Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ અને ઠર્યા પછી ઉપર આવેલ પીળાશ પડતા પાણીને પૂર્વવત્ બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશનો ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રાખવું કે આ બે-પાંચ વખત કરવાથી જ નથી થતું, પણ વીસ-પચીસ વખત આ પ્રમાણે હિંગળોકને ધોવાથી શુદ્ધ-લાલ સુરખ જેવો હિંગળોક થાય છે અને મોટો ઘાણ હોય તો તેથી વધારે વખત પણ ધોવો પડે છે. તે શુદ્ધ હિંગળોકમાં સાકરનું પાણી અને ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પ્રમાણ વધારે ન થાય, તે માટે વચમાં વચમાં ખાતરી કરતાં રહેવું, એટલે કે એક પાના ઉપર તે હિંગળોકના આંગળી વડે ટીકા કરી તે પાનાને હવાવાળી જગામાં (પાણિયારામાં અગર હવાવાળા ઘડામાં) બેવડું વાળી મૂકવું. જો તે પાનું ન ચોટે તો ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને નખથી ખોતરતાં સહજમાં ઊખડી જાય તો ગુંદર નાખવાની જરૂર છે એમ જાણવું. સાકરનું પાણી એક-બે વખત જ નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલા હિંગળોકનો ઉપયોગ લાલ શાહીરૂપે કરાય છે. હરિતાલ–દગડી અને વરગી એ બે પ્રકારની હરિતાલ પૈકી આપણા પુસ્તક સંશોધનમાં વરગી હરિલાલ ઉપયોગી છે. આને ભાંગતાં વચમાં સોનેરી વરકના જેવી પત્રીઓ દેખાય છે માટે તેને વરગી હરિતાલ એ નામથી ઓળખવામાં આવે છે. આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી અને તેને ૧૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34