SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનો પાશ્ચાત્ય યાંત્રિક આવિષ્કારના યુગમાં અનેક કળાઓને વિચાર્યા પછી તેના પુનરુદ્ધાર માટે અનેક પ્રયત્નો કરવા છતાં તેમાં આપણે સફળતા મેળવી શક્યા નથી, તેમ મુદ્રણકળાના પ્રભાવથી અદશ્ય થનારી લેખનકળાને માટે પણ બનવાનો પ્રસંગ આપણી નજર સામે આવવા લાગ્યો છે. આજથી પચીસ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં લહિયાઓના વંશો હતા, જેઓ પરંપરાથી પુસ્તક લખવાનો જ ધંધો કરતા હતા. પરંતુ મુદ્રણકળાના યુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનાર ઘટતાં તેઓએ પોતાની સંતતિને અન્ય ઉદ્યોગ તરફ વાળી. પરિણામ એ આવ્યું કે, જે લહિયાઓને એક હજાર શ્લોક લખવા માટે બે, ત્રણ અને સારામાં સારો લહિયો હોય તો, ચાર રૂપિયા આપવામાં આવતા હતા, અને તેઓ જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ–નકલ લખતા તેવા શુદ્ધ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy