Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 339
________________ - I આત્મ સ્વરૂપનું નિત્ય ધ્યાન ધરીલો; અંતર્મુખતા ધારી, ઓ મનવા !..શાન્તિ..૧ બાહ્ય ભોગ કલ્પિત સમજી, લે વૈરાગ્ય વધારી; ઓ મનવા(૨) ..શાન્તિ.. ૨ વૈખરીને વશ કર પ્રીતે; કારણ બકવાદ અંતે દુઃખકારી, ઓ મનવા ! ..શાન્તિ..૩ ગંભીરતાનું સગુણ મેળવી; પરિમિત વદ સંભારી, ઓ મનવા ! ..શાન્તિ..૪ આપ આનંદ પ્રસંગે સૌને; સત્ય મિટ વચન ઉચ્ચારી, ઓ મનવા ! ..શાન્તિ..૫ ક્રોધિત ન થાતું આશ્રિત જન પર; લે પ્રીતે દોષ સુધારી, ઓ મનવા !..શાન્તિ..૬ કર્તવ્ય ભાવે સર્વ ક્રિયા કરજે; લાભ હાનિ ન વિચારી, ઓ મનવા ! ..શાન્તિ..૭ પરબ્રહ્મ રૂપ જગતને નીરખી; રાગ દ્વેષ દે નિવારી, ઓ મનવા ! ..શાન્તિ..૮ જન સંગ ઉપયોગ પૂરતો સેવેજે; એકાંત ને ગણ પ્યારી, ઓ મનવા !.શાન્તિ..૯ પ્રસન્ન વદન રાખ સદા તું, સદેવ આનંદકારી, ઓ મનવા ! ..શાન્તિ..૧૦ ઈન્દ્રિયોને સ્થિર કરી લે; બન ગોલોકનો અધિકારી, ઓ મનવા ! ..શાન્તિ..૧૧ સત્ય સુખનો અનુભવ કર અંતરે; બહિર સુખો તુચ્છકારી, ઓ મનવા ! ..શાન્તિ..૧૨ ૩૧૭

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354