________________
જ્યાં કુંડ વિસામા આવે, થાક્યાના થાક ભૂલાવે; પરબો રૂડી, પાણીની ઠામો ઠામ છે. સહુ. ૪ જ્યાં હડો આકરો આવે, કેડે દઈ હાથ ચડાવે; એવી દેવી, હિંગલા જ જેનું નામ છે. સહુ. ૫ જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામપોળ પહેલાં આવે; ડોલીવાળાનું, વિસામાનું ઠામ છે. સહુ. ૬ જ્યાં નદી શત્રુંજી વહે છે સૂરજ કુંડ શોભા દે છે; ન્હાયો નહિ જે, એનું જીવન બે બદામ છે.૭
જ્યાં સોહે શાંતિદાદા, સોલમા જિન ત્રિભુવનત્રાતા; પોળે જાતાં, સહુ પહેલાં પ્રણામ
છે.
૮
જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાગેશ્વરી દે સુખશાતા; કવડ યક્ષાદિ, દેવતા તમામ છે. ૯
જ્યાં આદેશ્વર બિરાજે, મારા ભવની ભાવઠ ભાંજે; પ્રભુજી પ્યારા, નિરાગી નિષ્કામ છે.૧૦
જ્યાં સોહે પુંડરીક સ્વામી, ગિરૂ ગણધર ગુણધામી; અંતરયામી, આતમના આરામ છે. ૧૧
જ્યાં રાયણ છાંય નિલુડી, પ્રભુ પગલાં પરે પરે રૂડી; માં શીતલકારી, એ વૃક્ષનો વિરામ છે. ૧૨
જ્યાં નીરખીને નવટૂંકો, થાયે પાતીકડાનો ભુક્કો; દિવ્ય દહેરાનું, અલૌકિક કામ છે. ૧૩
૨૬૦
જ્યાં ગૃહલિંગ અનંત,સિધ્ધપદ પામ્યા સંત; પંચમ કાલે, એ મુક્તિનું મુકામ છે. ૧૪