Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 340
________________ સદ્ગુરુના અનુગ્રહ રંગનો ભોગી; બન સદેવ બહ્મ વિહારી, ઓ મનવા ! ..શાન્તિ..૧૩ શાન્તિ ધર સુખકારી, ઓ મનવા ! શાન્તિ ધર સુખકારી. (૨૧) પૂરણ ગુરુ પામીયો જીવ તું કરી લે વિચાર, અવસર ઉત્તમ આવીયો; તારા પુણ્યનો નહિ પાર... પૂરણ ગુરુ પામીયો...૧ એણે પ્રકાશે હણી રે જડતાની જાળને; . વળી નશાવ્યો અજ્ઞાન અંધકાર. પૂરણ ...૨ : અભય સ્વરૂપે બ્રહ્મ સ્પષ્ટ દર્શાવીયો; ભય માત્ર વિલાવ્યો કૃપા આણીને. પૂરણ ૩ સવિઘાને વળી સદાચારથી; પોષણ આપ્યું મુમુક્ષુને પ્યારથી. પૂરણ ...૪ ધરી યંત્રવત જીવન એણે ચલાવ્યું; નિયમિતતાનું સમજાવી ગુણ રે. પૂરણ ...૫ ધર્મનું તો સાક્ષાત્ સ્વરૂપ રે; પ્રવૃત્તિ માત્ર એની ધર્મ રૂપરે. પૂરણ ...૬ આત્મ વિશ્વાસ એનો અંતરે; આત્મ ભિન્ન કશુંય ન દર્શાયરે. પૂરણ ...૭ હૃદય એનું તો પ્રેમ ભરપુર, એના નેત્રમાં તો જાણે પ્રેમનું નૂર રે. પૂરણ ..૮ પવિત્રતા તો એની અનુપમ રે; કારણ કે ૩૧૮

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354