SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (લખવા લાયક) શાહી બને છે. તે શાહીથી લખેલ પાનાંઓને (અક્ષરોને) રાત્રિમાં (પણ) દિવસની માફક વાંચો. ૨.” “કોરા કાજળને કોરા માટીના શરાવમાં નાખી જ્યાં સુધી તેની ચીકાશ મુકાય—દૂર થાય, ત્યાં સુધી આંગળીઓ વડે શરાવમાં લાગે તેવી રીતે તેનું મર્દન કરવું—ઘૂંટવું. (આ પ્રમાણે કરવાથી કાજળની ચીકાશ શરાવ ચૂસી લેશે.) ૩. (કાજળને અને) લીંબડા કે ખેરના ગુંદરને બિયાજન—બિયારસના પાણીમાં મિશ્ર કરી, ભીંજાવી, ખૂબ ઘૂંટવી; તે ત્યાં સુધી કે તેમાં નાખેલ પાણી લગભગ સુકાઈ જાય. (પછી વડીઓ કરી સૂકવવી આદિ ઉપર પ્રમાણે જાણવું.) ૪.” ત્રીજો પ્રકાર "निर्यासात् पिचुमन्दजाद् द्विगुणितो बोलस्ततः कज्जलं संजातं तिलतैलतो हुतवहे तीव्र तपे मर्दितम् । पात्रे शूल्वमये तथा शन ( ? ) जलैलाक्षारसैर्भाषितः सद्भल्लातकभृङ्गराजरसयुक् संयुक्त सोऽयं मषी ॥१॥ “લીંબડાના “નિર્યાત્" એટલે કવાથથી અથવા ગુંદરથી બમણો બીજાબોળ લેવો. તેનાથી બમણું તલના તેલનું પાડેલું કાજળ લેવું. (આ સર્વને) તાંબાના પાત્રમાં નાખી તેને સખ઼ અગ્નિ ઉપર ચડાવી તેમાં ધીરે ધીરે લાક્ષારસ નાખતાં જવું અને તાંબાની ખોળી ચડાવેલ લૂંટા વડે લૂંટતાં જવું. પછી ગૌમૂત્રમાં ભીંજાવી રાખેલ ભીલામાના ગર્ભને ઘૂંટાની નીચે ૧૪ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy