________________
આ સિવાય કેટલાક લેખકો પોતાની નિર્દોષતા જાહેર કરવા માટે પણ કેટલાક શ્લોકો લખે છે–
श्रदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहिनं लिखितं मयाऽत्र । तन्मार्जयित्वा परिशोधनयीं, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥१॥ यादृशं पुस्तकं दृष्टं, तादृशं लिखितं गया । यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते ॥१॥
જ્ઞાનપંચમી-શ્વેતાંબર જૈનો કાર્તિક શુક્લ પંચમીને જ્ઞાનપંચમી એ નામથી ઓળખાવે છે. આ તિથિનું માહાભ્ય દરેક શુક્લ પંચમી કરતાં વિશેષ મનાય છે. તેનું કારણ એટલું જ કે વર્ષાઋતુને લીધે પુસ્તક-ભંડારોમાં પેસી ગયેલી હવા પુસ્તકોને બાધકર્તા ન થાય તે માટે તે પુસ્તકોને તાપ ખવડાવવો જોઈએ, જેથી તેમાંનો ભેજ દૂર થતાં પુસ્તક પોતાના રૂપમાં કાયમ રહે. તેમ જ વર્ષાઋતુમાં પુસ્તકભંડારને બંધબારણે રાખેલા હોઈ ઉધઈ આદિ લાગવાનો સંભવ હોય તે પણ ધૂળકચરો આદિ દૂર થતાં દૂર થાય. આ મહાન કાર્ય સદાને માટે એક જ વ્યક્તિને કરવું અગવડભર્યું જ થાય. માટે કુશળ જૈનાચાર્યોએ દરેક વ્યક્તિને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા ફાયદાઓ સમજાવી તે તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો. તે દિવસને માટે લોકો પણ પોતાના ગૃહવ્યાપારને છોડી દઈ યથાશક્ય આહારાદિકનો નિયમ કરી પ્રોષધિવ્રત સ્વીકારી પુસ્તકરક્ષાના મહાન પુણ્ય કાર્યમાં ભાગીદાર થાય છે. વર્ષાને
૨૮
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org