Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 347
________________ (૩૦) કરવા આવો પ્રભુ અંતરના આરામ, અંતરના આરામ આવો પ્રભુ અંતરના આરામ, ગોપાતો કરી મારું હૃદય છે પવિત્ર ધામ; આવો પ્રભુ અંતરના આરામ. કમલાસન પર તમને બેસાડું, પ્રગટાવી પૂરણ પ્રેમ; ધ્યાન કરું પછી પ્રીતેથી હું, ભેદ રહે નહિ જેમ.. આવો..૧ આપ સ્વરૂપમાં પ્રભુ વિરમી રહેતો, દુઃખનું ન રહે નામ; સુખસાગરમાં નિશદિન ઝીલું, બનીને પૂરણકામ..આવો..૨ | ધ્યાન થકી હું જાણું જ્યારે, ત્યારે નિરખું મનોહર સ્વરૂપ; 1 બાદ કરી દશ્ય નામ રૂપને, અનુભવ પરમ અનૂપ.. આવો...૩/ મુજ ઇંદ્રિય દેહના જે ભાવો, નિત્ય નિત્ય ક્ષીણ થાય; I શુભ દેવી સામ્યÁ તેમાં, નિત્ય નવીનતા પમાય...આવો...૪ મન બુધ્ધિ ને અહંકાર આદિ, ચિત્ત નિરોધ થાય; તિ | હું મારાનો ભેદ વિલાવી, એક ચૈતન્ય દરશાય..આવો...૫ 1 વિનય થકી પ્રભુ હું એજ માગું, પૂરા હૃદયની હામ; કૃતકૃત્યતા તો તે થકી થાશે, વિરહ ટાળોને ભગવાન..આવો..૬/ | હું છું તમારો પ્રભુજી આપ છો મારા, નિર્મળ નેહ નિધાન; | - સત્ય સ્વરૂપની જ્યોતિ પ્રગટાવો, આપોને દર્શનનું દાન.આવો.૭. શિરણાગતનાં તારક પ્રભુ, કેવલ કૃપાના ધામ; નિષ્કામ ભાવે ભક્તિ માગું છું, સેવા સ્મરણ ને ધ્યાન. આવો પ્રભુ.૮, ૩૨૫

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354