________________
સોનેરી–રૂપેરી શાહીથી લખવાનું વિધાન–સોનેરી અગર રૂપેરી શાહીથી લખવાનાં પાનાંઓને કાળા, બ્લ્યુ, લાલ, જામલી આદિ રંગથી રંગી ઘૂંટવા. પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલ૧૧ અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરો લખી તેના ઉપર સોનાચાંદીની શાહીને પછી વડે પૂરવી (હરિતાલ–સદાના અક્ષરો લીલા હોય ત્યારે જ તેના ઉપર સોનરી–રૂપેરી શાહી ફેરવવી.) સુકાયા બાદ તે પાનાંને અકીક કે કસોટીના ઘૂંટા વડે ઘૂંટવાથી તે અક્ષરો ઓપ ચડાવેલ સોના-રૂપના ઘરેણાની માફક તેજવાળા દેખાશે.
પરચૂરણ :
પુસ્તકના પ્રકારો–યાકિની મહારાસૂનુ શ્રીમાન હરિભદ્રસૂરિએ દશવૈકાલિકસૂત્રની પ્રથમ ગાથાની ટીકામાં સંગમ પદની વ્યાખ્યા કરતાં પાંચ પ્રકારનાં પુસ્તકોની ૩$ વ કરી નોંધ લીધી છે–
गंडी कच्छवी मुट्ठी, संपुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपणयं, वक्खाणमिणं भवे तस्स ॥१॥ बाहल्लपुहत्तेहिं, गंडीपत्थो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुओ, मझे पिहुलो मुणेयव्वो ॥२॥ चउरंगुलदीहो वा, वट्टागिइ मुट्ठिपुत्थगो अहवा । चउरंगुलदीहो च्चिय, चउरंसो होइ विन्नेओ ॥३॥
૨૧
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org