઝ ઝટ કરે, ટ ટકાવી રાખે, ડ ડગે નહિ, ત તરત લાવે, ૫ પરમેશરો, બ બળિયો, લ લાવે, વ વાવે, શ શાંતિ કરે” એમ તેઓ માને છે. મારવાડના લેખકો મુખ્યતયા ‘વ' ઉપર વધારે આધાર રાખે છે. એટલે કે લખતાં લખતાં કોઈ પણ કામ માટે ઊઠ્યું હોય કે લખવાનું બંધ કરવું હોય તો ‘વ’ આવતાં ઊઠે. અથવા કોઈ કાગળમાં ‘વ' લખીને ઊઠે. તાડપત્રના અંકો—ભિન્ન ભિન્ન દેશીય તાડપત્રનાં પુસ્તકો, શિલાલેખો આદિમાં આવતા અંકોની સંપૂર્ણ માહિતી, તેની આકૃતિઓ આદિ ભારતીય પ્રાચીન લિપિમાામાં આપેલી છે. એટલે તેનો સંપૂર્ણ પરિચય મેળવવા ઇચ્છનાર વાચકોને તે પુસ્તક જોવા માટે ખાસ ભલામણ છે. આ સ્થળે માત્ર તેનો સામાન્ય પરિચય આપવાનો ખાતર જેસલમેર, પાટણ, ખંભાત, ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂના આદિમાં વિદ્યમાન તાડપત્રીય પુસ્તકોમાં આવતા કેટલાક અંકોની નોંધ કરું છું – એકમ અંકો જેમ આપણા ચાલુ અંકો એક લાઈનમાં લખવામાં આવે છે, તેમ તાડપત્રના સાંકેતિક અંકો એક લાઈનમાં નથી લખાતા, પણ ઉપર-નીચે લખવામાં આવે છે; જેમ કે ૧૪૪ सु त पर्क ૧ ૪ ૨૪ 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ એકમ, દશક, સો અંકોમાં ૧, ૨, ૩ એમ પૃથક પૃથક આપવાનું કારણ એટલું જ છે કે—એક, બે, ત્રણ આદિ એકમ સંખ્યા લખવી હોય તો એકમ અંકોમાં આપેલા એક, બે, ત્રણ આદિ લખવા. દસ, વીસ, ત્રીસ આદિ દશક સંખ્યામાં એક, બે, ત્રણ એમ નવ સુધી લખવા હોય તો દશક અંકોમાં બતાવેલા એક, બે, ત્રણ લખવા અને સો, બસો, ત્રણસો આદિ સો (શતક) સંખ્યામાં એક, બે, ત્રણ, આદિ લખવા હોય તો શતક અંકોમાં લખેલા એક, બે, ત્રણ આદિ લખવા. એકમ, દશકમાં શૂન્ય આવે તો ત્યાં શૂન્ય જ લખાય છે. દશક સંખ્યા પછી આવતી એકમ સંખ્યા અને સો-શતક સંખ્યા પછી આવતી દશક તથા એકમ સંખ્યામાં એક, બે, ત્રણ લખવા હોય તો એકમ દશક અંકોમાંથી લખવા, જેમ કે— અત્યારે જે તાડપત્રીય પુસ્તક–ભંડારો વિદ્યમાન છે તેમાં, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, છસો પાનાંની અંદરનાં જ પુસ્તકો છે, તેથી વધારે પાનાંનું પુસ્તક એક પણ નથી. ઘણાંખરાં પુસ્તકો ત્રણસો પાનાં સુધીનાં અને કેટલાંક તેથી વધારેનાં મળી શકે છે. કિંતુ પાંચસોથી વધારે પાનાંનું પુસ્તક માત્ર પાટણના સંઘવીના પાડાના તાડપત્રીય પુસ્તક—સંગ્રહમાં એક જ જોયું છે; તે પણ ત્રુટિત તેમ જ અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે. છસોથી વધારે પાનાંના તાડપત્ર પુસ્તકને સુરક્ષિત રાખવું ઘણું મુસીબતભર્યું થાય એ સ્વાભાવિક છે, એટલે તેથી વધારે પાનાનું તાડપત્રીય પુસ્તક નહિ લખાતું હોય એમ અનુમાન કરી શકાય છે. તથાપિ ૨૫ 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ ચારસો વર્ષ જેટલા એક પુરાતન પત્રમાં તાડપત્રીય અંકોની નોંધ મળી છે. તેમાં સાતસો પાનાં સુધીના અંકોની નોંધ કરેલી છે. એટલે તે નોંધ કરનારે તેટલાં પાનાંનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હોય એમ માનવાને કારણ છે. પુસ્તકરણ–હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં ગુંદર આવતો હોવાથી વર્ષાઋતુમાં તે ચોંટી જવાનો ભય રહે છે, માટે તે ઋતુમાં પુસ્તકોને હવા ન લાગે તેમ સુરક્ષિત રાખવાં જોઈએ. આ જ કારણથી હસ્તલિખિત પુસ્તકોને સારી રીતે મજબૂત બાંધી કાગળના, ચામડાના કે લાકડાના ડાબડામાં મૂકી કબાટમાં કે મજૂસ (મંજૂષા)માં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. તેમ જ ખાસ પ્રયોજન સિવાય વર્ષાઋતુમાં વરસાદ ન વરસતો હોય ત્યારે પણ લિખિત પુસ્તકભંડારોને ઉઘાડવામાં આવતા નથી. જે પુસ્તક બહાર રાખેલું હોય, તેના ખાસ ઉપયોગી ભાગ સિવાય બાકીનાને પેક કરી સુરક્ષિતપણે રાખવામાં આવે છે. કોઈ પુસ્તકની શાહીમાં ગુંદરનો ભાગ પ્રમાણ કરતાં વધારે પડેલો હોઈ તેને બહાર કાઢતાં ચોંટવાનો ભય લાગતો હોય તો તેનાં પાનાંઓ ઉપર ગુલાલ છાંટી દેવો–ભમરાવવો, એટલે ચોંટી જવાનો ભય અલ્પ થઈ જશે. ચોટેલું પુસ્તક–વર્ષાઋતુમાં અગર કોઈ પણ કારણસર પુસ્તકને હવા લાગતાં તે ચોંટી ગયું હોય તો તે પુસ્તકને પાણિયારાની કોરી જગ્યામાં હવા લાગે તેવી રીતે અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ હવાવાળી માટલી કે ઘડામાં મૂકવું. પછી તેને હવા લાગતાં તે પુસ્તકના એક એક પાનાને ફૂંક મારી ધીરે ૨૬ 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ ધીરે ઉખાડતા જવું. જો વધારે ચોંટી ગયું હોય તો તેને વધારે વાર હવામાં રાખવું, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ ઉપાય કાગળના પુસ્તક માટે સમજવો. જો તાડપત્રનું પુસ્તક ચોંટી ગયું હોય તો કપડાને પાણીમાં ભીંજવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવાવાળાં થતાં જાય, તેમ તેમ ઉખાડતાં રહેવું. તાડપત્રના પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ ભીંજાવેલું કપડું લપેટતાં તેના અક્ષરો ખરાબ થવાનો ભય રહેતો નથી. તાડપત્રનાં પાનાં ઉખાડતી વખતે તેનાં પડો ઊખડી ન જાય તે માટે નિપુણતા રાખવી. પુસ્તકનું શેમાં શેમાંથી રક્ષણ કરવું એને માટે કેટલાક લહિયા પુસ્તકના અંતમાં ભિન્ન ભિન્ન શ્લોકો લખે છે. તે કાંઈક અશુદ્ધ હોવા છતાં ખાસ ઉપયોગી છે, માટે તેનો ઉતારો આ સ્થાને કરું છું— जले रक्षेत् स्थले रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ॥१॥ अग्ने रक्षेज्जलाद् रक्षेत्, मूषकाच्च विशेषतः । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥१॥ उदकानिलचौरेभ्यो, भूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥१॥ ? भग्नपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरघोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥१॥ . ૨૭ 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ આ સિવાય કેટલાક લેખકો પોતાની નિર્દોષતા જાહેર કરવા માટે પણ કેટલાક શ્લોકો લખે છે– श्रदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहिनं लिखितं मयाऽत्र । तन्मार्जयित्वा परिशोधनयीं, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥१॥ यादृशं पुस्तकं दृष्टं, तादृशं लिखितं गया । यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते ॥१॥ જ્ઞાનપંચમી-શ્વેતાંબર જૈનો કાર્તિક શુક્લ પંચમીને જ્ઞાનપંચમી એ નામથી ઓળખાવે છે. આ તિથિનું માહાભ્ય દરેક શુક્લ પંચમી કરતાં વિશેષ મનાય છે. તેનું કારણ એટલું જ કે વર્ષાઋતુને લીધે પુસ્તક-ભંડારોમાં પેસી ગયેલી હવા પુસ્તકોને બાધકર્તા ન થાય તે માટે તે પુસ્તકોને તાપ ખવડાવવો જોઈએ, જેથી તેમાંનો ભેજ દૂર થતાં પુસ્તક પોતાના રૂપમાં કાયમ રહે. તેમ જ વર્ષાઋતુમાં પુસ્તકભંડારને બંધબારણે રાખેલા હોઈ ઉધઈ આદિ લાગવાનો સંભવ હોય તે પણ ધૂળકચરો આદિ દૂર થતાં દૂર થાય. આ મહાન કાર્ય સદાને માટે એક જ વ્યક્તિને કરવું અગવડભર્યું જ થાય. માટે કુશળ જૈનાચાર્યોએ દરેક વ્યક્તિને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા ફાયદાઓ સમજાવી તે તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો. તે દિવસને માટે લોકો પણ પોતાના ગૃહવ્યાપારને છોડી દઈ યથાશક્ય આહારાદિકનો નિયમ કરી પ્રોષધિવ્રત સ્વીકારી પુસ્તકરક્ષાના મહાન પુણ્ય કાર્યમાં ભાગીદાર થાય છે. વર્ષાને ૨૮ 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ લીધે તેમાં પેસી ગયેલા ભેજને દૂર કરવા માટે સહુથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક માસ જ છે : તેમાં શરદઋતુની પ્રોઢાવસ્થા, સૂર્યના પ્રખર કિરણો તેમ જ વર્ષાઋતુની ભેજવાળી હવાનો અભાવ હોય છે. જે ઉદ્દેશથી ઉક્ત તિથિનું માહાત્મ વર્ણવવામાં આવ્યું હતું તે અત્યારે લગભગ ભૂલાઈ ગયો છે. એટલે કે પુસ્તક-ભંડારોની તપાસ કરવી, ત્યાંનો ક્યારો સાફ કરવો આદિ લુપ્ત જ થયું છે. માત્ર તેના સ્થાનમાં આજકાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં ગામોમાં “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ કહેવત પ્રમાણે કેટલાંક પુસ્તકોની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા, સત્કાર આદિ કરવાનો રિવાજ ચાલુ છે. મુંબઈની કચ્છી જૈન દશા ઓસવાળની ધર્મશાળામાં હજુ પણ પુસ્તકોની પ્રતિલેખના, તપાસ, સ્થાપના આદિ વિશેષ વિધિસર કરવામાં આવે છે, જેથી અન્ય ગામો કરતાં ઉક્ત તિથિનો ઉદેશ કેટલેક અંશે ત્યાં જળવાતો જોવાય છે. અસ્તુ. અત્યારે સહાય તેમ થતું હો, તથાપિ એટલું તો કહી શકાય કે સાહિત્યરક્ષા માટે જૈનાચાર્યોએ જે યુક્ત યોજી છે તે ઘણી જ કુનેહભરી છે. દિગંબર જૈનો જયેષ્ઠ શુક્લ પંચમીને જ્ઞાનપંચમી કહે છે એમ મારા સાંભળવામાં છે. જો તે વાત સાચી જ હોય તો એટલું કહી શકીએ કે પુસ્તક–રક્ષાની દૃષ્ટિએ કાર્તિક શુક્લ પંચમી વધારે યોગ્ય છે. ઉપસંહાર–મુદ્રણયુગમાં લિખિત સાહિત્યને ઉકેલનારાઓનો તેમ જ તે પ્રત્યે આદરથી જોનારાઓનો દુષ્કાળ ૨૯ 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ ન પડે તે માટે આપણા ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત પુરાતત્ત્વ મંદિરના નિપુણ સંચાલકો યોગ્ય વ્યક્તિઓને આ દિશામાં પણ પ્રેરે એમ ઇચ્છી હું મારા લેખને સમાપ્ત કરું છું.” (‘પુરાતત્ત્વ સૈમાસિક, અષાઢ, સં. ૧૯૭૯) ટિપ્પણો : ૧. પુરાતન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં મળતા . ૧૨૩૮ વૈશg शुदि १४ गरौ लिखितं श्रीमदणहिलपाटके वालभ्यान्वये कायस्य भाईलेन" ઈત્યાદિ અનેક ઉલ્લેખો પરથી આપણે જોઈ શકીશું કે ભારતવર્ષમાં કાયસ્થ, બ્રાહ્મણ આદિ જ્ઞાતિના અનેક કુટુંબો આ ધંધા દ્વારા પોતાનો નિર્વાહ ચલાવી શકતાં હતાં. આ જ કારણને લીધે આપણી લેખનકળા પ્રૌઢાવસ્થાએ પહોંચી શકી. આ માત્ર ગુજરાતને જ લક્ષીને લખવામાં આવ્યું છે. ૩. આ તાડપત્રો સાફ કર્યા પછી પણ ૨ ૩/૪ ફૂટથી વધારે લાંબાં અને ૩ ૧/૨ ઇંચ જેટલાં પહોળાં રહે છે. આ પ્રકારનાં તાડપત્ર પર લખાયેલ કેટલાંક પુસ્તકો પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે. બારમી શતાબ્દીના પ્રારંભમાં લખાયેલ તાડપત્રો હજુ સુધી એટલાં બધાં સુકુમાર છે, કે તેને વચમાંથી આપણે ઉપાડીએ તો તેની બંને તરફનો ભાગ સ્વયમેવ નમી જાય. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, કે જેઓ જૈન સૂત્રની વાલભી વાચનાના સૂત્રધાર હતા, તેઓશ્રીએ વલભી–વળા–માં પુસ્તકો લખવાનો પ્રારંભ તાડપત્રો ઉપર જ કર્યો હતો એમ સંભળાય છે. આ પ્રારંભ વીર સંવત ૯૮૦ કરાયો હતો. ૬. કાજળમાં ગૌમૂત્ર નાખી તેને આખી રાત ભીંજાવી રાખવું એ પણ કાજળની ચીકાશ ને નાબૂદ કરવાનો એક પ્રકાર છે. ગૌમૂત્ર તેટલું જ ૩૦ 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ નાખવું જેટલાથી તે કાજળ ભીંજાય. શરાવમાં મર્દન કરી કાજળની ચીકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારો છે, કારણ કે આથી વસ્ત્રો, શરીર આદિ બગડવાનો બિલકુલ ભય રહેતો નથી. પણ જો શાહીમાં લાક્ષારસ નાખવો હોય તો આ ગૌમૂત્રનો પ્રયોગ નકામો જાણવો, કેમ કે ગૌમૂત્ર ક્ષારરૂપ હોઈ લાક્ષારસને ફાડી નાખે છે. આ શ્લોક તેમ જ તેના ટબાનું–અનુવાદનું જે પાનું મારી પાસે છે, તેમાં શ્લોક અને શ્લોક કરતાં તેનો અનુવાદ ઘણો જ અસ્તવ્યસ્ત તેમ જ અસંગત છે; માટે તેનો સારભાગ માત્ર જ અહીં આપ્યો છે. કાજળને કલવાય તેટલા ગૌમૂત્રમાં અને હીરાબોળ તથા ગુંદરને સામાન્ય પાતળો રસ થાય તેટલા પાણીમાં આખી રાત ભીંજાવી રાખી, ત્રણેને ત્રાંબાની કે લોઢાની કડાઈમાં કપડાથી ગાળીને એકઠાં ભેળવી, ત્રાંબાની ખોળી ચઢાવેલા લાકડાના ઘૂંટાથી ખૂબ ઘૂંટવા. જ્યારે ચૂંટાતા ઘૂંટાતા તેમાંનું પાણી લગભગ સ્વયં શોષાઈ જાય, ત્યારે તેને સુકાવી દેવી, આમાં પાણી નાખી ભીંજાયા પછી ઘૂંટવાથી લખવાની શાહી તૈયાર થાય છે. જો ભાંગરાનો રસ મળે તો ઉપર્યુક્ત ત્રણ વસ્તુઓ નાખતી વખતે જ નાખવો, જેથી શાહી ઘણી જ ભભકાવાળી અને તેજદાર થશે. લાક્ષારસનું વિધાન–ચોખ્ખા પાણીને ખૂબ ગરમ કરવું. જયારે તે પાણી ખદબદતું થાય ત્યારે તેમાં લાખનો ભૂકો નાખતા જવું અને હલાવતાં જવું, જેથી તેનો લોંદો ન બાઝે, તાપ સપ્ત કરવો. ત્યારબાદ દસમિનિટે લોદરનો ભૂકો નાખવો. તદનંતર દસ મિનિટે ટંકણખાર નાખવો. પછી તે પાણીની અમદાવાદી ચોપડાના કાગળ ઉપર લીટી દોરવી. જો નીચે ફૂટે નહિ, તો તેને ઉતારી લેવું, અને ઠરવા દઈ વાપરવું. આ પાણી એ જ લાક્ષારસ સમજવો. દરેક વસ્તુનું વજન આ પ્રમાણે પાશેર સાદું પાણી, રૂ. ૧ ભાર પીપળાની સારી સૂકી લાખ, જેને દાણાલાખ કહે છે. રૂ. વળી ભાર પઠાણી લોદર અને એક આની ભાર ટંકણખાર. જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવો હોય તે તે ૩૧ 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં દરેક વસ્તુઓનું પ્રમાણ સમજવું. જો તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરવો હોય, તો તેમાં લોદરની સાથે લાખથી પોણે હિસ્સે મજીઠ નાખવી, જેથી વધારે રસદાર લાક્ષારસ થશે. કોઈ કોઈ ઠેકાણે ટંકણખારને બદલે પાપડિયો કે સાજીખાર નાખવાનું વિધાન પણ જોવામાં આવે છે. ૧૦. બિયારસ–બિયા નામની વનસ્પતિ વિશેષનાં લાકડાનાં છોતરાંનો ભૂકો કરી તેને પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે બિયારસ જાણવો. આ રસને શાહીમાં નાખવાથી શાહીની કાળાશમાં અત્યંત વૃદ્ધિ થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે જો તે રસ પ્રમાણાતિરિક્ત શાહીમાં પડી જાય છે તો તે શાહી તદન નકામી થઈ જાય છે, કારણ કે તેનો સ્વભાવ શુષ્ક હોઈ તે તેમાં પડેલ ગુંદરની ચીકાશનો જડમૂળથી નાશ કરે છે. એટલે તે શાહીથી લખેલું સુકાઈ જતાં તરત જ સ્વયં ઊખડી જાય છે. ૧૧. સોનેરી-રૂપેરી શાહીથી લખવા માટે હરિતાલ–સફેદો સહેજ વધારે પ્રમાણમાં ગુંદર નાખી તૈયાર કરવો. ૧૨. તાડપત્રના અંકો એટલે તાડપત્રીય પુસ્તકનાં પાનાંની ગણતરી માટે કરેલા અંકો જાણવા; જેમ કે પહેલું પાનું, બીજું પાનું, પાંચમું, દસમું, પચાસમું, સમું ઇત્યાદિ પુરાતત્ત્વમાં આપવામાં આવેલ અંકોના બદલે અહીં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજના “જૈન ચિત્રકલ્પદ્રુમ'માં છપાયેલ “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા' લેખ સાથે આપવામાં અંકો (એ અંકોના બે બ્લોકો) આ ગ્રંથમાં છાપ્યા છે.–સંપાદકો પ્રસ્તુત લેખની સામગ્રી તેમ જ તેને અંગે કેટલીક સમજ હું મારા વૃદ્ધ ગ૨પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તેમ જ ગરજી શ્રી ચતુરવિજયજી મહારાજ દ્વારા મેળવી શક્યો છું તે બદલ તેમનો ઉપકાર માનું છું. ૩૨ 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ सस्क भाइभार दलपतमा Shelial SU अह हमदाबाद 2010_03