Book Title: Prabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ જાન્યુઆરી, ૨૦૧૫ એવું બોલી નાખે તમને અંદાજ આવી જાય, જ્યારે માન-માયા-લોભ તે શાંત છે, દેખાય નહિ. આપી આપણી કક્ષા અને કર્તવ્યનો વિચાર નથી કરતા. મારાથી ક્રોધ કરાય નહીં મારે ક્ષમા (શાંતિ) ઘારણ કરવાની છે. મનને પહેલાં નિષ્કપ બનાવો. તમારા મનોવિચારને સ્થિર બનાવો. કાંઈક થયું ને કમાન છટકી. ઘટના ઘટે તો તરત અસર થાય, પરિસ્થિતિની ઉપેક્ષા કરો. મનને પહેલાં નિષ્કપ બનાવો. મન પર નાની-નાની વસ્તુઓની અસ૨ જ ન થવા દો. પ્રબુદ્ધ જીવન જો કોધ કરનારની સામે તમે કોંધ-આવેશ કરો છો તો તમારામાં ક્ષમા નથી, ધીરજ નથી, ગંભીરતા નથી, બાહ્ય નિમિત્તોથી અંદરનું બગાડવાની તૈયારી છે. જે બોલે છે, કોંધ કરે છે તે તો તેનું કદાચ બાહ્ય જગત બગાડતા હોય તેમાં તમે સામે રીસ્પોન્સ આપી, ક્રોધ કરી, તમારું અંદરનું બગાડો છો, સામેવાળો તમારો ગુસ્સો જોઈને ગભરાઈને ભાગી ગયો, અટકી ગયો – તો તે તમારા પુણ્યનો પ્રભાવ છે - ગુસ્સાનો પ્રભાવ નથી. પુણ્ય નહીં હોય તો ડબલ જોરથી તે પ્રતિકા૨ ક૨શે. દરેકે દરેક પ્રકારના દોષો ક્રોધને કારણે પેદા થાય છે. તેની સામે તમે ક્ષમાને લઈને આવો તો તે બધાને સંભાળી લે છે. ક્ષણભરનો અંધાપો તેનું નામ ક્રોધ; પણ આ એક ક્ષણમાં તમારા આત્માનું ધનોત પનોત નીકળી જાય. ગમે તેવો ગુસ્સો આવે-એટલે ૧૨ નવકાર ગણવા. ક્ષાંતિ એટલે ક્ષમા. અનંત આત્માઓ આત્માની શુદ્ધિ પામી મોક્ષે પહોંચી ગયા અને ભવિષ્યમાં મોક્ષે જશે અને આ માત્ર ક્ષમાના પ્રભાવના કારણે ગયા છે. આ ગુણ વગરની સાધુતા નકામી. સાધુનું બીજું નામ ક્ષમા. એટલે ક્ષમા શ્રમણ શબ્દ આના પરથી આવ્યો છે. જગતના બધા ગુોનો આધાર લમા છે. આ ક્ષમા વગર કોઈ ગુણ ટકી શકે નહીં. ઈન્દ્રિઓને જીતી શકે તે બધાનો આધાર તે ક્ષમા. ક્ષમા તે જ આત્માનું એશ્વર્ય, વીર્ય – આ બધું ક્ષમાને કારણે છે. મગજ તપી જાય-તેમાં આપણી શોમાં નથી. નીચેના દોષોથી બચો – સુખી થશો. - (૧) ક્રોધ : ક્રોધ આવવો એ જીવનની વાસ્તવિકતા છે. પરંતુ નિરંકુશ ક્રોધ અને આવેશમાં ખોટા પગલાં ભરાઈ જાય છે જે જિંદગીભર તકલીફ આપી શકે છે. ક્રોધ આવ્યો હોય તો માફી માગતાં પણ શીખવું જોઈએ ઘા રૂઝાઈ જાય પણ તેનો ડાઘ રહી જાય છે. તે જ પ્રમાળે ક્રોધથી બીજાની લાગણીઓ ઉપર ઘા પડે છે. ભલે ક્ષમા માગી તેને રુઝાવી દેવામાં આવે પણ તેની યાદ તો રહી જ જાય છે. (૨) કટાક્ષમય ભાષા : માનવીની કટાક્ષમય ભાષા બીજી વ્યક્તિને અપમાનીત કરે છે, દુઃખ આપે છે અને ગુસ્સો પેદા કરે છે. સંબંધોને તોડવામાં ઘણી વખત કર્કશ અને કટાક્ષમય ભાષા મોટો ભાગ ભજવે છે. (૩) અસહિષ્ણુતા : જ્યારે વ્યક્તિમાં સહનશક્તિનો અભાવ હોય છે ત્યારે તે બીજી વ્યક્તિઓને સમજવામાં નિષ્ફળ જાય છે. અસહિષ્ણુતાને કારણે ગમે તેમ બોલી નાખે છે અથવા વર્તન કરે છે અને ઘણી વખત સામાજિક વિવેક અને વિનયથી દૂર થઈ જાય છે. આના કારણે લોકો આવી વ્યક્તિથી દૂર રહેવાનું પસંદ કરે છે. (૪) વિવેકઠીન : ઘણાં સામાજિક સમારંભોમાં વિવેકહીન વ્યક્તિઓ દારૂપ બની જાય છે અને આનંદના પ્રસંગને બગાડી નાખતા હોય છે. વિવેકહીન વ્યક્તિ બીજાની ભાવનાઓ અને હકને સમજતી હોતી નથી. દા. ત. સિનેમા હૉલ અથવા સંગીતના પ્રોગ્રામમાં મોબાઈલ ઉપર મોટેથી લાંબી વાતો કરે છે. (૫) સ્વાર્થકેન્દ્રી : આવી વ્યક્તિ કેન્દ્રસ્થાને પોતાને જ રાખવા પ્રયત્ન કરે છે અને બીજાઓને સાંભળવાની અથવા સમજવાની તસ્દી રાખતા નથી. તે બીજાઓને પોતાની જ વાતોથી કંટાળો આપે છે. લોકો તેનાથી દૂર રહેવામાં જ પોતાની ભલાઈ સમજે છે. (૬) ઉધ્ધત : આવી વ્યક્તિનું વર્તન બીજાને દુઃખી કરતું, અપમાનીત કરતું અને નીચે પાડતું હોય છે, તે અતિ લઘુતાગ્રંથિથી પીડાતી હોય છે અથવા અતિ ગુરુતાગ્રંથિનો શિકાર હોય છે. આવી વ્યક્તિઓને સમાજની જરૂર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. દા. ત. કોઈ ઉધ્ધત સત્તાધારી (૭) નિરાશાવાદી : આવી વ્યક્તિ બીજાઓને પણ નિરાશ કરવાનો પ્રયત્ન કરે છે. તેની મિત્રતામાં આનંદ હોતો નથી અને નિરુત્સાહીન વર્તનને કારણે લોકો, કુટુંબીજનો તેનાથી કંટાળે છે. (૮) વહેમી સ્વભાવ : આવી સ્વભાવ ધરાવતી વ્યક્તિ દરેક વ્યક્તિ ઉપર શંકા કર્યા કરે છે અને બીજાની પ્રમાણિકતાને ખોટી રીતે પડકારે છે. પરિણામે સંબંધો બગડતા જાય છે. વહેમી પતિ અથવા પત્ની કોઈ દિવસ આનંદથી જીવી શકતાં નથી. (૯) બદલાની ભાવનાથી પીડા : આવી વ્યક્તિ બદલો લેવા માટે દરેક કાવાદાવા કરતી હોય છે અને છેવટે સમાજથી અલિપ્ત બનતી હોય છે. (૧૦) અતિ એકલવાથી : આવી વ્યક્તિ બીજાઓની હાજરીમાં સતત ગૂંગળામણ અનુભવે છે. મિત્રો બનાવી શકતી નથી અને પોતે જ સમાજથી અલિપ્ત બની જાય છે જે તેને પાછલી અવસ્થામાં ખૂબ જ દુઃખભરી સ્થિતિમાં મૂકે છે. યાદ રહે ક્રોધે ક્રોડ પૂરવ તણું સંયમ ફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. ૪, લાવણ્ય સોસાયટી, પહેલે માળે, વાસણા રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭. કોનઃ ૦૭૯-૨૬૬૧૨૮૬૦. : ‘પ્રબુદ્ધ જીવન’ને વીસ હજારનું અનુદાન આપી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો. સ્વજનને શબ્દાંજલિ જ્ઞાનકર્મથી અર્પી જ્ઞાનપુણ્ય પાપ્ત કરી.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 288