Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 345
________________ મને સંસાર ના સ્કૂરે, તમારું સ્મરણ હો ઉરે; વી કુસંગી વંચકોથી હું, હજારો ગાઉ દૂર ભાગું ...૪ મને ના મુંઝવે માયા, તમારી હો શીતળ છાયા; તમારા ધ્યાનમાં મસ્ત, રહે મનડું સદા મારૂં ...૫ આ વિરહની જ્વાળા મહીં ... આ વિરહની જ્વાળા મહીં, સળગી રહ્યું જીવન અરે, તોયે અરે ભુજ સ્વામીનાં, દર્શન થતા ના અંતરે વનવન વિષે શોધી ઝુરું, કલ્પાંત કરતી અશ્રુઓ, ના દૂર કે અતિ સમીપમાં, મુજ કાન્ત તો દષ્ટિ ચડે ...૧ કોને કહું ક્યાં જઈ કરું, અંતર મહીં જ્વલતી રહું, હું શું કરું ક્યાં જઈ મરું, હે નાથ તુજને ક્યા મળું; હે નાથ તુજને નવ મળું, પણ વંદના સ્વીકારજો, મારા હૃદયનાં હે પ્રભુ, ક્યારે મને સંભાળજો. ... (૨૮) મૃત્યુ લોકથી આવી કોઈ નાર મૃત્યુ લોકથી આવી કોઈ નાર, પ્રભુ બેઠી છે મંદિર દ્વાર; સાથે એક અભાગી કો બાળ, છૂટા લટકે છે તેના વાળ. ૧ અંગો તેના દીશે છે વિરૂપ, કુબ્બા જેવું તેનું સ્વરૂપ, હસ્તજોડી નિશ્વાસેથી બોલી, શાતા પૂછી તમારી પેલી. ૨ | ઉધ્ધવ કહેજો પ્રભુને પ્રણામ, જે તુમ હૈડાના વિશ્રામ; || હરિને કહેજો અભવ્યા છે આવી, પાપો ભવો ભવના લાવી. ૩ ૩૨૩

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354