________________
સોનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેનો વક લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવો, અને આંગળીથી તેને ઘૂંટવો. આ પ્રમાણે કરવાથી થોડીવારમાં જ તે સોનાના કે ચાંદીના વરકનો ભૂકો થઈ જશે. તદનંતર પુનઃ પણ ગુંદર લગાડી વરક લગાડતાં જવું અને ઘૂંટતાં જવું. આ રીતે તૈયા૨ થયેલ ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવો. જ્યારે ભૂકો ઠરી નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢી નાખવું. આમ ત્રણચાર વાર કરવાથી જે સોનાચાંદીનો ભૂકો રહે એ જ આપણી તૈયાર શાહી સમજવી.
આમાં સાકરનું પાણી નાખવાથી ગુંદરની ચીકાશનો નાશ થાય છે, અને સોના-ચાંદીના તેજનો હ્રાસ થતો નથી. જો એકીસાથે વધારે પ્રમાણમાં સોનાચાંદીની શાહી તૈયાર કરવી હોય, તો ગુંદરના પાણીને અને વરકને ખરલમાં નાખતાં જવું અને ઘૂંટતાં જવું. પછી સાકરનું પાણી નાખી સાફ કરવાનો વિધિ ઉપર પ્રમાણે જ સમજવો.
ધ્યાન રાખવું કે ખરલ સારો હોવો જોઈએ. જો ઘૂંટતી વખતે ખરલ પોતે ઘસાય તેવો હશે તો તેમાંની કાંકરી શાહીમાં ભળતાં શાહી દૂષિત બનશે.
હિંગળો—કાચો હિંગળોક, જે ગાંગડા જેવો હોય છે અને એમાંથી વૈદ્યો પારો કાઢે છે, તેને ખરલમાં નાખી તેમાં સાકરનું પાણી નાખી ખૂબ ઘૂંટવો. પછી તેને ઠરવા દઈ તેના ઉપ૨ જે પીળાશ પડતું પાણી હોય તેને બહાર કાઢી નાખવું. ત્યાર બાદ પુનઃ તેમાં સાકરનું પાણી નાખી તેને ખૂબ ઘૂંટવો,
૧૮
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org