________________
(૩૬)
કલમ ચલાવી સમાજના રાહબર બન્યા. વિવિધક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ૨૫ મહાનુભાવોનાં કાર્ય અને પ્રદાનનો સંક્ષેપમાં પરિચય આપ્યો છે. આપણાં સંગીત સાધકો'ના લેખક શ્રી જયદેવ ભોજક સંગીત શિક્ષક અને સંગીત સાધક છે. સુગમસંગીત શિક્ષણક્ષેત્રે તેઓ પથપ્રદર્શક બન્યા છે. સંગીતજ્ઞની કલમે ૧૩ સંગીતસાધકોની કલાસાધનાનું આલેખન ઉચિત રીતે થયું છે. લોકકલાઓના વૈતાલિકો' લોકસાહિત્ય અને લોકકલાના મરમી શ્રી જોરાવરસિંહજી જાદવની કલમે લોકકલાક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારાં ૧૯ કલાકારોનાં વ્યક્તિત્વનું સવિગત શબ્દાંકન થયું છે. બહુમુખી પ્રતિભાઓમાં વિદ્યાવ્યાસંગી અધ્યાપક પ્રા. કે. સી. બારોટે ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં જેમનું મૂલ્યવાન પ્રદાન છે તેવા ૯ વિદ્વાનોની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. સાહિત્ય, સંશોધન, શિક્ષણક્ષેત્રે સમર્પિત વ્યક્તિઓનાં જીવન-કાર્યનું ક્રમશઃ આલેખન કરતાં જઈને તેમના વ્યક્તિત્વના દ્યોતક અંશો દર્શાવ્યા છે. ગુજરાતમાં લોકસાહિત્યના સંશોધકો–સંપાદકો) લોકસાહિત્ય સંગીત, સંતવાણીનું અધ્યયન અને આલેખન શ્રી રવજીભાઈ રોકડના રસના વિષયો છે. અહીં લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનારા ૯ વિદ્વાન અધ્યાપકોનાં કાર્યનો સવિગત પરિચય કરાવ્યો છે. ‘આપણા સાંસ્કૃતિક આધારસ્તંભો'માં અંગ્રેજી ભાષાનાં અધ્યાપિકા અને લેખિકા પ્રા. સુલભા રામચન્દ્ર દેવપુરકરે ગુજરાતી ભાષાના ૨૯ સાહિત્યકારોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ‘વંદનીય વિભૂતિઓ'ના લેખક યશવંત કડીકરે ગુજરાતી સાહિત્યમાં બહુવિધ ક્ષેત્રે કલમ ચલાવી છે. ચરિત્ર સાહિત્યમાં વિશેષ. જીવન અને સમાજમાં નોંધપાત્ર કાર્ય કરી જનારા ૧૨ મહાનુભાવોનાં વ્યક્તિત્વના એકાદ પાસાને અનુલક્ષીને સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. “સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રના કલાવિદો'ના લેખક શ્રી નટવર આહલપરા સંગીત અને સાહિત્યના અભ્યાસી–લઘુકથા લેખક છે. તેમણે ૨૯ સંગીતકારો અને નાટ્યકારોનાં પ્રદાનની માહિતી આપી છે. ક્રાંતદર્શી સર્જકોમાં કલા, ઉદ્યોગ અને સાહિત્યનો સમન્વય કરનાર શ્રી જયંતી એમ. દલાલે ગુજરાતી સાહિત્યના ૪૪ સર્જકોની માહિતીલક્ષી સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. રૂપ, રંગ અને રેખાના સર્જકોના લેખક શ્રી પ્રતાપસિંહ જાડેજાને ચિત્રકાર શ્રી ગજેન્દ્ર શાહે ‘પાઠ ચિત્રોના માલમી' તરીકે ઓળખાવ્યા છે. સૌરાષ્ટ્રની ભૂમિગત લોકસંસ્કૃતિ અને પ્રકૃતિના ચિત્રકાર શ્રી પ્રતાપસિંહજીભાઈની પોતીકી ચિત્રાંકન શૈલી છે. “ફૂલછાબ' દૈનિકની રવિવારની “સૌરભપૂર્તિમાં “રંગ, રૂપ અને રચના” કટાર તેઓ સંભાળે છે. કલાકારની ચિત્રશૈલી અને પ્રતિભાનો સમભાવપૂર્વક કલાવિવેચકની કલમે પરિચય કરાવ્યો છે. આ લેખમાં ચિત્રકલાના મરમી લેખક અને કલાકારે ૭૯ ચિત્રકારોનાં વ્યક્તિત્વ અને કલાક્ષેત્રે પ્રદાનને સદૃષ્ટાન્ત વર્ણવ્યાં છે. પછીના આછા લસરકાથી સહજમાં રેખાંકન કરનારા કલાકારની કલમે ચિત્રકારોની આલેખન શૈલી અને વિશેષતાઓનું શબ્દાંકન થયું છે. ચિત્રકારોના પરિચયની સાથે તેમનાં ચિત્રો પણ
~
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org