________________
આહારને અર્થે રાણીને ઘેર આવ્યા. સાધુને સામા આવતા દેખી ઘણા હર્ષ પામતાં થકાં રાજા અને રાણી બહુ જણાં ઉઠ્યાં. ઉઠીને વિધિપૂર્વક વંદન કરી શુદ્ધ આહાર વહોરાવી પછી બે હાથ જોડી પૂછવા લાગ્યા કે હે સ્વામી ! અમારે પુત્ર થશે કે નહીં થાય ? તે સાંભલી સાધુ કહેવા લાગ્યા કે હે રાજ! જ્યોતિષ નિમિત્ત સંબંધી પ્રશ્નોના ઉત્તર કહેવા એ સાધુનો ધર્મ નથી. તે સાંભલી ફરી પણ રાજા અને રાણી તે સાધુને અનેક પ્રકારે ઘણી ઘણી રીતે વિનંતી કરી પૂછવા લાગ્યા. તે સાંભલી સાધુના મનમાં કરુણા આવી. તેથી તે સાધુ રાજાને કહેવા લાગ્યા કે તમારે પુત્ર થશે, પણ તે પાંગલો થશે. એમ કહી સાધુ તો ચાલ્યા ગયા. પાછલથી રાજા અને રાણી ચિંતવવા લાગ્યાં જે અરે આપણને પાંગલો પુત્ર થશે!!!
પછી એકદા અનુક્રમે રાણીને ગર્ભ રહ્યો, અને નવ મહિના પૂર્ણ થયે થકે રાણીને પુત્ર જન્મ્યો, તે વારે વધામણીએ જઇને રાજાને વધામણી આપી કે મહારાજ ! આપને ઘરે પુત્ર પ્રસવ થયો. તે સાંભળી રાજા ઘણોજ હર્ષ પામ્યો. પછી રાજાએ મોટો જન્મમહોત્સવ કરવો. બારમે દિવસે સર્વ કુટુંબને જમાડી તે કુમરનું પિંગલ રાજા એવું નામ પાડ્યું. પછી તે કુમારને અંતેઉર માંહિજ રાખે, પણ બહાર કાઢે નહીં, તેથી ત્યાંના લોકો રાજાને પૂછવા લાગ્યા કે આપ આપના કુમારને બહાર શા વાસ્તે કાઢતા નથી ? ત્યારે તેઓને રાજાએ કહ્યું કે અમારા કુમારનું અતિ અદ્ભૂતરૂપ છે, તેથી કોઇની તેને નજર લાગે, માટે અમે બહાર કાઢતા નથી.
એ વાતની તે નગરમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઇ ગઇ. એ અવસરમાં તે અયોધ્યા નગરીથી સવાસો યોજન દૂર કોઇ મલય નામે દેશ છે, તેમાં એક બ્રહ્મપુર નામનું નગર છે, તેને વિષે ઇક્ષ્વાકુવંશીય કાશ્યપગોત્રીય સત્યરથ એવે નામે રાજા છે, તેની ઇદુમતી નામે પટ્ટરાણી છે, તેની કૂખે ગુણસુંદરી નામે પુત્રી ઉત્પન્ન થયેલી છે. તે કુમરી અધિક રૂપલાવણ્ય ગુણોએ કરી સંયુક્ત છે, અને વલી તે રાજાને પણ પુત્ર નથી, માત્ર પુત્રી એક જ છે, તેથી માતાપિતાને ઘણીજ વલ્લભ છે. હવે તે પુત્રી અનુક્રમે ભણી ગણીને સ્ત્રીની ચોસઠ કલામાં પ્રવીણ થઇ, અને યૌવનાવસ્થામાં પણ આવી. એવી રીતની કુમરીને જોઇને તેના પિતાએ તેની સમાન સ્વરૂપવાન્ વર પરણાવવા માટે કોઇ એક રાજકુમરનો શોધ કરવા માંડ્યો. પરંતુ ક્યાંહિ પણ તે પુત્રીને યોગ્ય વર મળ્યો નહીં, તેથી રાજાને પુત્રીને યોગ્ય વર મલવા માટે ઘણીજ ચિંતા થવા માંડી. એવા અવસરને વિષે તેહીજ નગરના
મેરતેજ
૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org