________________
સુંદર આદર્શ કરવા માટે અત્યારે આપણે દર હજારે દશથી પંદર રૂપિયા આપીએ તો પણ તેનો લેખક કોઈ વિરલ જ મળી શકે; અને તાડપત્રની પુરાતન પ્રતિ ઉપરથી નકલ કરનાર તો ભાગ્યે જ મળે અથવા ન પણ મળે. લહિયાઓના આ ભયંકર દુષ્કાળમાં લેખનકળા અને તેનાં સાધનોનો અભાવ અવશ્ય થશે એ સ્વાભાવિક છે. આ પ્રમાણે અનેક શતાબ્દીઓ પર્યત ભારતવર્ષ દ્વારા અને અંતિમ શતાબ્દીઓમાં જૈન મુનિઓના પ્રયાસ દ્વારા જીવન ધારી રહેલ લેખનકળા અત્યારે લગભગ નાશ પામવા આવી છે.
આ લુપ્ત થી કળા વિશેની માહિતી પણ લુપ્ત થતી જાય છે. ઉ. તરીકે, તાડપત્ર પર લખવાની રીત લગભગ ભુલાઈ ગઈ છે. તાડપત્ર પર જે લીલાપણું તેમ જ ચળકાટ હોય છે કે જે શાહીને ટકવા દેતા નથી, તે કાઢી નાખવાનો વિધિ મળી શકતો નથી. આવી સ્થિતિમાં આ કળાનાં સાધનો વિશે જે કાંઈ માહિતી મળે તે નોંધી રાખવી જોઈએ. આ કળાના ભાવિ ઇતિહાસકારને ઉપયોગી થાય એ દૃષ્ટિથી મેં મને મળેલી હકીકતોનો આ લેખમાં સંગ્રહ કર્યો છે.
વર્ણનની સુગમતા પડે માટે લેખનકળાનાં સાધનોનું હું નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં નિરૂપણ કરીશ : (૧) તાડપત્ર, કાગળ આદિ, (૨) કલમ, પીંછી, આદિ અને (૩) શાહિ આદિ. આ પછી પુસ્તકોના પ્રકાર, લહિયાઓના કેટલાક રિવાજ, ટેવો ઇત્યાદિની માહિતી આપી છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org