________________
(૧૦૧) સિકંદરના ફરમાન મારા મરણ વખતે બધી, મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથ, કબ્રસ્તાનમાં પણ લાવજો; જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણના શક્યો, અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો. ૧ મારું મરણ થાતાં બધાં હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો; આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું,. વિકરાળ દળ ભૂપાળને નહીં કોઈ છોડાવી શક્યું. ૨ મારા બધા વૈધો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદ્યોને ખભે ઉપડાવજો; કહો દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે, તે દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે. ૩ બાંધી મુઠ્ઠી રાખીને જીવો આ જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી સૌ જીવો ચાલ્યા જતા; યૌવન ફના, જીવન ફના જર જમીન ને જો ફના, પરલોકમાં પરિણામ મળશે પુણ્યના કે પાપના. ૪
(૧૦૨) આટલું તો આપજે.. આટલું તો આપજે, ભગવન ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણા, બંધન મને છેલ્લી ઘડી.૧ આ જિંદગી મોંઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ; અંત સમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. ૨
૨૫૪