Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ તેમ જ શ્લષ્ણ દેખાવા છતાં અમુક વર્ષ વીત્યા પછી તેને જોઈએ તો શ્યામ તથા વાળતાં જ તૂટી જાય તેવા થઈ જાય છે. આ દોષ આપણે દરેક જાતના વિલાયતી કાગળોને નથી આપી શકતા. કપડુંઘઉના આટાની ખેળ બનાવી તેને કપડા ઉપર લગાડવી. તે સુકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવાને લાયક બને છે. પાટણના સંઘના ભંડારમાં, કે જે વખતજીની શેરીમાં છે तभा संवत् १३५३ भाद्रवा सुदि १५ रवौ उपकेश गच्छीय पं० મહિવા ઉત્સવિતા પુછે એવા અંતિમ ઉલ્લેખવાળું કપડા ઉપર લખેલું એક પુસ્તક છે. કપડાનો ઉપયોગ પુસ્તક લખવા કરતાં મંત્ર, વિદ્યા આદિના પટો લખવા, ચીતરવા માટે વધારે કરાતો અને હજુ પણ કરાય છે. અત્યારે આનું સ્થાન ટ્રેસિંગ ક્લોથે લીધું છે. ભોજપત્ર—આનો ઉપયોગ પ્રધાનતયા કેટલાક મંત્રો લખવા માટે કરાતો અને હજુ પણ કરાય છે. “ભારતીય પ્રવીના લિપિમાલા' માં ભોજપત્ર પર લખાયેલ પુસ્તકની પણ નોંધ કરી છે. ઘણાખરા વિદ્યમાન પુસ્તક ભંડારો તરફ નજર કરતાં એટલું નિશ્ચિતપણે કહી શકાય, કે પુસ્તકો લખવા માટે તાડપત્ર તેમ જ કાગળનો જેટલો બહોળો ઉપયોગ કરાયો છે, તેટલો બીજી કોઈ પણ વસ્તુનો કરાયો નથી. તેમાં પણ વિક્રમની બારમી શતાબ્દી પર્વત તો પુસ્તક લખવા માટે તાડપત્રો જ વપરાયાં છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34