________________
એવી રે ટીલડી હું તો, શંખેશ્વર લાવ્યો;
ના શંખેશ્વર પાર્થને ચઢાવી... ઓ પ્રભુજી મારા....ટીલડી. ૪ દાદા તારી ટીલડીએ સૌના મન મોહ્યા; ભક્ત તણા અંતરીયા ખોલ્યા... ઓ પ્રભુજી મારા...ટીલડી. ૫
(૩૭) મારી નૈયા માગે સહારા મારી નૈયા માગે સહારા; કોઈ ન કોઈ દિન આશા છે કે પહોચે કિનારા
તે જોશે કિનારા ...મારી. ૧ પંથ લાંબો અતિ માર્ગ વિકટ છે, શું યે વાદળ ઘનઘોર આકાશે; ઘડી ને ઘડી લાગે વાગી રહ્યા માથે નગારા. ...મારી. ૨ ચારે દિશા જાણે ડોલતી લાગે, ડગમગ ડગમગ નૈયા થાયે; કોઈ ન કોઈ રીતે બચી એને જાવું કિનારા. ..મારી. ૩ જીવન નૈયા મારી તારે તારોંસે, આંધી ભયંકર ચડી છે આકાશે;
નહિ તો આ ઘડી ને ઘડી શું યે ઊછળી રહ્યા નીર ખારા ...મારી. ૪ | સેવક તારા ગુણલા ગાવે, આશ એવરની કદીયે ન રાખે; કેમે કરી પહોંચે નૈયા મુક્તિ કિનારા. ...મારી. ૫
(૩૮) આ છે આણગાર અમારા જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા,
આ છે આણગાર અમારા....
૨૬