Book Title: Prachin Lekhankala ane tena Sadhano Author(s): Punyavijay Publisher: L D Indology Ahmedabad View full book textPage 9
________________ તેમ જ કાશ્મીરી કાગળનો જ ઉપયોગ કરાય છે. તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો મુખ્યતયા વાપરવામાં આવે છે, કારણ કે કાશમીરમાં જે સારા તેમ જ ટકાઉ કાગળો બને છે તેને ત્યાંના સ્ટેટ તરફથી પોતાના દતરી કામ માટે લઈ લેવામાં આવે છે. એટલે કોઈ ખાસ લાગવગ હોય તો પણ માત્ર અમુક ઘા કાગળ ત્યાંથી મેળવી શકાય છે. આ કાગળો રેશમના બનતા હોઈ એટલા બધા મજબૂત હોય છે કે તેને ઘણા જોરથી આંચકો મારવામાં આવે તો પણ એકાએક ફાટે નહિ. આ સ્થળે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ, કે પુસ્તક લખવા માટે જે કાગળો આવે છે તે ત્યાંથી ચૂંટાઈને જ આવે છે : તથાપિ તેને શરદીની હવા લાગવાથી તેનો ઘંટો ઊતરી જાય છે. ઘંટો ઊતરી ગયા પછી તેના ઉપર લખતાં અક્ષરો ફૂટી જાય છે, અથવા શાહી ટકી શકતી નથી. માટે તે કાગળોને ધોળી ફટકડીના પાણીમાં બોળી સુકાવવા પડે છે, અને કાંઈક લીલા– સૂકા જેવા થાય એટલે તેને અકીકના, કસોટીના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘૂંટાથી ઘૂંટી લેવા, જેથી તે દોષો દૂર થઈ જાય છે. વિલાયતી તેમ જ આપણા દેશમાં બનતા કેટલાક કાગળો જેવા કે જેનો માવો તેજાબ અથવા સ્પિરિટ દ્વારા સાફ કરાય છે, તે કાગળોનું સત્ત્વ પહેલેથી જ નષ્ટ થઈ જતું હોવાથી ચિરસ્થાયી નથી હોતા, માટે પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ કરાયો જ નથી. એવા અનેક જાતના વિલાયતી કાગળોનો આપણે અનુભવ કર્યો છે કે જે કાગળો આરંભમાં શ્વેત, મજબૂત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34