Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 329
________________ શિષ્યો કહેવાયા સદ્ગુરુજીના નામ ધરાવ્યા વળી સાધક ના; T દાસ બનીએ હું સ્વભાવના તો શૂરપણું ક્યાંથી લાવીએ રે .૧. | શૂરપણું લાવી સન્મુખ લાડવા શત્રુ સર્વનો પરાજય કરવા; સમતા સાધન સર કરવા, રિપુ દળ સંહારવારે. ૨ .. પાપી કામનો સંગ થાય કેમ, એ છે મલીન કુંડના કૃમિનીજેમ; નરકનો દ્વાર ગીતા કહે છે એમ, સંગ એનો રે ત્યાગીએરે.૩.. ક્રોધ ચંડાલનો સ્પર્શ થાયે, પુણ્ય કર્મને એ બહુ ખાય; | અંતરમાં પરિતાપ પમાયે, આશ્રય એને નવ આપીએ. ૪.. લોભ સદા જે રાખે ગુંચાવી, અનિત્યમાં બહુ મમતા ઉપજાવી; હસ્યા કરે વશ વર્તાવી, સાવધ થઈ સંભાળીએ રે .. ૫ .. અન્ય વિકારો સઘળા જોજે, શત્રુરૂપ સમજી તજીએ તેને; અંતરથી અળગા કરીએ, વિવેક તાપે સહુ બાળીએ રે.. ૬ .. હું પદ નામ યજ્ઞમાં હોમી, કરવી વિશુધ્ધિ અંતર ભણી; વૃત્તિ લક્ષાર્થે સંકેલી, અભય પદ પામવારે .. ૭ ... નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધિ થાશે, ઉપાસનાથી સ્થિર બુધ્ધિ થાશે, ચિત્ત નિરોધ થાશે ત્યારે, કુંડલીની જાગશેરે .. ૮ .. દૈવી ગુણ છે ગુણ મય ભારે, નિજ સ્વરૂપની ઝાંખી કરાવે; | અંતર ઉર્મિ પ્રગટાવે, આત્મ અનુભવ પામવારે .. ૯ .. આત્મ અનુભવ જ્યારે થાશે, વૃત્તિ સઘળી વિરમી જાશે; દેહ ભાન ભૂલાશે, પ્રશાંત જ્યોતિ જાગશે રે.. ૧૦.. નાથ કૃપા છે અદ્દભુત ભારી, પરમ શાંતિ ઉર પધરાવે; જન્મ મરણને ટાળી, અખંડ સુખ આપશે રે.. ૧૧ ... ૩૦૭

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354