Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ ધીરે ઉખાડતા જવું. જો વધારે ચોંટી ગયું હોય તો તેને વધારે વાર હવામાં રાખવું, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ ઉપાય કાગળના પુસ્તક માટે સમજવો. જો તાડપત્રનું પુસ્તક ચોંટી ગયું હોય તો કપડાને પાણીમાં ભીંજવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવાવાળાં થતાં જાય, તેમ તેમ ઉખાડતાં રહેવું. તાડપત્રના પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ ભીંજાવેલું કપડું લપેટતાં તેના અક્ષરો ખરાબ થવાનો ભય રહેતો નથી. તાડપત્રનાં પાનાં ઉખાડતી વખતે તેનાં પડો ઊખડી ન જાય તે માટે નિપુણતા રાખવી. પુસ્તકનું શેમાં શેમાંથી રક્ષણ કરવું એને માટે કેટલાક લહિયા પુસ્તકના અંતમાં ભિન્ન ભિન્ન શ્લોકો લખે છે. તે કાંઈક અશુદ્ધ હોવા છતાં ખાસ ઉપયોગી છે, માટે તેનો ઉતારો આ સ્થાને કરું છું— जले रक्षेत् स्थले रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ॥१॥ अग्ने रक्षेज्जलाद् रक्षेत्, मूषकाच्च विशेषतः । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥१॥ उदकानिलचौरेभ्यो, भूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥१॥ ? भग्नपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरघोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥१॥ . ૨૭ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34